તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં મેટા એઆઇ ઉમેરાઈ ચૂકી છે. એ કારણે વોટ્સએપના હોમસ્ક્રીન પર સૌથી ઉપર સર્ચ બોક્સમાં મેટા એઆઇની મલ્ટિકલર રિંગ જોવા મળે છે અને તેની સાથોસાથ ‘આસ્ક મેટા એઆઇ ઓર સર્ચ’ લખેલું જોવા મળે છે. આ સર્ચ બોક્સમાં કંઈ પણ લખીને આપણે વોટ્સએપના વિવિધ મેસેજમાં...
| Artificial Intelligence
કેવી હશે ભવિષ્યની એઆઇ?
એઆઇ ટેનોલોજી ઝડપભેર આગળ વધી રહી છે ત્યારે તેનાં આગામી સ્વરૂપ જાણીએ. થોડા સમય પહેલાં, વોટ્સએપમાં તમે કદાચ એક મેડિકલ એઆઇ ચેટબોટની ક્ષમતા દર્શાવતી જાહેરાતનો વીડિયો જોયો હશે. એ જાહેરાત તથા એ ભારતીય કંપનીની વેબસાઇટ મુજબ, આ ચેટબોટ આપણને ડોક્ટર જેવું જ માર્ગદર્શન આપી શકે છે!...
‘લાઇવ’ એઆઇ ચેટિંગનો પૂરો લાભ લેવા માટે તમે તૈયાર છો?
ગૂગલ જેમિની અને ચેટજીપીટીના યુદ્ધમાં હવે ‘વોઇસ’ ઉમેરાયો છે – આપણે તેનો સ્માર્ટ ઉપયોગ શીખવો રહ્યો.
એઆઇની બુદ્ધિ સતેજ કરતી વિવિધ ટેક્નોલોજી
એઆઇ ટેક્નોલોજી સતત વિકસી રહી છે અને આપણે તેની પાસેથી અનેક પ્રકારનાં કામ લઈ શકીએ છીએ, પરંતુ આ બધું કેવી રીતે શક્ય બને છે, એઆઇ પાછળ કઈ કઈ ટેક્નોલોજી કામ કરે છે, એ સમજવું હોય તો આ લેખમાં એ મુદ્દાઓ પર જ ફોકસ રાખ્યું છે. આ નવી ટેક્નોલોજિસ અને કન્સેપ્ટ્સ સમજીશું તો એઆઇ વધુ ઉપયોગી થશે.
વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા વગેરેમાં આવી ગઈ મેટા એઆઇ
મેટાની એપ્સમાં એઆઇ આવતાં, હવે એઆઇ સૌની આંગળીના ટેરવે પહોંચી ગઈ છે – પણ એ ખરેખર જરૂરી છે?
ફોટોઝ એપમાં મનગમતા ફોટો શોધો – એકદમ સહેલાઈથી, એઆઇથી
રોજિંદા જીવનમાં એઆઇનો ઉપયોગ સતત જુદી જુદી રીતે વિસ્તરી રહ્યો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એક હનુમાન કૂદકો: હનુમાન એઆઈ
‘સાયબરસફર’ના પ્રથમ અંકથી સંકળાયેલા, સાવરકુંડલાના શિક્ષકમિત્ર કનાલા ધર્મેન્દ્રભાઈએ મોકલેલા આ લેખની જેમ, તમે પણ ‘સાયબરસફર’માં પ્રકાશિત કરવા યોગ્ય લેખ મોકલી શકો છો : himanshu@cybersafar.com
વિન્ડોઝ પીસીમાં એઆઇ!
ઇન્ટરનેટ પર એઆઇ ચેટિંગે તહેલકો મચાવ્યો છે, એવી ધમાલ વિન્ડોઝ પીસીમાં પણ થશે?
ઓનલાઇન ગેમિંગને લાગ્યું એઆઇનું ગ્રહણ
ઇન્ટરનેટ પર એક સાથે લાખો લોકો ગેમ રમીને તેમાંથી રિવોર્ડ જીતી શકે છે – એઆઇ ચેટબોટ આમાં ચીટિંગ કરવા લાગ્યા છે!
અજબ-ગજબ એઆઇ ટૂલ્સ!
