ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫ વેબસાઇટનું નામ હતું વિકીવિકીવેબ. તેનો હેતુ ફક્ત લોકો માટે નહીં, પણ લોકો દ્વારાની ભાવના અમલી બનાવવાનો હતો. વેબસાઇટ પર ગણ્યાગાંઠ્યા લોકો લખે ને બાકીના ફક્ત વાંચે એવું નહીં. અમુક મયર્દિામાં રહીને સૌ સાઇટ પરની સામગ્રીમાં...
ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬ ૧૯૨૦ના દાયકામાં અમેરિકાના વિજ્ઞાની રોબર્ટ ગોડર્ડે રોકેટના જોરે ચંદ્ર સુધી પહોંચવાની વાત કરી ત્યારે ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ જેવા પ્રતિષ્ઠિત અખબારે તેમની હાંસી ઉડાવી હતી, પણ ‘એપોલો ૧૧’ યાનની સફળ ચંદ્રયાત્રા પછી ૧૭,...
સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧ ખગોળઅભ્યાસી વિલિયમ હર્ષલે આકાશભણી ટેલિસ્કોપ માંડીને યુરેનસ ગ્રહની હાજરી પહેલી વાર નોંધી ત્યારે તેમને એ ગ્રહને બદલે ધૂમકેતુ લાગ્યો હતો. અગાઉના ખગોળશાસ્ત્રીઓ તેની હાજરી નોંધી ચૂક્યા હતા, પણ તેનો વધુ અભ્યાસ કરીને પ્રચલિત ગ્રહોમાં સ્થાન...
ટેલિફોનનો સફળ પ્રયોગ : ૧૦ માર્ચ, ૧૮૭૬ ડેશ અને ડોટના મોર્સ કોડ થકી મોકલાતા ટેલિગ્રાફ સંદેશાની બોલબાલા હતી, ત્યારે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ અને એલિશા રે પોતપોતાની રીતે અવાજને મોજાં સ્વરૂપે એક છેડેથી બીજા છેડે મોકલવાના પ્રયોગ કરી રહ્યા હતા. બન્નેનું કામ લગભગ સાથે પૂરું...
આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને...
ફેસબુક આજની ‘યંગ’ અને ‘હેપ’ જનરેશન માટે છે એવું માનતા હો તો તમે ભૂલ કરો છો. ગુજરાતીઓને સાત્વિક વાંચન તરફ વાળનારા મહેન્દ્રદાદા ૮૯ વર્ષે પણ ફેસબુકને ‘લાઇક’ કરે છે! એમના અનુભવો ઉર્વીશ કોઠારીની કલમે. "પહેલાં મને એવું હતું કે ફેસબુક એટલે એવી જગ્યા જ્યાં નવરા લોકો અરસપરસ...
ગયા મહિને ફેસબુકે આઇપીઓની અરજી ફાઈલ કર્યા પછી આ સોશિયલ નેટવર્ક જાયન્ટનાં આર્થિક પાસાંની કેટલીય રસપ્રદ વાતો પ્રકાશમાં આવી છે... સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક્ટિવ સભ્યો બીજી સાઇટ્સ પર કેટલો ટ્રાફિક મોકલી શકે છે અને અંતે એની કંપનીને કેટલો બિઝનેસ મળે છે એના આધારે સોશિયલ...
અહીં બાજુમાં જે આપ્તોયું છે એ તો ફક્ત હળવાશભરી કલ્પના છે, પણ સોશિયલ મીડિયા છે જબરજસ્ત પાવરફુલ. તેની તાકાત સમાયેલી છે આંખના પલકારામાં એક સાથે અનેક લોકો સુધી પહોંચવાની તેની ક્ષમતામાં. હમણાં ટીવી પર પેલી ‘જજસા’બ, એક નહીં, અનેક ચશ્મદીદ ગવાહ હૈં’ વાળી જાહેરાત જોતા જ હશો!...
