| Web World

ઇન્ટરનેટનો ફેલાવો કેટલો?

ઇન્ટરનેટનો કોઈ એક માલિક નથી એટલે, પરીકથાના રાજકુમારની જેમ સતત વધતા આ જીનનો ફેલાવો કેટલો એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પણ ઇન્ટરનેટની પાયાની જ‚રિયાત સમાન ડોમેઇન રજિસ્ટ્રેશન સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓની વિગતો પરથી કંઈક અંદાજ મળી શકે છે. એક અગ્રગણ્ય સાઇટ મેશેબલ પર એકઠી...

સંવાદની આખી દુનિયા ખૂલી ગઈ!

બ્લોગ એટલે શું એની જાણ એક મિત્ર દ્વારા થઈ ત્યારે આંખમાં વિસ્મય સહિતનું આશ્ચર્ય છલકાયું હતું. મોટી વયે કમ્પ્યુટર શીખી, ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશી એય ઓછું રોમાંચકારી નહોતું. બ્લોગ વિશ્વને તો ઓહોહોહો થઈ ગયું. બ્લોગ શરુ કરવાનુંયે મન થયું. એ મિત્રની મદદ તો ન મળી પણ...

દુનિયા જોવાના જરા જુદા એંગલ

ઓસ્સમ! યાદ કરો, છેલ્લે તમે ખરા દિલથી આ શબ્દ કે એનો ગમે તે પર્યાય ગુજરાતી કે હિન્દી કે ઊર્દૂ શબ્દ ક્યારે બોલી પડ્યા હતા? ‘બોલી પડ્યા હતા’ એમ કહેવું જ યોગ્ય ગણાય કેમ કે આ તો ખરાખરીનો, સાચ્ચેસાચ્ચો ઉદગારવાચક શબ્દ છે, એ બોલાય નહીં, એ તો દિલમાં ઊગે ને મોંને ખબર પડે ન પડે...

નેટ કનેક્ટેડ લોકોની બાબતે ટોપ ૧૦ દેશો

નેટ એક્સેસ ધરાવતા લોકોની સંખ્યાની દૃષ્ટિએ ચીન અને ભારત જેવા દેશો ભલે દુનિયામાં આગળ હોય, પણ કુલ વસતિમાંના નેટ કનેક્ટેડ લોકોની ટકાવારીની દૃષ્ટિએ દુનિયાના નાના દેશો આપણાથી બહુ આગળ છે. ‘સાયબરસફર’ જ્યારે માત્ર અખબારની કોલમ હતી ત્યારે જે વાતનો અંદાજ આવતો નહોતો, એ પ્રિન્ટેડ...

વર્લ્ડ વાઈડ વેબની ૨૫ વર્ષની સફર

માર્ચ મહિનામાં વર્લ્ડ વાઈડ વેબને ૨૫ વર્ષ થયાં, ત્યારે આખી દુનિયાને એકમેક સાથે સાંકળી રહેલું આ અજબ-ગજબ જાળું કેવી રીતે ગૂંથાયું એ જાણવું રસપ્રદ બનશે.  ૧૨ માર્ચ, ૧૯૮૯ બ્રિટિશ કમ્પ્યુટર વિજ્ઞાની ટીમ બર્નર્સ-લીએ યુરોપીયન સંગઠન સીઇઆરએન સાથે સંકળાયેલા વિશ્વભરના...

મોટો જી – હા જી કે ના જી?

ગયા મહિને અખબારોમાં પહેલા આખા પેજની જાહેરાત સાથે જે સ્માર્ટફોન લોન્ચ થયો અને મોટો જી ઓનલાઇન શોપિંગ પોર્ટલ પર લોન્ચ થયાના થોડા જ સમયમાં આઉટ-ઓફ-સ્ટોક પણ થઈ ગયો હતો. હવે એ ફરી ઉપલબ્ધ થઈ ગયો છે. જો તમે સરખામણીમાં આકર્ષક કિંમતે પાવરપેક્ડ સ્માર્ટફોન ફોન તરીકે મોટો જી તરફ...

ટેબલેટ કે ટેબલ?

તમે કોઈ કોફીશોપમાં કોફી પીવા ગયા હો અને મેનુકાર્ડમાં જેનું નામ વાંચવામાં પણ તકલીફ પડતી હોય એવી કોઈ ખાસ પ્રકારની કોફી ઓર્ડર કરવા માગતા હો, પણ એ પહેલાં, એ કોફી વિશે વિકિપીડિયા પર સર્ચ કરી લેવા માગતા હો તો? આગળ શું વાંચશો? મોબાઈલને મળશે આંખો ને મગજ તો થોડા સમય પછી એવી...

