
દસ-બાર વર્ષ પહેલાં આવેલી પેલી મજાની મૂવી ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ યાદ છે? શ્રીદેવીની કમબેક મૂવી જેવી આ ફિલ્મ તેના લીડ કેરેકટર શશી આસપાસ ગૂંથાયેલી હતી.
શશી એકદમ ટિપિકલ ભારતીય ગૃહિણી. આખા ઘરની બધી જવાબદારી સંભાળે. પોતાના ઘરેલુ કામકાજમાં એકદમ હોંશિયાર. પરંતુ ઇંગ્લિશ બોલવા-સમજવામાં કાચી. આ કારણે વેલ-એજ્યુકેટેડ પતિ અને નવા સમયની ટીનેજર દીકરી, બંને તરફથી શશી ઘરમાં વારંવાર મજાકનો ભોગ બને.