અલગ અલગ એપ્સમાં આપણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો વર્ષોથી લાભ મળવા જ લાગ્યો છે, પણ હવે વાત એકદમ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી વિવિધ કંપની પોતે આપણે માટે એઆઇનો ઉપયોગ કરતી હતી. હવે આપણે પોતાની મરજી મુજબ એઆઇનો ઉપયોગ કરી શકીએ તેવાં અનેક જાતનાં ટૂલ્સ આવી ગયાં છે.
એઆઇને હજી વધુ ફોકસ્ડ બનાવતી એક નવી સર્વિસ
ગૂગલે એક એવી સર્વિસ વિક્સાવી છે, જેમાં માત્ર આપણે બતાવેલા ડોક્યુમેન્ટમાંથી જવાબો મળે છે!
ઓફિસનાં કામ હવે એઆઇ સંભાળશે?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટની ટેક્નોલોજી હવે સર્ચ એન્જિનથી ઘણી આગળ વધી ગઈ છે.
ChatGPTની અજમાયશઃ હવે શક્ય છે નવી નવી ઘણી રીતે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટિંગ ધીમી પણ મક્કમ ગતિએ આપણા રોજિંદા જીવનમાં પ્રવેશવા લાગ્યું છે ત્યારે…
એઆઇ આધારિત સર્ચ-ચેટ મશીન-મગજની દોસ્તી કેવા રંગ લાવશે?
અત્યારે આપણે ગૂગલ કે અન્ય કોઈ સર્ચ એન્જિનમાં કંઈ પણ સર્ચ કરીએ ત્યારે શું થાય છે? આપણે પ્રશ્ન લખીને એન્ટરથી પ્રેસ કરીએ એ સાથે સર્ચ એન્જિનની સિસ્ટમ દોડાદોડ કામે લાગી જાય છે અને આખા ઇન્ટરનેટ પરના અબજો વેબપેજિસ ફટાફટ ફેંદી નાખે છે. પછી એમાંથી આપણે પૂછેલા પ્રશ્નોનો જવાબ જે...
AI-પાવર્ડ ‘રોબોટ’ વકીલ ‘અસલ’ વકીલ સામે હાર્યો!
ગયા મહિને અમેરિકાની કોર્ટમાં ઇતિહાસ રચાતાં રહી ગયો, બાકી કોર્ટમાં ‘રોબોટ’ વકીલ હાજર થવાનો હતો!
શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ બુદ્ધિના સ્તરે પહોંચી ગઈ?
ગૂગલ એક એન્જિનીયરના દાવાને કંપનીએ અને બીજા નિષ્ણાતોએ નકારી કાઢ્યો, છે, છતાં, નવા સવાલો જરૂર જાગ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ થઈ શકે છે ચેકમેટ!
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) હવે આપણા જીવનની દરેક બાબતમાં મગજમારી કરવા લાગી છે. ઇમેઇલ ટાઇપ કરતી વખતે આપણાં મનમાં શું ચાલી રહ્યું છે એ સમજવાથી માંડીને જુદા જુદા ફોટોગ્રાફમાં કઈ કઈ બાબતો જોવા મળી રહી છે ત્યાં સુધીની બધી વાતમાં હવે એઆઇ ચંચૂપાત કરે છે. પરંતુ, કુદરતના...
સીબીએસઇ સ્કૂલ્સમાં શીખો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
આપણા વિદ્યાર્થીઓને સમગ્ર વિશ્વ સાથે તાલ મિલાવવામાં મદદરૂપ થતો આ નિર્ણય ખરેખર આવકારદાયક છે, આપણી શાળાઓએ પણ આ દિશામાં ઝડપી પગલાં લેવાં જોઈશે.વર્ષ ૨૦૧૯ વિદાય લઈ રહ્યું હતું ત્યારે એક આનંદના સમાચાર આવ્યા. મજાની વાત એ છે કે આ સમાચાર એ વર્ષની છેક શરૂઆતમાં આવ્યા હતા અને અંતે...
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવટી વીડિયો સર્જવાની તરકીબ
ઇમેજની સરખામણીમાં બનાવટી વીડિયો સર્જવા બહુ મુશ્કેલ છે, પણ હવે એ અશક્ય નથી. ગયા મહિને અમેરિકાના ટેકસાસ સ્ટેટમાં મોટા પાયે ઉજવાયેલા અને મોટા પાયે ગાજેલા ‘હાઉડી મોદી’ સમારંભ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતપોતાના ઉદબોધનમાં...
