તમારે કમ્પ્યુટરના સ્ક્રીન પર બે વિન્ડો એક સાથે ઓપન કરીને કામ કરવાનું થાય છે?
તો બે વિન્ડોને આખા સ્ક્રીનના બરાબર અડધા અડધા ભાગમાં વહેંચી નાખવા માટે વિન્ડોની ઉપલી પટ્ટીએથી તેને ડ્રેગ કરી સ્ક્રીનને ડાબે કે જમણે છેડે લઈ જાઓ. એ વિન્ડો આપમેળે બરાબર અડધા ભાગમાં ગોઠવાઈ જશે. એ જ રીતે બીજી વિન્ડો ગોઠવી દો.
વાત નાની છે, પણ એક વાર આદત પડી જશે પછી વિન્ડો તમે આ જ રીતે નાની કરતા થઈ જશો!