વોટ્સએપ પર ટૂંક સમયમાં આપણને વિવિધ પ્રકારના બિલનું પેમેન્ટ કરવાની સગવડ પણ મળી જાય તેવી સંભાવના છે. વોટ્સએપના બીટા વર્ઝનમાં આ સગવડનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે.
તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં લાંબા સમયથી યુપીઆઇ આધારિત પેમેન્ટ સિસ્ટમ લોન્ચ થઈ ગઈ હતી. પરંતુ વોટ્સએપને તેના તમામ યૂઝર્સને એક સાથે આ સવલત આપવાની છૂટ મળી નહોતી. કંપની તબક્કાવાર અમુક નિશ્ચિત સંખ્યામાં વોટ્સએપના યૂઝર્સને યુપીઆઇ પેમેન્ટ્સની સવલત આપી શકતી હતી.