લેખના મૂળ હેડિંગમાં કરન્સી શબ્દ અવતરણમાં મૂકવામાં આવ્યો છે એ તરફ ધ્યાન આપજો. એવું કેમ કર્યું? કેમ કે દુનિયા આખીમાં ‘ક્રિપ્ટોકરન્સી’ તરીકે જે બાબત બહુ ગાજી રહી છે તેને ભારત સરકાર કોઈ પણ રીતે કરન્સી ગણવા તૈયાર નથી – નામમાં પણ નહીં! આથી આ વર્ષના બજેટમાં નાણામંત્રી ક્રિપ્ટોકરન્સી વિશે ભારત સરકારનું વલણ સ્પષ્ટ કરશે તેવી અનેક લોકોને આશા હતી ત્યારે તેમણે ‘ક્રિપ્ટોકરન્સી’ને બદલે ‘વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ’ શબ્દ વાપર્યો.