by Himanshu Kikani | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની વિશ્વના ભાષાના અવરોધો દૂર કરવાની દિશામાં ઘણી આગળ વધી ગઈ છે. આ બંને કંપનીની ટ્રાન્સલેશન ટેકનોલોજીએ, હવે જે દેખાઇ રહ્યું હોય તેને સ્કેન કરીને તરત બીજી ભાષામાં જોઈ શકાય એવું શક્ય બનાવી દીધું છે. એ જ રીતે બે જુદી જુદી ભાષા જાણતી વ્યક્તિઓ...
by Himanshu Kikani | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
યુપીઆઈ એપમાં ક્યુઆર કોડથી પેમેન્ટ રીક્વેસ્ટ કરી શકાય એવી એક સગવડ છે. આ સગવડનો ઠગ લોકો કેવી રીતે ગેરલાભ લે છે એ તમે બરાબર સમજી લેશો, તો લૂંટાતાં બચી શકશો! ગયા મહિને, વડોદરાના એક પ્રોફેસરે પોતાનો જૂનો કબાટ વેચવાનું નક્કી કર્યું. આજકાલ બધા કરે છે તેમ તેમણે આ માટે એક...
by Himanshu Kikani | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
તમારે અણધારી રોકડા રૂપિયાની જરૂર પડી, પણ બેન્કનું ડેબિટ કાર્ડ સાથે નથી તો? તો તમે ફક્ત સ્માર્ટફોનની મદદથી, એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકો છો, આ રીતે… માની લો કે તમે કોઈ કામસર બહારગામ ગયા છો અને અણધારી તમને રૂપિયાની જરૂર ઊભી થઈ છે. મુશ્કેલી એ છે કે તમે તમારા બેન્ક...
by Himanshu Kikani | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
આમ તો, આપણે કોઈ દુકાને જઈને ખરીદી કરીએ પછી ગજવામાંથી રોકડા રૂપિયા કાઢીને કે પછી બેન્ક કાર્ડ કે સ્માર્ટફોનથી રૂપિયાની ચુકવણી કરીએ. એવું બને ખરું કે આપણને દુકાનદાર સામેથી રૂપિયા આપે?! હવે એવું પણ બનવા લાગ્યું છે! બેન્ક્સ અત્યાર સુધી એટીએમની મદદથી, બેન્કની બ્રાન્ચ પર...
by Himanshu Kikani | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ અને આજીવન અભ્યાસુઓને મજા પડી જાય એવું એક અનોખું ડેટા વિઝ્યુઅલાઇઝેશન. ડેટા વિઝ્યુઅલાઇઝેશન એક ગજબનું વિજ્ઞાન છે. જુદી જુદી અનેક બાબતો વિશે હવે જુદા જુદા અનેક સ્રોતમાંથી પાર વગરનો ડેટા મળતો હોય છે, પરંતુ આ ડેટાનું પ્રમાણ એટલું બધું...