વિઝ્યુઅલ ડિક્શનરી-થિસોરસ

અંગ્રેજી શબ્દોનું ભાષાભંડોળ વધારવા માગતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આ સાઈટ મોટું ભાથું તૈયાર કરી આપે છે.

ગૂગલનો આકાશી તુક્કો કે દૂરગામી તીર?

લોકોની કલ્પનાની કામ ન કરે એવું કંઈક કરીને સતત સમાચારમાં રહેવું એ ગૂગલની જાણે આદત બની ગઈ છે. સર્ચ એન્જિનથી શરુઆત કરનારી આ કંપનીએ હવે આખી દુનિયામાં સૌથી ઓછા ખર્ચે ઇન્ટરનેટ કનેક્ટિવિટી શક્ય બનાવવાનું બીડું ઝડપ્યું છે. ગૂગલનું આ નવું સાહસ સફળ થશે તો બહુ ઝડપથી દુનિયાની...

તપાસો વસતી વિસ્ફોટ, જરા જુદી રીતે

પૃથ્વી પર માનવવસતિ સાત અબજના આંકને પાર કરી ગઈ છે. આપણે કેટલીક વેબસાઇટ પર બહુ મજાની રીતે, આ મહાઆંકડા સાથેનો આપણો વ્યક્તિગત સંબંધ તપાસી શકીએ છીએ. આગળ શું વાંચશો? પૃથ્વી પર તમારો નંબર કેટલામો? વસતી અને બીજા ઘણા આંકડાનું અપડેશન-લાઈવ સાત અબજ લોકો એક પેજ પર પાંચ કરોડ...

ચાઇનીઝ હેકર્સના નિશાન પર ટેકનોલોજી કંપનીઓ અને અખબારો

હેકિંગ દુનિયાભર માટે મોટો પડકાર છે, પણ થોડા સમયથી મોટી મોટી ટેક્નોલોજી કંપની અને વિશ્વ સ્તરનાં અખબારો સાયબરએટેકનો ભોગ બની રહ્યા છે અને એ સૌ શંકાની સોય તાકે છે ચાઇનીઝ હેકર્સ તરફ. આગળ શું વાંચશો? કઈ કંપનીના સ્માર્ટફોન વધુ વિશ્વસનિય? સાત વર્ષની એપ ડેવલપર પહેરી શકાય એવાં...

આવી રહેલી ટેક્નોલોજીની ઝલક

અખબારોમાં ભાવિ ટેક્નોલોજીની કપોળ કલ્પનાઓ વિશે વાંચીને તમને સંતોષ ન થતો હોય અને અલગ અલગ ક્ષેત્રમાં કેવી ટેક્નોલોજી વિકસશે અને તેની કેવી અસર થશે તેની તર્કબદ્ધ માહિતી મેળવવી હોય તો આ સાઇટ તમારે જોવી જ રહી. રસોડામાં રોબોટ શાકભાજી સમારી આપશે કે માણસ પાંખ વગર હવામાં ઊડી...

આજે તમારી સવાર બગડશે!

કેટલીક વાતો એવી હોય છે જેનો જે તે સ્વરુપમાં સ્વીકાર કરવા માટે દિમાગ ના પાડે છે, પણ હૈયું એની મનમાની કરે છે. અહીં વાત છે એવા જ એક નાજૂક વિષયની. માફ કરજો, આજે કદાચ તમારી સવાર બગડશે. સવારના પહોરમાં મોજથી ચાની ચૂસકી લેવા જાવ અને કપમાં પડેલી માખી પર નજર પડે એવું કદાચ આજે...

આંગળી ચીંધ્યાનું પુણ્ય!

ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વરુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિક્સી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફૂરસદે આ સાઇટ્સ જોવા...

બુઢાપો : નેટના પ્રેમમાં પડવાની ઉંમર!

દીપક સોલિયા ગુજરાતી પત્રકારત્વમાં એવું નામ છે, જે અત્યંત ઊંડી કે જબરજસ્ત ઊંચાઈ ધરાવતી વાતો પણ સાવ સહજતાથી કરી લે છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આપણા બધાની વચ્ચે રહીને, આપણી જેમ જ જીવતા દીપકભાઈ જીવનને સાવ અલગ એન્ગલથી જોઈ શકે છે અને આપણને એનો પરિચય પણ કરાવી શકે છે. આવા...

આ બ્રોડબેન્ડ આખરે છે શું?

ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચી ગયેલા આ શબ્દ અને સર્વિસની મદદથી આપણે દુનિયા આખીમાં રોજેરોજ લટાર મારીએ છીએ, પણ દીવાતળે અંધારાની જેમ, બ્રોડબેન્ડ આખરે છે શું એ બરાબર જાણતા નથી. થોડી પ્રાથમિક સમજ... આગળ શું વાંચશો? શરુઆતનાં ડાયલ-અપ કનેકશન એડીએસએલ કેબલ કનેકશન સેટેલાઈટ...

