by Himanshu Kikani | Aug 1, 2026 | ૧૭૪, ઓગસ્ટ ૨૦૨૬
તમારી સૌથી મૂલ્યવાન સંપત્તિ તમારો સમય છે. – કુણાલ શાહ, વોટ્સએપના નવા ગ્લોબલ હેડ મેટા કંપનીએ ભારતીય ફિનટેક સ્ટાર્ટઅપ ‘ક્રેડ’માં જંગી રોકાણ કર્યું અને તેના સ્થાપક કુણાલ શાહને વોટ્સએપના નવા ગ્લોબલ હેડ બનાવ્યા એ પછી ભારતમાં કુણાલ શાહનું નામ વધુ જાણીતું બન્યું છે....
by Himanshu Kikani | Aug 1, 2026 | ૧૭૪, ઓગસ્ટ ૨૦૨૬
વોટ્સએપ આપણે રોજેરોજ ઓપન કરીને તેમાં ચેટ્સમાં ઝંપલાવીએ છીએ. હવે થોડું વોટ્સએપમાં જ ઊંડા ઊતરીએ. આપણે સૌ રોજે રોજ સવારથી રાત સુધી (ક્યારેક તો અડધી રાત્રે પણ!) વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ. આપણી સવાર ગુડ મોર્નિંગ મેસેજથી પડે. આપણે પોતપોતાના ફેવરિટ ગ્રૂપ્સમાં એકબીજાને ગુડ...
by Himanshu Kikani | Aug 1, 2026 | ૧૭૪, ઓગસ્ટ ૨૦૨૬
હમણાં એક જગ્યાએ એક જરા સ્માર્ટ હોર્ડિંગ જોયું. કોઈ ઇન્સ્યોરન્સ કંપનીની એ જાહેરાત હતી. તેમાં લખ્યું હતું કે ‘‘તમે કઈ તારીખે નિવૃત્ત થશો એ તમે નક્કી નહીં કરી શકો, કદાચ એઆઇ નક્કી કરશે. અણધારી નિવૃત્તિ માટે અત્યારથી જ તૈયારી કરો.’’ એ હોર્ડિંગ તો આપણી વાસ્તવિક કારકિર્દી...
by Himanshu Kikani | Aug 1, 2026 | ૧૭૪, ઓગસ્ટ ૨૦૨૬
એઆઇ ચેટબોટ્સ આપણી ઘણા પ્રકારની રોજિંદી તકલીફોનો ઉપાય આપી શકે છે – યોગ્ય રીતે પૂછીએ તો. અમેરિકામાં રહેતા એક પરિવારના નજીકના સંબંધીને હાર્ટએટેક આવ્યો. તેમને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં તેમને ચારેક કલાક માટે સારવાર આપવામાં આવી, પરંતુ તેમને...
by Himanshu Kikani | Aug 1, 2026 | ૧૭૪, ઓગસ્ટ ૨૦૨૬
હવે આપણને સૌને વાતવાતમાં ચેટજીપીટી કે જેમિનાઇ જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ચેટબોટની સલાહ લેવાની આદત પડી ગઈ છે. એ સલાહ આપણે પોતાના પૂરતી સીમિત રાખીએ ત્યાં સુધી તો વાંધો નહીં, પણ તેનો વગર વિચાર્યે ક્યાંક ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ તો ભરાઈ પડવા જેવું પણ થાય. હમણાં...