આપણે વાત વાતમાં કહેતા હોઇએ છીએ કે ‘‘જ્યારે ઉપર જવાનું થશે ત્યારે ભગવાનને પૂછીશું કે તમે આ વાતમાં આમ કેમ કર્યું?’’ ભગવાન સાથે તો વાત થાય ત્યારે, હવે ભૂતકાળ બની ગયેલા લોકોને તમે કંઈ પૂછવા માગતા હો તો એ શક્ય બની ગયું છે! જેમ કે ગાંધીજીને પૂછવું હોય કે તેમણે ભારત-પાકિસ્તાનના ભાગલા શા માટે થવા દીધા? સરદારને પૂછવું હોય કે તમે જ ભારતના વડાપ્રધાન કેમ ન બન્યા? અથવા મહંમદ રફી કે કિશોરકુમાર કે લતાદીદીને તેમના કોઈ ફેવરિટ ગીત કે સંગીતકાર વિશેની વાતો પૂછવી હોય તો એ હવે શક્ય છે!