જો તમે માઇક્રોસોફટ ઓફિસ પ્રોગ્રામ્સના વિકલ્પરૂપે ગૂગલ ડ્રાઇવ જેવી સર્વિસ તરફ વળી ગયા હોય તો તેની નવી નવી ખૂબીઓ જાણવાથી તમારું કામ વધુ સહેલું બની શકે છે. માઇક્રોસોફ્ટ વર્ડની વાત કરીએ તો એ અત્યંત ફીચર રીચ પ્રોગ્રામ છે, ખૂબીઓ એટલી બધી કે આપણે ગૂંચવાઈ જઈએ. જ્યારે તેની સામે ગૂગલ ડોક્સની મજા એ છે કે તેમાં વર્ડના સરેરાશ યૂઝરને ઉપયોગી બધાં ફીચરનો સરળ ઉપયોગ કરી શકાય છે.