પ્રતિભાવ

જો ‘સાયબરસફર’નો મે-૨૦૧૯નો અંક મેં ગુમાવ્યો હોત તો ઘણી માહિતીથી અજાણ રહી ગયો હોત, ઘણો ઘણો આભાર!
– દર્શન મારુ, વડોદરા

‘સાયબરસફર’ના લેખો જોરદાર હોય છે. હવે લાઇ-ફાઇ ટેક્નોલોજી વિશે પણ એક વિગતવાર લેખ આપશો.
– અજ્ઞાત વાચકમિત્ર

હું તમારા ‘સાયબરસફર’ના અભિયાન કે જેમાં તમે ટેક્નોલોજી વિશેની માહિતિ લોકો સુધી પહોંચાડો છો તેનાથી બહુ જ પ્રભાવિત થયો છું. તમે જે સરળ અને સચોટ રીતે ટેક્નોલોજીની માહિતી આપો છો તે દરેક વ્યક્તિ માટે અત્યંત મહત્ત્વની છે. આ માહિતી દ્વારા દરેક વ્યક્તિ પોતાનું કામ વધુ ઝડપ થી કરી શકે છે અને એ જાણી શકે છે કે જે પહેલાં ન જાણતો હોય.
તમે સ્માર્ટ સર્ફિંગને ઘણું મહત્ત્વ આપો છો, કેમ કે એ અત્યારના સમયમાં સૌથી વધુ જરૂરી છે.
– શુભમ મેવાડા

સ્માર્ટફોનમાં નવી નવી એપ શોધવામાં અને ડાઉનલોડ કરી ચેક કરવામાં ઘણો સમય લાગે છે, છતાં ઘણી વાર સંતોષકારક એપ મળતી નથી. બેસિક જરૂરિયાતની એપનું લિસ્ટ બનાવવું જોઈએ, ઓફલાઇન પણ ખૂબ ઉપયોગી હોય એવી એપનું લિસ્ટ સૌ વાચકોને ઉપયોગી થશે.
– જયેન્દ્ર સરવૈયા, રાજકોટ

એક મિત્રને ઘેર ‘સાયબરસફર’નો અંક જોયો. ગુજરાતી ભાષામાં આજની ટેક્નોલોજી વિશેની આટલી રસાળ સમજ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળી છે. અભિનંદન!
– મહેશ ગણાત્રા, ભૂજ

‘સાયબરસફર’માં લગભગ દરેક અંકમાં જુદી જુદી એપ્સ વિશેના લેખ હોય જ છે, પણ તેમ છતાં, અલગ અલગ કેટેગરીની ઉપયોગી એપ્સ વિશે ભલે ટૂંકમાં, પણ નિયમિત રીતે લખવાનું રાખો. પ્લે સ્ટોરમાં એટલી બધી એપ્સ હોય છે કે તેમાંથી ખરેખર કઈ એપ સારી એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે.
– જિગર શાહ, અમદાવાદ

‘સાયબરસફર’માં જુદા જુદા લેખમાં જીમેઇલ, ફેસબુક, વોટ્સએપ વગેરે ઘણી બારીક જાણકારી જાણવા મળે છે. આ દરેક વિષયની એક-એક ગાઇડ થઈ શકે તો વધુ ઉપયોગી થશે

– હિતેષ મોદી, રાજકોટ


સ્વાગત
એરાઉન્ડ ધ વેબ

એપ ગેલેરી

સ્માર્ટ વર્કિંગ

ક્રિએટિવિટી

કરિયર ગાઇડ

સ્માર્ટ બેન્કિંગ

નોલેજ પાવર

મોબાઇલ વર્લ્ડ

એફએક્યુ

સ્માર્ટ ગાઇડ

રિવાઇન્ડ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here