થોડા સમયથી આઇપીએલની જુદી જુદી મેચ તમે ટીવી પર જોતા હો તો તેમાંની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વિશેની એક જાહેરાતે તમારું ધ્યાન ખેંચ્યું હશે. જાહેરાત એવી છે કે એક વ્યક્તિ કંઈક ઓનલાઇન ઓર્ડર કરે છે. ડિલિવરી પર્સન આવીને પોતાના ફોન પર ક્યૂઆર કોડ બતાવીને કહે છે કે રૂ. ૨૦૦નું પેમેન્ટ કરવાનું છે. ઓનલાઇન ઓર્ડર કરનારી પેલી વ્યક્તિ ખીચોખીચ રૂપિયા ભરેલી ખુલ્લી તિજોરી બતાવીને કહે છે કે ‘ઉઠા લો!’