by Himanshu Kikani | Sep 1, 2021 | ૧૧૫, સપ્ટેમ્બર ૨૦૨૧
‘સાયબરસફર’માં આપણે વર્ષ ૨૦૧૬-૧૭થી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)વિશે વાત કરતા રહ્યા છીએ અને ત્યારથી કહેતા આવ્યા છીએ કે આ એક પહેલ આપણી બેન્કિંગ વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તનો લાવશે, એ વાત હવે સાચી પડી રહી છે. યુપીઆઈની ખાસિયત એ છે કે તેમાં આપણા બેન્ક એકાઉન્ટ કે...
by Himanshu Kikani | Sep 1, 2021 | ૧૧૫, સપ્ટેમ્બર ૨૦૨૧
તમે એમેઝોન એલેક્સાનો ઉપયોગ કરતા હો તો તેના પર હવે અમિતાભ બચ્ચન સાથે વાત કરી શકો છો. જોકે આમ કહેવું અર્ધસત્ય છે. હકીકત એ છે કે આપણે માત્ર અમિતાભના અવાજ સાથે વાત કરી શકીશું – બંનેમાં ફેર છે! અલબત્ત આ સર્વિસ મફત નથી, એલેક્સા પર અમિતજીનો અવાજ સાંભળવા માટે આપણે એક...
by Himanshu Kikani | Sep 1, 2021 | ૧૧૫, સપ્ટેમ્બર ૨૦૨૧
ભારતમાં કોરોનાને કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા લોકોને ફટાફટ મોબાઇલ પર જ લોન ઓફર કરતી સંખ્યાબંધ એપ્સ ફૂટી નીકળી છે. આપણે આ વિશે જાન્યુઆરી ૨૦૨૧ અંકમાં વિગતવાર વાત કરી ચૂક્યા છીએ. આમાંની ઘણી એપ્સ ચાઇનીઝ કંપનીઓનાં મૂળ ધરાવતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં...
by Himanshu Kikani | Sep 1, 2021 | ૧૧૫, સપ્ટેમ્બર ૨૦૨૧
ઓગસ્ટ ૨૦૨૧માં એપલ કંપનીએ એક નવા ફીચરની જાહેરાત કરી, જેનો હેતુ સારો હોવા છતાં તે વિવાદાસ્પદ બન્યું છે. અત્યાર સુધી એપલ કંપનીએ તેના યૂઝર્સના ડેટાની પ્રાયવસી બાબતે હંમેશાં અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આ માટે તે અમેરિકાની સરકાર કે એફબીઆઈ સામે પણ શિંગડાં ભરાવતાં ખચકાઈ નથી....
by Himanshu Kikani | Sep 1, 2021 | ૧૧૫, સપ્ટેમ્બર ૨૦૨૧
ગયા વર્ષે, સપ્ટેમ્બર ૨૦૨૦ અંકમાં આપણે વાત કરી હતી કે ગૂગલ કંપની આપણા એન્ડ્રોઇડ સ્માર્ટફોનની મદદથી, ભૂકંપની આગોતરી ચેતવણી આપી શકે એવી એક વિશ્વવ્યાપી સિસ્ટમ ડેવલપ કરી રહી છે. આ સિસ્ટમ આપણા સ્માર્ટફોનમાંના એક્સેલરોમીટર સેન્સરની મદદથી, ભૂકંપ સમયે જમીનમાં અનુભવાતાં ખાસ...