મોટા ભાગના લોકોની જેમ, પીસી કે લેપટોપમાં તમારું મોટા ભાગનું સર્ફિંગ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં થતું હશે, પછી પીસીમાં ભલે વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ હોય અને તે વારંવાર તમને માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર અજમાવી જોવા પાનો ચઢાવતી હોય.
પીસીમાંનાં બ્રાઉઝર છાપાં જેવાં હોય છે, એક વાર જેની ટેવ પડી એ પડી, પછી જલદી બીજામાં સ્વિચ થવાની મન થાય નહીં. ક્યારેક ટ્રાય કરીએ તો પણ ફરી પાછા જૂના ને જાણીતા તરફ વળી જઈએ.