
યાદ છે? કોરોના સમયે ભલભલા લોકો નોકરી ગુમાવીને એવી ભીંસમાં આવી ગયા હતા કે તેમણે પોતાની રીતે ટિફિન સર્વિસ કે શાકભાજી કે અન્ય ચીજવસ્તુ વેચીને આવક ઊભી કરવાનો સમય આવ્યો હતો. અત્યારે કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. હવે અગાઉ જેવો આકરો સમય પાછો આવવાની શક્યતા નથી, પણ તમે કે તમારા જીવનસાથી નોકરી કરતા હો તો એની સાથે બીજું નાનું-મોટું કામકાજ કરીને વધારાની આવક ઊભી કરવામાં કશું ખોટું નથી. આવા વિચાર તો તમને આવતા જ હશે.