આપણા ‘સાયબરસફર’ના સેકશન મુજબ શીર્ષકમાં ભલે ભવિષ્યની વાત લખી હોય, હકીકત એ છે કે આ સ્થિતિની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે! આ ફક્ત અનુમાનની વાત રહી નથી. દુનિયાના જુદા જુદા ભાગોમાં થયેલાં સંશોધનોનાં તારણો બતાવે છે કે આપણે હાથેથી લખતાં ભૂલવા લાગ્યા છીએ. ખાસ કરીને મોબાઇલ અને...
| Fast-Forward
એક સમય એવો આવશે જ્યારે… લોકો પોતાના વસિયતનામામાં યૂઝરનેમ-પાસવર્ડ જણાવશે!
લોકો પોતાના વસિયતનામામાં
યૂઝરનેમ-પાસવર્ડ જણાવશે!
શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ બુદ્ધિના સ્તરે પહોંચી ગઈ?
ગૂગલ એક એન્જિનીયરના દાવાને કંપનીએ અને બીજા નિષ્ણાતોએ નકારી કાઢ્યો, છે, છતાં, નવા સવાલો જરૂર જાગ્યા છે.
ઇન્ટરનેટની આવતી કાલ : મેટાવર્સ શું છે?
આજનું ઇન્ટરનેટ હવે જૂનું થઈ ગયું છે. અનેક કંપનીઓ કંઇક જુદા જ ઇન્ટરનેટના સર્જન માટે મથી રહી છે. હાલ બહુ ગાજતો આ ‘મેટાવર્સ’ કન્સેપ્ટ આખરે શું છે?
મેટાવર્સથી આપણું જીવન કેવું બદલાશે?
સોશિયલ મીડિયા, ગેમિંગ, ઇ-કોમર્સ વગેરે ઉપરાંત, આપણા જીવનને સ્પર્શતી બીજી ઘણી બાબતોમાં મેટાવર્સથી આમૂલ પરિવર્તન આવશે.
તૈયાર રહેજો, હવે આવે છે ક્લાઉડ પીસી
કોરોના પછીની દુનિયાના નવા હાઇબ્રિડ વર્ક કલ્ચરને ધ્યાનમાં રાખીને માઇક્રોસોફ્ટે આપણા આખા પીસીને ક્લાઉડમાં લઈ જવાની સગવડ લોન્ચ કરી છે.
સેલ્ફ-ડ્રાઇવિંગ કારઃ સફર કયા મુકામે પહોંચી છે?
ગયા મહિને, ઘણે અંશે પોતાની રીતે ચાલતી કારનો વધુ એક જીવલેણ અકસ્માત થયો. એ પહેલાં, વર્ષની શરૂઆતમાં વિશ્વની પહેલી, ઓટોનોમસ લેવલ ૩ની કાર માર્કેટમાં મૂકાઈ!
ડ્રાઇવર વિનાની કાર અત્યારે કયા તબક્કે પહોંચી છે એ આ લેખમાં તપાસીએ.
ઓટોમેશનનાં છ લેવલ : કાર ક્યારે ડ્રાઇવરલેસ બને?
ડ્રાઇવરલેસ કાર માટે જુદા જુદા દેશોમાં અલગ અગલ નિયમો છે, પણ ઓટોમેશન માટેનાં સ્ટાન્ડર્ડ લગભગ સમાન છે.
ગૂગલ સર્ચમાં હજી વધુ માહિતી મળશે!
આપણી જિંદગી હવે ગૂગલ કેન્દ્રિત થઈ ગઈ છે. કોઈ પણ બાબત માટે જાણકારી મેળવવી હોય ત્યારે આપણે તેના વિશે ગૂગલિંગ કરીએ છીએ. પરંતુ એમ કરતાં જે સર્ચ રિઝલ્ટ્સ મળે તેના વિશે વધુ માહિતી મેળવવી હોય તો? અત્યાર સુધી આપણી પાસે એક જ રસ્તો હતો - જે તે રિઝલ્ટની લિન્ક પર ક્લિક કરીને તે...
એમેઝોન વનઃ માત્ર હથેળી બતાવી કરો કોન્ટેક્ટલેસ પેમેન્ટ
કોરોનાને પગલે આખી દુનિયા સંપર્કરહિત બનવાની કોશિશ કરી રહી છે ત્યારે એમેઝોને હથેળીથી ઓળખ સાબિત કરતી પદ્ધતિ વિક્સાવી છે.
હવે આવે છે સેલ્ફ ડ્રાઇવિંગ, સ્માર્ટફેરી!
પરિવહનના અન્ય ઉપાયોની સરખામણીમાં જળપરિવહનના ઘણા ફાયદા છે, હવે તેમાં પણ સ્માર્ટ ટેક્નોલોજી વિકસી રહી છે. ભારતમાં અત્યારે પરિવહન માટે જળમાર્ગોને વિકસાવવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના ઘોઘા અને ખંભાતના અખાતના સામા છેડે દહેજ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થઈ છે અને...
નવા પ્રકારના ટ્રાન્સપોર્ટેશન પોડમાં પહેલી માનવસફર
બે શહેરો વચ્ચે ટ્યૂબમાં ખાસ પ્રકારનાં વાહનો દોડાવવાનો તુક્કો ધીમે ધીમે નક્કર વાસ્તવિકતા બનવા તરફ આગળ વધી રહ્યો છે. આખા વિશ્વમાં અત્યારે કોવિડ-૧૯ની વેકસિનની હ્યુમન ટ્રાયલ્સની ચર્ચા ચાલી રહી છે, એ દરમિયાન બીજી એક બાબતની હ્યુમન ટ્રાયલ્સ વિશે પણ જાણવા જેવું છે....
આવી રહી છે સ્માર્ટ હેલમેટ!
આપણા ગુજરાતમાં હેલમેટથી કેટલી સલામતી ને કેટલી અસુવિધા એ મુદ્દે સરકાર અને નાગરિકો આમનેસામને આવી ગયા અને આખો મુદ્દો - આપણી સલામતી માટે બહુ મહત્ત્વનો હોવા છતાં - ગૂંચવાઈ ગયો. ત્યારે દુનિયાના બીજા ખૂણે, મોટરસાઇકલિંગ પ્રેમી લોકો હેલમેટમાં સલામતી અને સુવિધા બંનેને સાંકળી...
૨૦૨૦ના દસકાના ૨૦ નવા ટેક્નોલોજી ટ્રેન્ડ: કઈ રીતે બદલશે આપણી દુનિયા?
છેલ્લા અનેક દાયકામાં આપણે ઘણું બધું નવું જોયું અને જાણ્યું - એ બધાને પ્રતાપે આવતા એક દાયકામાં દુનિયા હજી વધુ ઝડપથી બદલાશે. આવો મેળવીએ એક ઝલક. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર વિઝન, બ્લોકચેઇન, ફાઇવજી ડેટા નેટવર્ક… આ બધા શબ્દો કદાચ એક દાયકા પહેલાં...
સુપરકમ્પ્યુટર્સથી પણ અનેક ચાસણી ચઢે એવાં ક્વોન્ટમ કમ્પ્યુટર્સ આખરે છે શું?
આપણું વિશ્વ જેટલી ઝડપે ડેટા પેદા કરી શકે છે તેટલી ઝડપે તેનું પ્રોસેસિંગ કરી શકતું નથી. પરંપરાગત કમ્પ્યુટર્સની મર્યાદાનો જવાબ નિષ્ણાતોને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં દેખાય છે.
હોલોગ્રામ ટેક્નોલોજીમાં માઇક્રોસોફ્ટની અસાધારણ પ્રગતિ
માઇક્રોસોફ્ટે રજૂ કરેલા નવા ડેમો મુજબ, કોઈ વ્યક્તિ હોલોગ્રામ સ્વરૂપે વિશ્વના કોઈ પણ ખૂણે પહોંચીને, પોતે જાણતી ન હોય એવી ભાષામાં વાતચીત કરી શકે છે! હમણાં જોરદાર ગાજેલી ‘એવેન્જર્સ એન્ડગેમ’ જેવી મૂવીઝમાં માર્વેલ સુપરહીરોઝને હવામાં જ મોનિટરની જેમ ડેટા એક્સેસ કરતા...
આવી ગયો છે ઊડતો કેમેરા!
સેલ્ફીના શોખિનો માટે એક આનંદના સમાચાર - હવે આપણી સામે ઊડતો રહીને ફોટોગ્રાફ કે વીડિયો કેપ્ચર કરે એવા ડ્રોન કેમેરાનું વેચાણ શરૂ થઈ ગયું છે! સ્માર્ટફોનમાં આપણે સેલ્ફી લેતા હોઈએ ત્યારે હાથને એકદમ સ્ટ્રેચ કરીને દૂર રાખવો પડે. તેના ઉપાય તરીકે સેલ્ફી સ્ટીક આવી. પણ, સેલ્ફી...
આવી રહ્યું છે સ્માર્ટ સ્કૂટર!
વિદેશોથી વિપરિત, ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું બજાર લગભગ ખતમ થઈ ગયું છે ત્યારે, અમદાવાદમાં મોટા થયેલા એક એન્જિનીયરને એક સ્માર્ટ આઇડિયા આવ્યો. પોતાના આ સાહસ વિશે તેમણે ‘સાયબરસફર’ સાથે મોકળાશથી વાત કરી... આગળ શું વાંચશો? એજ્યુકેશનથી ઇનોવેશન સ્માર્ટ સ્કૂટર કેવી રીતે? નવા...
વર્ચ્યુઅલ રીયાલિટી કેટલી રીયલ?
થોડા સમયમાં ટેક્નોલોજી ક્ષેત્રે જે નવો બઝવર્ડ બનવાનો છે તે વર્ચ્યુઅલ રીયાલિટીથી દુનિયા કેવી બદલાશે તેનો થોડો અંદાજ મેળવીએ, સ્પોર્ટસ ક્ષેત્રે આ ટેક્નોલોજી કેવી કમાલ કરશે તેની ઝલક જાણીને. આગળ શું વાંચશો? સ્પોર્ટ્સમાં વીઆર - શા માટે? સ્પોર્ટ્સમાં વીઆર - કઈ રીતે? આવનારાં...