સન ૨૦૨૦માં ઇન્ટરનેટ વાપરનારા કેટલા હશે તેના કરતાં તે કઇ રીતે અને ક્યાં ક્યાં વપરાશે તે જાણવું રસપ્રદ છે. એક ચક્કર લગાવીએ આંકડા અને અનુમાનોની દુનિયામાં! આપણે કેવા રસપ્રદ સમયમાં જીવીએ છીએ! જીવનના છ-સાત દાયકા પૂરા કરી લેનારા લોકોને પૂછો તો એ કહેશે કે "એક જમાનામાં અમે...
ઇન્ટરનેટનો કોઈ એક માલિક નથી એટલે, પરીકથાના રાજકુમારની જેમ સતત વધતા આ જીનનો ફેલાવો કેટલો એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પણ ઇન્ટરનેટની પાયાની જરિયાત સમાન ડોમેઇન રજિસ્ટ્રેશન સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓની વિગતો પરથી કંઈક અંદાજ મળી શકે છે. એક અગ્રગણ્ય સાઇટ મેશેબલ પર એકઠી...
દરેક વાત માટે ગૂગલમાં સર્ચ કરી લેવું આસાન છે, પણ જો ધાર્યાં પરિણામ ઝડપી જોઈતાં હોય તો ગૂગલના સર્ચ એન્જિનમાં સમાયેલી કેટલીક ખાસ ખૂબીઓ જાણી લેવા જેવી છે. (સ્રોત...
અંગ્રેજી ભાષા પર તમારી પકડ કેવીક છે? તમે જે સ્તર પર હો તેનાથી ઊંચે પહોંચવું હોય તો ઇન્ટરનેટ પર તમને મદદરૂપ થાય તેવી સંખ્યાબંધ સાઇટ્સ અને ફ્રી-ઈ-બુક્સ ઉપલબ્ધ છે. અહીં પહેલા ડોઝ તરીકે, ફક્ત ત્રણ ફ્રી ઈ-બુક્સની માહિતી આપી છે. ડાઉનલોડ કરો, વાંચો, વિચારો અને ગમે તો એવી...
કાગળ ને પેનથી થઈ શકે એવાં ઘણાં ખરાં કામ હવે માઇક્રોસોફ્ટ કંપનીના વર્ડ પ્રોગ્રામમાં થય છે. આ પ્રોગ્રામી કેટલીક પાયાની બાબતો વિશે તમે કેટલુંક જાણો છો? તપાસી જુઓ! ૧. સેવ કરેલી ફાઇલ શોધીને જોવી હોય તો ક્લોઝ કમાન્ડ પસંદ કરો ન્યૂ કમાન્ડ પસંદ કરો સેવ કમાન્ડ પસંદ કરો ઓપન...
ડોક્ટર, આ મારો દીકરો યશ છે. એ આઠમા ધોરણમાં ભણે છે. અમે અત્યારે તો એમને મોર્નિંગ સ્કૂલમાં રાખ્યો છે. હમણાંથી યશ આખો દિવસ ઇન્ટરનેટ ઉપર જ વીડિયો ગેમ્સ રમ્યા કરે છે. અમે લોકો એને જે કરવું હોય તે કરવા દઈએ છીએ. અમારા તરફથી પહેલેથી જ બધી છૂટ છે, પણ એક પ્રોબ્લેમ થયો છે અમે...
બ્લોગ એટલે શું એની જાણ એક મિત્ર દ્વારા થઈ ત્યારે આંખમાં વિસ્મય સહિતનું આશ્ચર્ય છલકાયું હતું. મોટી વયે કમ્પ્યુટર શીખી, ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશી એય ઓછું રોમાંચકારી નહોતું. બ્લોગ વિશ્વને તો ઓહોહોહો થઈ ગયું. બ્લોગ શરુ કરવાનુંયે મન થયું. એ મિત્રની મદદ તો ન મળી પણ...