સમય સાથે બદલાતાં જ્ઞાનકોષનાં સ્વરૂપ

ગયા મહિને પ્રિન્ટેડ પબ્લિકેશન્સના એક યુગનો અંત આવ્યો! ૨૪૪ વર્ષથી પ્રિન્ટ થતા એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાની પ્રિન્ટેડ આવૃત્તિ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું. અંગ્રેજી ભાષામાં સૌથી વધુ લાંબા સમયથી પ્રકાશિત થતો આ એકમાત્ર સંદર્ભ ગ્રંથનો સંપુટ હતો. એવું કહેવામાં આવતું...

પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩

પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩ ચિત્રો-તસવીરો અને ઓડિયો-વીડિયો વગરના વેબ પેજની કલ્પના અત્યારે ન થઈ શકે, પણ ૧૯૯૩ સુધી ઇન્ટરનેટનાં વેબપેજનું સ્વરૂપ એવું જ હતુ- સીધુંસાદું, બેરંગ, ચમકદમક વગરનું. વેબપેજ પર ફોટો મૂકી શકાય ખરો, પણ લિન્ક સ્વરૂપે. ફોટો વેબપેજના ભાગ તરીકે...

“મારે બ્લોગ શરૂ કરવો છે, પણ શું લખું?”

વ્યવસાયે એન્જિીયર જીજ્ઞેશ અધ્યારુએ તેમા સાહિત્યપ્રેમને બ્લોગના માધ્યમથી એક નવો વળાંક આપ્યો છે. હોંશ જેટલી જ ચીવટથી ગમતાનો ગુલાલ કરતા જીજ્ઞેષ પોતે કલમ ચલાવે છે ત્યારે મોટા ભાગે કોઈ ઉમદા હેતુથી જ લખે છે. તમને બ્લોગ બનાવવાની  ઇચ્છા થતી હોય તો આ લેખ ઘણી નવી દિશા આપશે....

આ અમેરિકાનું અલંગ છે

કોલંબસે અમેરિકા ખંડ (ભલે ભૂલથી) શોધ્યો ત્યાર તેણે સાત સમંદરની સફર ખેડવી પડી હતી. હવે તમે માઉસને જરા અમથો ઈશારો કરીને આખી પૃથ્વીના ખૂણેખૂણા તપાસી શકો છો, ગૂગલ અર્થની મદદથી. ઉપરની તસવીર અમેરિકાના એક એર ફોર્સ બેઝની છે, જે હવે જૂનાં યુદ્ધવિમાનોનો ભંગારવાડો છે, અહીં ચાર...

ક્વિક ક્લિક્સ

આગળ શું વાંચશો? મોબાઇલનો કયો પ્લાન તમને ફાયદાકારક છે? નેટ વિનાના ફોન પર ફેસબુક મોબાઈલમાં ગુજરાતી વાંચો દુનિયાભરનાં અખબારો બુકબૂનઃ ખરેખર પુસ્તકોનું વરદાન મધુર ગીતોની મહેક ગીતા દત્તનાં ગીતોની સુરીલી સફર મદનમોહનના પરિવારનું પિતૃતર્પણ મોજમસ્તીનો મસ્ત ખજાનો માતૃત્વને...

બ્લોગ્સની મારા જીવન પર અસર

ધોધ બનીને એકધારું પડતું પાણી પર્વતને કોતરીને સરોવર રચી દે છે. મારા જીવનનો એક અનિવાર્ય અને અદ્વૈત હિસ્સો બની ગયેલા મારા બે બ્લોગ્સ મારા જીવનમાં આવું જ વહેણ, આવો જ ધોધ બનીને આવ્યા છે. આપણી આસપાસ ઘટતી નાની-મોટી બધી જ ઘટનાઓ આપણી જિંદગી પર નાની-મોટી છતાં અમીટ છાપ છોડી જાય...

હવે રિવાઇન્ડ કરો બધાં પાનાં!

છેક છેલ્લે પાને આવી ગયા? મતલબ સફર પૂરી? ના! તમે જોયું હશે એમ, આ સફર એમ તરત પૂરી થાય એવી નથી. સાવ શરૂઆતમાં લખ્યું છે એમ અહીં તો લગભગ દરેક પાને તમને તમારી ઇચ્છા અનુસાર સફરને આગળ ધપાવવાનાં અનેક કારણો મળશે.   એટલે જ આ છેલ્લું પાનું પણ છેલ્લું નથી. અહીં તમને એક કારણ...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop