
અત્યારે તમે આ વાંચી રહ્યા છો એટલે એટલું તો નક્કી કે તમને વાંચનમાં રસ છે અને ટેક્નોલોજીમાં પણ રસ છે! વાંચનમાં ખરેખરો રસ હશે તો તમને ટેક્નોલોજી ઉપરાંત બીજા પાર વગરના વિષયોમાં પણ રસ હશે. કોઈ પણ પ્રકારના વાંચનની મજા જ આ છે, એ અનેક દિશાઓ ખોલી આપે છે.
તકલીફ એ છે કે હવે આપણા હાથમાંથી ફોન છૂટતો નથી અને પુસ્તકો બહુ મોંઘાં થઈ ગયાં છે એવું બહાનું હાથવગું જ રહે છે.