ઓસ્સમ! યાદ કરો, છેલ્લે તમે ખરા દિલથી આ શબ્દ કે એનો ગમે તે પર્યાય ગુજરાતી કે હિન્દી કે ઊર્દૂ શબ્દ ક્યારે બોલી પડ્યા હતા? ‘બોલી પડ્યા હતા’ એમ કહેવું જ યોગ્ય ગણાય કેમ કે આ તો ખરાખરીનો, સાચ્ચેસાચ્ચો ઉદગારવાચક શબ્દ છે, એ બોલાય નહીં, એ તો દિલમાં ઊગે ને મોંને ખબર પડે ન પડે...
ઇન્ટરનેટ પર હવે તો કેટકેટલી જગ્યાએ આપણે ખાતાં ખોલાવીએ છીએ! જેટલી નવી સર્વિસ જાણીએ એટલી વાર નવું ખોલવવાનું અને દરેક જગ્યાએ નવો પાસવર્ડ યાદ રાખવાનો. યાદશક્તિની પછી હદ આવે કે નહીં? એક ભેજાબાજે એનો સરસ ઉપાય શોધી કાઢ્યો. એ દરેક સર્વિસમાં પાસવર્ડ રાખે છે Incorrect જ્યારે પણ...
જેની સ્થાપનાને હજી એક દાયકો પણ થયો ન હોય એ કંપની વિશ્વમાં સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી કંપની બને તેવી શક્યતા ઊભી થાય, એ કલ્પના પણ કેટલી રોમાંચક છે! આપણી દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. ફેસબુક વાસ્તવમાં, ઇન્ટરનેટ પર અત્યંત વિરાટ સ્વરૂપ ધારણ કરી...
આગળ શું વાંચશો? તમારો મેઈલ બીજું કોઈ વાંચી શકે? તારી ક્લિકનો બંધાણી.... ગૂગલ સર્ચ સમજાવતો વીડિયો તમારો મેઈલ બીજું કોઈ વાંચી શકે? હમણાં આવી એડ્સનું પ્રમાણ થોડું ઘટ્યું છે, પણ થોડા સમય પહેલાં હરીફ કંપનીઓ એકબીજાની પ્રોડક્ટસ અને બ્રાન્ડ એમ્બેસેડરી ઠેકડી ઉડાવતી જાહેરાતોના...
સોશિયલ મીડિયામાં અત્યારે સૌથી વધુ ગાજતું નામ છે પિન્ટરેસ્ટ. શું છે આ સર્વિસમાં? જાણીએ વિગતવાર. આગળ શું વાંચશો? પિન્ટરેસ્ટનો ધમાકેદાર પ્રવેશ પિન્ટરેસ્ટ એક્ઝેટલી શું છે? પિન્ટરેસ્ટમાં એકાઉન્ટ કેવીરીતે ખોલાવશો? ફોટોઝ કેવી રીતે એડ કરશો? આ રીતે પણ થઈ શકાય પિન્ટરેસ્ટ પર...
આપણે ગૂગલના સર્ચ બોક્સમાં કંઈક લખીએ અને તરત જ ગૂગલ એ શબ્દ ધરાવતાં અસંખ્ય પેજીસની યાદી આપણી સામે મૂકે છે, જે મોટા ભાગે આપણે ઇચ્છતા હોઈએ એ જ બતાવે. અવું કઈ રીતે થાય છે? વેજ પેજીસમાં શોધ : ગૂગલ સર્ચ એન્જિન તેની આગવી ટેક્નોલોજીથી ઇન્ટરનેટ પરનાં અબજો પેજીસનો ઇન્ડેક્સ કરતું...
જે એક સમયે ચોરે, ઓટલે, ગલ્લે કે કિટલીએ થતી તે ચર્ચાનો દોર હવે ઇન્ટનેટ પર આખી દુનિયા સુધી વિસ્તર્યો છે. પરંતુ સોશિયલ મીડિયાની આ સમાંતર દુનિયા ટેક્નોલોજીથી એટલી સમૃદ્ધ છે કે તે વ્યક્તિગત સંબંધો અને બિઝનેસનાં સમીકરણો બદલી રહી છે આગળ શું વાંચશો? જમા પાસા ઉધાર પાસા સોશિયલ...