તમારા માગ્યા વિના આવી પડતા મોટા ભાગના મેઇલ્સને તો ઇમેઇલ સર્વિસ પોતે અલગ તારવીને સ્પામ ફોલ્ડરમાં મૂકી આપે છે અને ૩૦ દિવસ પછી આપોઆપ તેનો નિકાલ કરે છે, પરંતુ બે-ચાર વર્ષ પહેલાં આપણે પોતે અમુક તમુક વેબસાઇટ્સ પર ન્યૂઝલેટર મેળવવા માટે આપણું ઈ-મેઇલ એડ્રેસ આપ્યું હોય એ વેબસાઇટ્સ તરફથી વર્ષોવર્ષ આપણા પર ઈ-મેઇલ્સનો મારો થતો રહે છે.
જેમાં હવે આપણને કદાચ રસ ન રહ્યો હોય.
સદભાગ્યે આવા દરેક ઈ-મેઇલમાં તેને અનસબસ્ક્રાઇબ કરવાની લિંક આપેલી હોય છે.
ક્યારેક ફૂરસદે તમારા ઈ-મેઇલ પ્રોગ્રામમાં Unsubscribe સર્ચ કરો તો આવા તમામ ન્યૂઝલેટર્સ એક સાથે જોવા મળશે.
હવે તમને જે ન્યૂઝલેટર બિનઉપયોગી લાગતા હોય તેને ઓપન કરીને એ ન્યૂઝલેટરને અનસબસ્ક્રાઇબ કરો અને ફિલ્ટર કરીને એક સાથેે ડિલીટ કરો!