by Himanshu Kikani | Jul 1, 2021 | ૧૧૩, જુલાઈ ૨૦૨૧
ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!
by Himanshu Kikani | Jul 1, 2021 | ૧૧૩, જુલાઈ ૨૦૨૧
ગયા વર્ષે, કોરાનાને કારણે પહેલાં પરીક્ષાઓ ખોરંભે ચઢી ગઈ, પછી લાંબું વેકેશન તો આવ્યું, પણ ફરી સ્કૂલ ખોલવાનો સમય જ ન આવ્યો! શિક્ષણ અચાનક ઓનલાઇન થઈ ગયું – વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મમ્મી-પપ્પા દરેક માટે આ પરિવર્તન અણધાર્યું હતું. શિક્ષકો માટે એ પળોજણ બન્યું,...
by Himanshu Kikani | Jun 1, 2021 | ૧૧૨, જૂન ૨૦૨૧
ઓનલાઇન કોર્સ ઓફર કરતી કોર્સેરા કંપનીએ તેના અમુક કોર્સ ભારતીય લર્નર્સ માટે તદ્દન ફ્રી કર્યા છે, અલબત્ત મોટા ભાગના કોર્સ માટે થોડું ટેકનિકલ બેકગ્રાઉન્ડ જોઈશે.
by Himanshu Kikani | Jun 1, 2021 | ૧૧૨, જૂન ૨૦૨૧
નવી શરતોના મામલે ભારતમાં લોકો મોટા પાયે અન્ય એપ્સ તરફ વળવા લાગ્યા એ પછી વોટ્સએપે તેનું વલણ ખાસ્સું નરમ કર્યું છે (જોકે સરકારના નવા નિયમોના મુદ્દે કંપનીએ એકદમ આક્રમક વલણ અપનાવ્યું છે). વોટ્સએપના આપણા ઉપયોગ દરમિયાન તે આપણી કઈ વિગતો ફેસબુક સાથે શેર કરે છે અને કઈ બાબતો...
by Himanshu Kikani | Jun 1, 2021 | ૧૧૨, જૂન ૨૦૨૧
તમે આ શરતો સ્વીકારી લીધી છે? અથવા સ્વીકારવી કે નહીં તે વિચારી રહ્યા છો?
આ બંને સ્થિતિમાં શું થશે તેની મુદ્દાસર વાત કરીએ.