એઆઇ ટેક્નોલોજીના જોખમી ઉપયોગ સામે વધતી ચિંતા
નેધરલેન્ડસની એક સ્વૈચ્છિક સંસ્થાએ હમણાં એક સ્ફોટક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેણે વિશ્વની જાણીતી ટેક કંપનીઝ નવી ટેકનોલોજીની મદદથી કેવી રીતે વિશ્વમાં વ્યાપક હિંસાનું જોખમ વધારી રહી છે તેની વિગતો આપી છે. આ રિપોર્ટમાં વિશ્વની ૫૦ ટેક કંપનીની કામગીરી ત્રણ રીતે તપાસવામાં...
છેડછાડ કરાયેલા ફોટોગ્રાફ પારખશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ!
ફેક ન્યૂઝ ફેલાવવામાં ફોટોશોપનો દુરૂપયોગ વધી રહ્યો છે ત્યારે એડોબ કંપનીએ તેનો સામનો કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કામે લગાડી છે. જ્યારે પણ લીલો ઝંડો ફરકાવતા નરેન્દ્ર મોદી કે ગાંધીજીને બદલે ઔરંગઝેબની તસવીરવાળી રાહુલ ગાંધીની ઓફિસની તસવીર આપણને વોટ્સએપમાં મળે ત્યારે હવે...
એક્સેલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
એક્સેલમાં એન્ટ્રી ને એનાલિસિસ, બંને બને છે વધુ સ્માર્ટ! સમયની સાથે ચાલતાં, એક્સેલમાં એવાં ફીચર્સ ઉમેરાયાં છે, જે નાના-મોટા બિઝનેસ માટે વરદાન બની શકે છે. વિદ્યાર્થીઓએ ભાવિ ઇન્ટરવ્યૂની તૈયારી માટે આ ફીચર્સ સમજવાં બહુ જરૂરી છે. દિવાળીના દિવસે ચોપડાપૂજનમાં અને લાભ પાંચમે...
વર્ડમાં પણ એઆઇ આધારિત ફીચર્સ
થોડાં સમય પહેલાં ઇન્ટરનેટ અને ઈ-મેઇલને કારણે બિઝનેસ કમ્યુનિકેશનની દુનિયા બિલકુલ બદલાઈ ગઈ હોવાની વાતો થતી હતી. એ પછી ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગનો સમય આવતાં બિઝનેસની દુનિયા હજી વધુ બદલાઈ અને હવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ વગેરેને કારણે આપણા...
હવે ક્રિકેટમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
ક્રિકેટમાં અત્યારે કોઈ બોલર બોલિંગ કરતો હોય ત્યારે તેના દરેક બોલની સ્પીડ કેટલી હતી અને પીચ પર બોલે ક્યાં ટપ્પો ખાધો અને ત્યાંથી ઉછળીને કેટલે ઊંચે ગયો તે આપણે સ્ક્રીન પર સચોટ રીતે જોઈ શકીએ છીએ. એલબીડબલ્યુની અપીલ વખતે જજમેન્ટ થર્ડ અમ્પાયરને સોંપવામાં આવે ત્યારે બોલ પીચ...
સામાન્ય વાતચીત પણ હવે માણસને બદલે મશીન કરશે?
આગળ શું વાંચશો? ગૂગલ ડુપ્લેક્સ શું છે? ડુપ્લેક્સમાં ટેક્નોલોજીની હરણફાળ શી છે? માણસ અને મશીનની વાતચીતમાં શી મર્યાદાઓ છે? ડુપ્લેક્સથી નોકરીઓ જશે? અત્યાર સુધી, આપણા ફોન કે લેન્ડલાઇન સંબંધિત કોઈ ફરિયાદ હોય અને આપણે કંપનીના હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ તો જીવતા જાગતા માણસ...
મશીન હવે દલીલો પણ કરે છે!
ગયા મહિનાની ૧૮ તારીખે અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પોરેશન (આઈબીએમ)ના કેમ્પસમાં એક ડીબેટ યોજાઈ. ટીવી પર ન્યૂઝ ચેનલ્સ પર આપણે રોજેરોજ બૂમાબૂમભરી ડીબેટ્સ જોઈ જોઈને ક્ંટાળી ગયા છીએ, પરંતુ આઇબીએમના કેમ્પસમાં યોજાયેલી આ ડીબેટ જુદી હતી હતી....
