Warning: Attempt to read property "post_title" on null in /home/u769407489/domains/cybersafar.com/public_html/wp-content/plugins/hide-page-and-post-title/hide-page-and-post-title.php on line 90 July-2016 Archives - CyberSafar
આજે માત્ર પ્રશ્નોનો મારો કરવો છે! પરીક્ષા માંડ પતી છે કે પતવામાં છે, ત્યાં ફરી પ્રશ્નો કેમ? એવો સવાલ કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ લેખના અંતે ફક્ત એ એક સવાલનો જવાબ આપ્યો છે. બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધવાના! તમને જીમેઇલમાં જરૂરિયાત મુજબ ફિલ્ટર્સ સેટ...
આજે પહેલી એપ્રિલે તમારા મિત્ર કે સ્વજનના કમ્પ્યુટરને નિશાન બનાવીને તમે કેટલીક હળવી મજાક-મસ્તી કરતાં કરતાં કમ્પ્યુટર સાથે વધુ દોસ્તી કેળવી શકો છો, આ રીતે... આગળ શું વાંચશો કીબોર્ડમાં ગરબડ-સરબડ, સાથે જાણો વિન્ડોઝમાં વિવિધ ભાષાના લે-આઉટની સમજ માઉસ સાથે મગજમારી, સાથે...
ગુજરાતી એક્ટર પરેશ રાવલને ચમકાવતી મૂવી ‘ઓહ માય ગોડ!’ને પેલો ડાયલોગ યાદ છે? ‘‘વૈસે ભી કાફી સાલોં સે માર્કેટ મેં નયા ભગવાન નહીં આયા હૈ...!’’ કમ્પ્યૂટર અને ઇન્ટરનેટની બાબતે લગભગ એવી જ સ્થિતિ હતી. કમ્પ્યૂટર પોતે જ બહુ જૂનાં, એ પછી ૧૯૭૪માં પર્સનલ કમ્પ્યૂટર આવ્યાં. પછી ...
આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઇ) આવી રહી છે.... અને આપણે હજી તૈયાર નથી! - ડેમિસ હસાબિસ, સીઇઓ, ગૂગલ ડીપમાઇન્ડ હજી હમણાં, ‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૨૫ અંકના સ્વાગત લેખમાં આપણે વાત કરી હતી કે આપણે એઆઇના સાચા ઉપયોગ માટે તૈયાર નથી. હવે એ જ વાત ગૂગલની એઆઇ રિસર્ચ લેબ...
આપણી સમજ એવી છે કે ડ્રાઇવરલેસ કાર્સની બાબતે ગાજ્યા મેહ વરસ્યા નથી. આ વિશે ગાજવીજ ઘણી થઈ, પરંતુ ધારી ઝડપે પ્રગતિ થઈ નહી અને હજી પણ આપણે રસ્તાઓ પર કોઈ ડ્રાઇવર વિનાનાં વાહનો ફરતાં જોવા મળે એવા દિવસોની રાહ જ જોવાની છે. બીજી તરફ હકીકત કંઈક જુદી હોય તેવું લાગે છે. ગૂગલની...
મેટા અને અન્ય કંપનીઓ હવે સ્માર્ટ ચશ્મા પર ફોકસ કરી રહી છે, જે સ્માર્ટવોચની હરીફાઇ કરે તેમ છે. એપલ, ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓ સાથે મળીને ફક્ત એક જાયન્ટ ટેક કંપની બની જાય તો શું થાય? વર્ષ ૨૦૧૭માં આવેલી ‘ધ સર્કલ’ નામની એક મૂવીમાં આવી કલ્પના કરવામાં આવી હતી (નેટફ્લિક્સ...
અહીં સહજ વાતચીત, ચિંતન-જ્ઞાન અને હસી-મજાકની સાથે જોખમો પણ છે આ વિચિત્રતા જુઓ - જે લોકો ‘યુપીઆઇ તો બહુ જોખમી’ એમ કહીને તેનાથી દૂર રહે છે, એ જ લોકો વોટ્સએપ પર પહેલી જ નજરે જે તરકટી લાગે એવા મેસેજ પર ક્લિક કરતાં અને તેને આગળ પોતાના મિત્રો-સ્વજનોને ફોરવર્ડ કરતાં ખચકાતા...
ટાઇમલાઇન હવે સ્માર્ટફોનમાં જ સેવ થશે, પણ ઇચ્છીએ તો બેકઅપ લઈ શકાશે. આગળ વાંચતાં પહેલાં, એટલું કહો કે ત્રણ દિવસ પહેલાં, તમે સાંજે સાડા સાત વાગ્યે ક્યાં હતા? એના ચાર કલાક પહેલાં ક્યાં હતા? તમે બે-પાંચ િદવસ પહેલાં, કોઈ મોલમાં ફરવા ગયા હતા, પણ એ દિવસ અને સમય ચોક્કસ કયાં...
એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ પ્લે સર્વિસિસ મારફત એન્ડ્રોઇડ એક નવું ઉપયોગી સિક્યોરિટી ફીચર ઉમેરાઈ રહ્યું છે. ધ્યાન આપશો કે આ ફીચર સમગ્ર એન્ડ્રોઇડ વર્ઝન અપડેટ તરીકે આવી રહ્યું નથી. મતલબ કે આપણે તેનો લાભ લેવા માટે ફોનમાં એન્ડ્રોઇડના નવા વર્ઝનનો લાભ મળે ત્યાં સુધી રાહ જોવી પડશે...
અત્યાર સુધી વોટ્સએપમાં આપણી બધી વાતચીત આપણા ખરેખરા સ્વજનો અને મિત્રો સાથેની રહી છે. જોકે મેટા કંપનીએ તોતિંગ કિમતે વોટ્સએપ ખરીદી લીધા પછી કંપની સતત તેમાંથી કમાણી કરવાના રસ્તા શોધી રહી છે. એ માટે વોટ્સએપમાં ચેનલ અને કમ્યૂનિટી જેવાં ફીચર ઉમેરાયાં. જોકે કંપની તેમાંથી કોઈ...
થોડા સમય પહેલાં મેટા કંપનીએ ઇન્સ્ટાગ્રામનો ટીનેજર્સનો ઉપયોગ વધુ સલામત બનાવવા માટે તેમાં ‘ટીન્સ એકાઉન્ટ’ નામે એક નવી વ્યવસ્થા લાગુ કરી હતી. આ વ્યવસ્થા ભારતમાં પણ અમલમાં મૂકાઈ ગઈ છે. હવે સમાચાર છે કે મેટા કંપનીએ આ જ વ્યવસ્થા તેનાં અન્ય બે પ્લેટફોર્મ ફેસબુક અને...
વોટ્સએપમાં ચોક્કસ મેસેજ સર્ચ કરો છો? આમ તો વોટ્સએપમાં આપણે કોઈ ચોક્કસ મેસેજ શોધી રહ્યા હોઇએ તો વોટ્સએપનું સર્ચ બોક્સ એ માટે ખાસ્સું પાવરફૂલ છે. આપણે જે મેસેજ શોધી રહ્યા હોઇએ એ વ્યક્તિ કે ગ્રૂપનું નામ મગજમાં હોય તો સીધા તેમાં પહોંચી શકીએ અને પછી તેમાં રહેલા મેસેજને આગળ...