ટેક્નોલોજીને લગતું મેગેઝિન, એ પણ ગુજરાતી ભાષામાં! એવું મેગેઝિન પાછું ૧૫૦ અંક પૂરા કરે! પૂરી નિખાલસતાથી કહું તો આ સફર આ સીમાચિહ્ને પહોંચશે એવી, એના પ્રારંભે કલ્પના પણ કરી નહોતી. પણ એ શક્ય બન્યું, તમારા પ્રેમ અને પ્રોત્સાહનથી. અને શક્ય બન્યું આ વિષયની સતત વધતી...
એઆઇ ટેક્નોલોજી સતત વિકસી રહી છે અને આપણે તેની પાસેથી અનેક પ્રકારનાં કામ લઈ શકીએ છીએ, પરંતુ આ બધું કેવી રીતે શક્ય બને છે, એઆઇ પાછળ કઈ કઈ ટેક્નોલોજી કામ કરે છે, એ સમજવું હોય તો આ લેખમાં એ મુદ્દાઓ પર જ ફોકસ રાખ્યું છે. આ નવી ટેક્નોલોજિસ અને કન્સેપ્ટ્સ સમજીશું તો એઆઇ વધુ ઉપયોગી થશે.
આપણે ઘણી વાર વાંચીએ-સાંભળીએ છીએ કે ધીરુભાઈ અંબાણી ચોરવાડથી ખિસ્સામાં માંડ ૧૦૦ રૂપિયા લઇને મુંબઈ આવ્યા હતા. કુટુંબના સભ્યો કે ઓળખીતા-પાળખીતા લોકો પાસેથી મેળવેલા આ સો રૂપિયાના બીજમાંથી તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નામનું વિશાળ વટવૃક્ષ ઊભું કર્યું, જેને આજે મુકેશ અંબાણી...
ધારો કે તમે તમારો ફોન બાજુએ રાખીને કોઈ મહત્ત્વના કામમાં ફોકસ કરી રહ્યા છો. બરાબર એ સમયે તમારા ફોનમાં કોઈ નોટિફિકેશન આવી ટપકે છે. આવી સ્થિતિમાં જે શક્યતા રહે એ જ નોટિફિકેશન ખરેખર કોઈ મહત્ત્વના ઇમેઇલનું હોય અથવા પછી લાંબા સમયથી તમે ફોનમાં ગેમ રમ્યા ન હો અને એ ગેમ તરફથી...
અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આખી દુનિયાને ધ્રૂજાવી રહી છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે એઆઇ આવી રહી હોવાના ફક્ત પડઘમ વાગી રહ્યા હતા અને એટલા માત્રથી ટેકદુનિયાના દિગ્ગજો ધ્રૂજી ગયા હતા. મજા એ હતી કે અત્યારે જે બે કંપની - માઇક્રોસોફ્ટ અને ગૂગલ - વચ્ચે એઆઇ યુદ્ધ...