હમણાં મોબિક્વિક ફિનટેક કંપનીએ ભારતમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) એટલે કે ઇ-રૂપી કે ડિજિટલ રૂપીનું વોલેટ લોન્ચ કર્યું. આ વોલેટ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તથા યસ બેન્કના સાથમાં લોન્ચ કરવામાં આવ્યું છે. પોતાના એન્ડ્રોઇડ ફોનમાં મોબિક્વિક એપનો ઉપયોગ કરતા લોકો આ ઇ-રૂપી વોલેટનો પણ ