એક ફોનમાં બે વોટ્સએપ કેવી રીતે વાપરી શકાય?

By Himanshu Kikani

3

આપણા સૌની ઓનલાઇન લાઇફ પર્સનલ અને પ્રોફેશનલ એમ બે ભાગમાં વહેંચાયેલી રહે છે. ઘણા લોકો આ બંને બાબતોને અલગ રાખવા માટે બે ફોન અથવા કમ સે કમ એક ફોનમાં બે સિમ કાર્ડ રાખતા હોય છે. આપણાં જીમેેઇલ એડ્રેસ પણ હોમ અને ઓફિસના ઉપયોગ માટે અલગ હોય છે.

આ જ અંકમાં આપણે જાણ્યું તેમ ઇન્સ્ટાગ્રામમાં તો એક સાથે અલગ અલગ પાંચ એકાઉન્ટ ક્રિએટ અને કનેક્ટ કરી શકાય છે. આ બધી જ ઓનલાઇન સર્વિસમાં આપણે જુદા જુદા એકાઉન્ટનો સ્માર્ટફોનમાં સહેલાઈથી ઉપયોગ કરી શકીએ છીએ.

દરેક બાબતની એપ એક જ રહે, પરંતુ આપણે આંગળીના ઇશારે તેમાં પોતાનું એકાઉન્ટ સ્વિચ કરી શકીએ (વચ્ચે એક આડ વાત – તમે તમારા સ્માર્ટફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ રાખ્યાં હોય તો ગૂગલની દરેક સર્વિસમાં જમણા ખૂણે દેખાતા તમારા પ્રોફાઇલ પિકચરને આંગળીથી ઉપર કે નીચેની તરફ સ્વાઇપ કરશો એટલે તમારું એકાઉન્ટ સ્વિચ થઈ જશે!).

આ બધામાં ફક્ત વોટ્સએપ એવી સર્વિસ છે, જેમાં એક સ્માર્ટફોનમાં એક જ એકાઉન્ટનો ઉપયોગ શક્ય હતો. આપણે અંગત અને બિઝનેસના ઉપયોગ માટે અલગ અલગ વોટ્સએપ એકાઉન્ટ હોય તો બે ફોન રાખ્યા વિના છૂટકો નહીં!

હવે વાત બદલાઈ ગઈ છે. વોટ્સએપમાં એક જ ફોનમાં એક સાથે બે અલગ અલગ ફોન નંબર પર વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે. આ માટે અન્ય કોઈ થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.

જો તમારી વોટ્સએપ એપ લેટેસ્ટ વર્ઝનથી અપડેટેડ હોય અને તેમાં આ ફીચર આવી ગયું હોય તો…

  • વોટ્સએપ એપ ઓપન કરી તેમાં સેટિંગ્સમાં જાઓ.
  • અહીં ‘એકાઉન્ટ’માં જાઓ.
  • તેમાં ‘એડ એકાઉન્ટ’નો વિકલ્પ દેખાશે. તેને ક્લિક કરતાં તમારું મૂળ વોટ્સએપ એકાઉન્ટ તથા તેની સાથે નવું એકાઉન્ટ ઉમેરવાનો વિકલ્પ દેખાશે. તેને ક્લિક કરી તમે તમારું બીજા નંબર સાથેનું વોટ્સએપ એકાઉન્ટ એડ અને કનેક્ટ કરી શકો છો.

યાદ રહે કે એમ કરતાં, એ સાથે બીજા ફોનમાં વોટ્સએપમાંથી તમે લોગ-આઉટ થઈ જશો.

 

બીજા વોટ્સએપના ડેટાનો બેકઅપ લીધા પછી જ તેને નવા ફોનમાં ટ્રાન્સફર કરજો.

ઉપરાંત, તમારા પર્સનલ એકાઉન્ટ સાથે બિઝનેસ એકાઉન્ટ ઉમેરી તો શકાશે, પણ ત્યારે બિઝનેસ એકાઉન્ટ પર્સનલમાં કન્વર્ટ થઈ જશે અને બિઝનેસ એકાઉન્ટની ઘણી વિગતો ગુમાવવી પડશે.

એકાઉન્ટ સ્વિચિંગ પ્રમાણમાં ધીમું પણ છે. આ સુવિધા હાલમાં માત્ર એન્ડ્રોઇડમાં ઉમેરાઈ છે (હવે તે આઇફોનમાં પણ આવી રહી છે).

અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop