છેલ્લાં થોડાં વર્ષોથી ફોલ્ડેડ સ્માર્ટફોન ગાજે છે. અલબત્ત જેટલા ગાજી રહ્યા છે એટલા વરસી રહ્યા નથી. સેમસંગ, એલજી, માઇક્રોસોફ્ટ વગેરે કંપની સાદા કાગળની જેમ ગડી વાળીને ખિસ્સામાં મૂકી શકાય એવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લાવી રહી છે એવા સમાચાર ઘણા સમયથી ગાજતા હતા. છેવટે આ કંપનીઓએ...
ઓનલાઇન કોર્સ ઓફર કરતી કોર્સેરા કંપનીએ તેના અમુક કોર્સ ભારતીય લર્નર્સ માટે તદ્દન ફ્રી કર્યા છે, અલબત્ત મોટા ભાગના કોર્સ માટે થોડું ટેકનિકલ બેકગ્રાઉન્ડ જોઈશે.
ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં વિવિધ ફાઇલ્સનો ભરાવો થતો જાય તેમ તેમ ફોન ધીમો થતો જાય. બિનજરૂરી એપ્સ, ફોટોઝ, મ્યુઝિક વગેરેની ફાઇલ્સ નિયમિત દૂર કરવાથી ચોક્કસ ફાયદો થશે. એ ઉપરાંત, ફોનમાં આપણે જે કોઈ એપ્સનો ઉપયોગ કરીએ એ બધી એપ પોતપોતાની રીતે ફોનમાં અમુક બાબતોનો ભરાવો કરે છે...
નવી શરતોના મામલે ભારતમાં લોકો મોટા પાયે અન્ય એપ્સ તરફ વળવા લાગ્યા એ પછી વોટ્સએપે તેનું વલણ ખાસ્સું નરમ કર્યું છે (જોકે સરકારના નવા નિયમોના મુદ્દે કંપનીએ એકદમ આક્રમક વલણ અપનાવ્યું છે). વોટ્સએપના આપણા ઉપયોગ દરમિયાન તે આપણી કઈ વિગતો ફેસબુક સાથે શેર કરે છે અને કઈ બાબતો...
ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!
આ વર્ષે વર્ચ્યુઅલ સ્વરૂપે યોજાયેલી ગૂગલ આઇ/ઓ ઇવેન્ટમાં ગૂગલે તેની પોતાની પ્રોડક્ટ્સ/સર્વિસ અને આપણા સૌના જીવન-કામકાજમાં મોટાં પરિવર્તન લાવે એવી કેટલીય નવી રજૂઆતો વિશે વાત કરી.
ગૂગલ આપણા માટે શંુ લાવે છે એના પર એક નજર ફેરવીએ…
તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન બે-ત્રણ વર્ષથી વધુ જૂનો થઈ ગયો છે? અથવા તમને કોઈ મોંઘો સેકન્ડહેન્ડ ફોન, સસ્તી કિંમતે મળી રહ્યો છે? બંને પ્રકારના ફોન મોંઘા પડી શકે છે.
ફેસબુક મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ જેવી એપ્સમાં, આપણે એક જ એકાઉન્ટનો અલગ અલગ ડિવાઇસમાં ઉપયોગ કરી શકીએ છીએ. વોટ્સએપમાં એવું નથી. તેમાં આપણો મોબાઇલ નંબર એ જ આપણો એકાઉન્ટ છે અને તેથી, એ મોબાઇલ નંબર ધરાવતા સ્માર્ટફોન સિવાય બીજે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. પીસી કે લેપટોપમાં...
વિશ્વની વસતી સાડા સાત અબજના આંકે પહોંચવા આવી છે ત્યારે એન્ડ્રોઇડના પ્લે સ્ટોરમાંથી સંખ્યાબંધ એપ્સની ડાઉનલોડ સંખ્યા પાંચ અબજના આંકને ઓળંગી ગઈ છે. હજી હમણાં સુધી કુલ ૧૩ એપ આ આંકને વટાવી શકી હતી. તેમાંથી ૧૧ એપ ગૂગલની પોતાની છે. આમ જુઓ તો આમાં બહુ નવાઈની વાત નથી કારણ કે...
એપલે તેના એપ ડેવલપર્સ માટે તેઓ યૂઝરનો ક્યો ડેટા કેવી રીતે અને ક્યા હેતુ માટે એકઠો કરે છે તે દર્શાવવાનું ફરજિયાત કર્યું છે તેને પગલે હવે ગૂગલ પણ આ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. આવતા વર્ષના શરૂઆતી મહિનાઓમાં પ્લે સ્ટોરમાં આ નવી નીતિ લાગુ થઈ જશે. આ નવી નીતિ મુખ્યત્વે...
વર્ક ફ્રોમ હોમ કરતા મોટા ભાગના એમ્પ્લોઇની ફરિયાદ હોય છે કે ઓફિસે જઇને કામ કરવાની સરખામણીમાં વર્ક ફ્રોમ હોમમાં સરવાળે વધુ જ કામ કરવાનું થાય છે. તમને આવી ફરિયાદ હોય કે ન હોય કંપનીઓને કામકાજનું આ નવું મોડલ બરાબર માફક આવી જાય એવું લાગે છે. ગલનો દાખલો લઇએ તો આખી દુનિયામાં...
આપણને જે સોશિયલ મીડિયા સર્વિસિસ હવે ઓક્સિજન જેવી લાગે છે, એ દેશમાં બંધ કરવા સુધીની નોબત કેમ આવી એની થોડી વાત કરી લઈએ. સોશિયલ મીડિયાના યૂઝર અને ભારત દેશના નાગરિક – બંને તરીકે આપણે આ બાબતો જાણવી જરૂરી છે.
ભારતમાં પણ હવે ડ્રોનથી ડિલિવરીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે. ગયા મહિને આ દિશામાં એક નક્કર પગલું પણ ભરવામાં આવ્યું. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ૨૦ સંસ્થાઓને ડ્રોનના ‘બિયોન્ડ વિઝ્યુઅલ લાઇન ઓફ સાઇટ’ એટલે કે દેખીતી નજરથી આગળ જઈ શકે એવા પ્રાયોગિક ઉડ્ડયનો માટે...
ગેમ્સ, મૂવીઝ, એડવર્ટાઇઝિંગ…
આ બધામાં જે વાસ્તવમાં શક્ય જ નથી,
એ દર્શાવવાનો ટ્રેન્ડ જબરજસ્ત લોકપ્રિય થઈ રહ્યો છે.
આ ટ્રેન્ડ તમારા માટે નવી કારકિર્દીની અનેક તક આપે છે.
આપણે વિવિધ ગેમ્સ અને મૂવીઝમાં જે જોઈ રહ્યા છીએ તે એગમેન્ટેડ, વર્ચ્યુઅલ, મિક્સ્ડ અને એક્સટેન્ડેડ રિયાલિટીની ભેળસેળ છે.
પરંતુ તેનો ઉપયોગ એન્ટરટેઇન્મેન્ટ પૂરતો સીમિત નથી.
કોઈનો જીવ સ્માર્ટવોચને કારણે બચી શકે, એમ કોઈ કહે તો તમે માનો? એવું હકીકતમાં બન્યું છે! ડૂબતા યુવાનને સ્માર્ટવોચનું તરણું મળ્યું બન્યું એવું કે યુકેના અંતરિયાળ વિસ્તારમાં સાયકલિંગ કરી રહેલા એક સાયકલિસ્ટે સાયકલ પર જ એક નદી ઓળંગવાની કોશિશ કરી. એ જરા વધુ પડતો સાહસિક હશે,...