એઆઇ અને માનવની વધુ એક ટક્કર
ગયું વર્ષ પૂરું વામાં હતું ત્યારે અમેરિકામાં નાસાની ‘જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી’માં એક અનોખી રેસ યોજાઈ. આ લેબોરેટરીમાં સ્પેસક્રાફ્ટ માટે વિઝન-બેઝ્ડ નેવિગેશન વિક્સાવવા પર કામ ચાલી રહ્યું છે. ગૂગલનું આ રિસર્ચ તરફ ધ્યાન ગયું અને તેને લાગ્યું કે આ ટેક્નોલોજી સ્પેસક્રાફ્ટની...
ઓટોમેશન સામે લડવા તૈયાર છો?
બરાબર દસ વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં ‘સાયબરસફર’ની એક સાપ્તાહિક અખબારી કોલમ તરીકે શરૂઆત થઈ ત્યારે એટલું નક્કી કર્યું હતું કે તેમાં માત્ર અત્યારે, અબઘડી કામની હોય એવી ટેક્નોલોજીની જ વાત કરીશું, "રસોડામાં રોબોટ શાક સમારી આપશે એવી વાતોને ‘સાયબરસફર’માં નહીં જ મળે. પરંતુ...
ફ્લિપકાર્ટમાં એઆઈ
મુકેશ અંબાણી જ્યારે રિલાયન્સ જિઓના લોન્ચિંગ વખતે એમ કહે કે ‘ડેટા એ નવા વિશ્વ માટે ઓઇલ સમાન છે’ ત્યારે આપણે આપણી સગવડતા મુજબ ડેટા શબ્દનો અર્થ ‘મોબાઇલમાં ઇન્ટરનેટ સર્ફ કરવાની સુવિધા’ એટલો સીમિત કરી લઇએ છીએ. પરંતુ યૂઝર કરતાં બિઝનેસીઝ માટે ડેટાનો અર્થ ઘણો વ્યાપક છે....
ભાષામાં ભળી એઆઇ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ... આ બધા શબ્દો હવે વારે વારે આપણી સાથે અથડાય છે. જે લોકો આ ટેક્નોલોજીસમાં ખાસ્સા ઊંડા ઊતર્યા છે એમના મતે આ ત્રણેય શબ્દોના અર્થ જુદા જુદા છે, પણ આપણા જેવા લોકો માટે આ બધું સરખું જ છે. આપણે એક મુદ્દો બરાબર સમજીએ છીએ કે...
ચહેરો જોઈને ફોન અનલોક કરતી ફેસ આઇડી ટેક્નોલોજી
ગયા મહિને, એપલનો લેટેસ્ટ આઇફોન એક્સ લોન્ચ કરવાના સમારંભમાં નવા ફોનની ખૂબીઓનું પ્રેઝન્ટેશન આપતા એપલના એક્ઝિક્યૂટિવ્સને જરા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું. થયું એવું કે આ નવા ફોનમાં ફોન અનલોક કરવા માટેની નવી ફેસ આઇડી ઓથેન્ટિકેશન સિસ્ટમ કેવી આધુનિક છે તેની ખૂબીઓ...
આપણી સેવામાં હાજર છે, ઇન્ટરનેટનો નવો જિન : ચેટબોટ
અત્યાર સુધી આપણે ઇન્ટરનેટ કે મોબાઇલમાં જોઈતી માહિતી આપણી રીતે શોધતા. હવે વિવિધ મેસેજિંગ એપ્સ અને બીજે ઠેકાણે આપણા વતી આ કામ કરી આપશે ચેટબોટ.
રોજિંદા મેસેજિંગમાં આવી ગઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
[vc_row][vc_column][vc_column_text] વોટ્સએપનું સ્થાન લેવા ઘણી એપ્સે મથામણ કરી પણ કોઈ ફાવ્યું નથી. મિત્રો વિના, બધાં ફીચર્સ નકામાં! પણ ગૂગલ એલો એક જુદા કારણથી તપાસવા જેવી છે, ભલે પછી તેનો ઉપયોગ ન કરો! ઇન્ટરનેટ પર જ્યાં જુઓ ત્યાં આપણે બેધારી તલવારોનો સામનો કરવો પડે છે,...
