વર્ષો-વર્ષ આખા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં સતત ફેરફારો થતા રહે છે પણ ૨૦૨૦ કોરોના આવ્યા પછી આ બધાં પરિવર્તનોએ વધુ વેગ પકડ્યો.કોરોનાને કારણે અચાનક આપણે સૌ ટેકસેવી બન્યા! જુદાં જુદાં ઘણાં કારણોસર આપણે સ્માર્ટફોનનું વધુ ને વધુ શરણું લેવાનંુ થયું. એ વર્ષે વર્ક-ફ્રોમ-હોમ અને લર્ન-ફ્રોમ-હોમને કારણે વીડિયો કૉલિંગનો જુવાળ આવ્યો.
એ ટ્રેન્ડ હવે હાઇબ્રિડ ટ્રેન્ડ તરીકે આગળ વધી રહ્યો છે અને હવે સોશિયલ મીડિયા પરનું ઇન્ટરેક્શન પણ સતત વધી રહ્યું છે.
ગયા એક વર્ષ દરમિયાન, આપણી ફેવરિટ સોશિયલ મીડિયા સાઇટ્સમાં મોટા પાયે નવાં નવાં ફીચર્સ ઉમેરાયા અને કેટલાક, આપણું ખાસ ધ્યાન ન જાય એવા ફેરફાયો પણ થયા. અત્યારે એ બધા પર એક સાથે નજર ફેરવી લઈએ.
તમે આ સાઇટ્સનો નિયમિત ઉપયોગ કરતા હો (કોણ નથી કરતું?!) તો પણ એમાં આવેલાં અમુક ફીચર્સ કે ફેરફારો તમારી નજરથી દૂર રહ્યાં હોય એવું બની શકે છે.
ગયા વર્ષ દરમિયાન સોશિયલ સાઇટ્સમાં આપણી પ્રાઇવસી, એકાઉન્ટ અને ફીડ કંટ્રોલ તથા સર્વિસના સીધા ઉપયોગની બાબતે ઘણી નવી સગવડો મળી છે.
અહીં આ બધી નવી સગવડોની ટૂંકમાં વાત કરી છે. તમારે એ વિશે વધુ જાણવા જે તે સર્વિસનાં સેટિંગ્સમાં થોડા ઊંડા ઊતરવું પડશે!
આગળ શું વાંચશે?
- ફેસબુકમાં આવેલાં નવાં ફીચર્સ
- વોટ્સએપમાં આવેલાં નવાં ફીચર્સ
- ઇન્સ્ટાગ્રામમાં આવેલાં નવાં ફીચર્સ
- ટવીટરમાં આવેલાં નવાં ફીચર્સ