ફેબ્રુઆરી 2012થી નિયમિત પ્રકિશિત થતું

પ્રિન્ટ + ડિજિટલ મેગેઝિન

આ મહિનાનો અંક

‘સાયબરસફર’ મેગેઝિન શા માટે વાંચવું જોઈએ?

સૌથી પહેલાં તો, આપણી આ સહિયારી ‘સાયબરસફર’ ૧૭૫મા અંકના મહત્ત્વપૂર્ણ પડાવે પહોંચી છે, ત્યારે આપ સૌનો દિલથી આભાર! આ સફરને અનેક વાચકોનો હૂંફાળો પ્રેમ અને વિશ્વાસ સાંપડ્યા છે – આપના વિના આ ક્યારેય શક્ય બન્યું ન હોત.

વર્ષ ૨૦૦૮માં અખબારની એક નાની કોલમ સ્વરૂપે ‘સાયબરસફર’ની શરૂઆત થઈ ત્યારે આ લખનારના હાથમાં પણ પોતાનો સ્માર્ટફોન નહોતો (દુનિયાનો પહેલો આઇફોન ૨૦૦૭માં આવ્યો, એન્ડ્રોઇડ ફોન ૨૦૦૮માં આવ્યો અને ભારતમાં પહેલો સ્માર્ટફોન વર્ષ ૨૦૦૯માં આવ્યો.

એ સમયે આપણામાંથી ઘણા લોકો માટે કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ જ નવી વાત હતી. ત્યારે એવું માન્યું હતું કે આ બંને સાધન કે માધ્યમમાં અપાર શક્તિ છે અને એનો સૌ સુધી પૂરો લાભ પહોંચાડવો હોય તો એનાં વિવિધ પાસાંમાં ઊંડા ઊતરવું જોઈએ. ‘ગમતાંનો ગુલાલ’ કરવાની ભાવનાથી સફરની શરૂઆત થઈ.

ત્યારથી આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના યુગમાં આવી પહોંચ્યા છીએ! પાછલાં વીસેક વર્ષમાં નવાં સાધનો, નવી ટેક્નોલોજીમાં ખાસ્સાં પરિવર્તનો આવ્યાં છે. એ કારણે આપણા સૌનું જીવન પણ ગજબની તેજ ગતિએ બદલાયું છે.

સમગ્ર પરીવાર માટે સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!

ફ્રી ઇઝી ગાઇડ્સ

‘સાયબરસફર’ મેગેઝિન

નોકરી હોય કે બિઝનેસ - લાઇફમાં આગળ વધવા માટે “નિયમિત, ઊંડાણપૂર્વકનું વાંચન, તમારી સફળતાની પ્રથમ ચાવી છે.” સારા વાંચનથી નવા વિચારો અને તક ચોક્કસપણે મેળવી શકાય.

‘સાયબરસફર’ના હાર્દમાં ચાર બાબતો છે

  • Curiosity

    ફક્ત જવાબો નહીં,
    નવા સવાલો જગાવે તેવું કન્ટેન્ટ!

  • Creativity

    નવા ચીલે ચાલીને નવું કરવાનો
    ઉત્સાહ જગાવતું કન્ટેન્ટ!

  • Productivity

    ઓફિસના કામકાજને
    સ્માર્ટ ટચ આપતું કન્ટેન્ટ!

  • CyberSafety

    રોજિંદા જીવનમાં
    સલામતી વધારતું કન્ટેન્ટ!

હજુ સુધી લવાજમ નથી ભર્યું?

આજે જ જોડાઓ!

તમારા પરિવારને ટેક્નોલોજીની દુનિયા સાથે સતત અપડેટ રાખવાની એવી ભેટ આપો, જે વાંચવાની સાથે નવી માહિતી શીખવે, સમજ વધારે અને ડિજિટલ દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે.

Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop