fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઇનો લાભ હવે ખરા અર્થમાં વિસ્તરશે

એકાદ દાયકા પહેલાં આપણે કોઈએ કલ્પના પણ કરી નહોતી કે આપણે સૌ આંગળીના ઇશારે ને આંખના પલકારે રૂપિયાની લેવડ-દેવડ કરતા થઈ જશું.

છેક શરૂઆતમાં મોબાઇલ વોલેટને કારણે, પછી નોટબંધી અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને કારણે ભારતમાં ડિજિટલ પેમેન્ટે વેગ પકડ્યો. એ પછી કોરોના મહામારી આવી. સૌ એકબીજાને સીધો સ્પર્શ કરતાં તો ઠીક, એકબીજાએ સ્પર્શ કરેલી ચીજવસ્તુઓને અડતાં પણ ગભરાય એવો સમય આવ્યો એટલે કોન્ટેક્ટલેસ પેમેન્ટને હજી વધુ હવા મળી.

મૂળ યુપીઆઇની વ્યવસ્થા પોતે સારી હતી કે છે અને તેમાં તેને કોરોના જેવી આફતમાં વરદાન જેવી સ્થિતિનો સાથ મળ્યો એટલે યુપીઆઇથી થતી લેવડદેવડ ભારતમાં સતત વધી રહી છે.

November-2015

હજી હમણાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ જાહેરાત કરી છે કે ચેકના ક્લિઅરિંગમાં અગાઉ દિવસો લાગતા હતા, તેને બદલે હવે ગણતરીના કલાકોમાં ક્લિઅરિંગ થઈ શકશે – પરંતુ આ ફેરફાર કે ઝડપની કોઈને ખાસ જરૂર રહી નથી કેમ કે રૂપિયાની લેનદેન હવે યુપીઆઇ, આઇએમપીએસ, નેફ્ટ કે આરટીજીએસ વગેરે વિવિધ ડિજિટલ સ્વરૂપે ફટાફટ થવા લાગી છે.

આમ છતાં, યુપીઆઇમાં હજી કંઈક ખૂટતું હતું.

આપણા જ પરિવારના અમુક સભ્યો હજી યુપીઆઇનો લાભ લઈ શકતા નથી. કાં તો એ સગીર વયનાં બાળકો હોય, જેમનું બેન્ક એકાઉન્ટ ન હોય, અથવા વડીલો હોય, જેમનું બેન્ક ખાતું તો હોય, પણ સતત વધતા ઓનલાઇન ફ્રોડને કારણે તેઓ યુપીઆઇ વ્યવસ્થાનો લાભ લેતાં ખચકાતા હોય.

આ બધાના ઉપાય તરીકે હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ ‘યુપીઆઇ સર્કલ’ નામે ડેલિગેટેડ પેમેન્ટનો નવો કન્સેપ્ટ રજૂ કર્યો છે.

અત્યારે એ ફક્ત કન્સેપ્ટ છે, પણ તેને નક્કર આકાર મળતાં વાર નહીં લાગે કેમ કે યુપીઆઇ વ્યવસ્થામાં સંકળાયેલા સૌ કોઈને તેના અમલ વિશેની વિસ્તૃત ગાઇડલાઇન ટૂંક સમયમાં મળી જશે. એ પછી, હવે જે રીતે આપણે એક જ વોટ્સએપ એકાઉન્ટનો અલગ અલગ ડિવાઇસમાં ઉપયોગ કરી શકીએ છીએ એ રીતે એક જ બેન્ક એકાઉન્ટ સાથે કનેક્ટેડ યુપીઆઇ એકાઉન્ટનો પરિવારના અલગ અલગ લોકો ઉપયોગ કરી શકશે – પોતપોતાના મોબાઇલમાંથી!

યુપીઆઇના પ્રારંભથી આપણે ‘સાયબરસફર’માં મોબાઇલ વોલેટ્સ અને યુપીઆઇ વિશેની દરેક ખબર કે પહેલને વિસ્તૃત રીતે કવર કરી છે.

આ અંકમાં પણ, આપણને સૌને સીધી રીતે સ્પર્શતા યુપીઆઇ સર્કલની વિસ્તૃત સમજ આવરી લીધી છે. તમારી યુપીઆઇ એપમાં આ ફીચર આવી જશે ત્યારે આ જાણકારી ઉપયોગી થશે!                                            


– હિમાંશુ

(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!