જો તમે વિવિધ ચીજવસ્તુઓની નિયમિત રીતે ઓનલાઇન ખરીદી કરતા હો તો તમારે માટે ખુશીના સમાચાર છે. એ જ રીતે, તમે વિવિધ ચીજવસ્તુઓની નાની-મોટી દુકાન ધરાવતા હો તો તમારા પેટમાં ફાળ પડે એવી આ વાત છે. ફ્લિપકાર્ટ કંપનીએ હમણાં ‘સેમ ડે ડિલિવરી’ શરૂ કરવાની જાહેરાત કરી છે.