બીમારીની પ્રાથમિક માહિતી આપે છે ગૂગલ
ક્યારેક માથું દુ:ખે, દાઢ દુ:ખે કે છાતીમાં જરા મૂંઝારા જેવું થાય તો આપણામાંના ઘણા લોકો તેના ઉપાય માટે ડોકટરની સલાહ લેવાના બદલે ‘ગૂગલ ડોકટર’ને પૂછવાનું પસંદ કરતા હોય છે. મોટી બીમારીમાં ડોકટરે અમુક ચોક્કસ સલાહ આપ્યા પછી બીજો અભિપ્રાય મેળવવા માટે બીજા કોઈ ડોકટરને મળવાને...
આવી રહ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ
આપણો સ્માર્ટફોન વધુ ને વધુ સ્માર્ટ બનતો જાય છે ત્યારે એ આપણા જીવંત જોડીદાર તરીકે વર્તવા લાગે એવા દિવસો હવે બહુ દૂર લાગતા નથી. એપલ, ગૂગલ, ફેસબુક વગેરે કંપનીઓ સ્માર્ટફોનને વર્ચ્યુઅલ આસિસ્ટન્ટમાં ફેરવી નાંખવા માટે જબરજસ્ત પ્રયાસો કરી રહી છે એ ગયા મહિને ગૂગલે તેના...
આવી રહ્યો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નવો યુગ!
ગયા મહિને, ચેસ કરતાં પણ અઘરી એવી એક ગેમમાં મશીને માણસને માત આપી. માણસે બનાવેલ કમ્પ્યુટર મગજની બરોબરી કરવા લાગ્યું છે અને આપણા રોજબરોજના કામકાજમાં આ કૃત્રિમ બુદ્ધિ ઉપયોગી પણ થવા લાગી છે. આગળ શું વાંચશો? આખરે છે શું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ? મગજ અને કમ્પ્યુટર : કોણ...
કેવી રીતે વિકસી રહી છે કૃત્રિમ બુદ્ધિ?
માનવ મગજની જેમ સમજી, વિચારી ને શીખી શકે અને તે ઉપરાંત, પોતાની રીતે પગલાં પણ લઈ શકે એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સની શોધનાં મૂળ આપણી માન્યતા કરતાં ઘણાં જૂનાં છે. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં, મણકાની મદદથી ગણતરી કરી આપતા ‘અબેકસ’ નામના સાધનથી માનવજાતે ‘માણસના મગજ...
“…એ માનવજાતનો અંત લાવશે
આ મહિનાની ૮મી તારીખે જેમનો જન્મદિન છે, એ ૭૩ વર્ષના બ્રિટનના જગવિખ્યાત ભૌતિક-શાસ્ત્રી સ્ટીફન હોકિંગ હમણાં વધુ એક વાર સમાચારોમાં ચમક્યા છે. બીબીસીને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું કે "આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ જો પૂરેપૂરી વિકસશે તો તે માનવજાતનો અંત લાવી શકે છે. આગળ શું...
આકાશને ચૂમતી ઇમારતોની દુનિયા
તમે સિવિલ એન્જિીયરિંગ સાથે સંકળાયેલા હો કે ન હો, દુનિયાની અજાયબી જેવાં સ્કાયસ્ક્રેર્સ વિશે જાણવામાં તમે રસ હોય તો અહીં આપેલી કેટલીક સાઇટ્સ તેની ઇન્ટરએક્ટિવ અનુભવ આપે છે. હજી એકાદ દાયકા પહેલાં, વર્ષ ૨૦૦૧માં મલેશિયામાં પેટ્રોનાસ ટાવર્સ નામે બનેલે જોડિયા ટાવરને દુનિયાના...
આવી રહેલી ટેક્નોલોજીની ઝલક
અખબારોમાં ભાવિ ટેક્નોલોજીની કપોળ કલ્પનાઓ વિશે વાંચીને તમને સંતોષ ન થતો હોય અને અલગ અલગ ક્ષેત્રમાં કેવી ટેક્નોલોજી વિકસશે અને તેની કેવી અસર થશે તેની તર્કબદ્ધ માહિતી મેળવવી હોય તો આ સાઇટ તમારે જોવી જ રહી. રસોડામાં રોબોટ શાકભાજી સમારી આપશે કે માણસ પાંખ વગર હવામાં ઊડી...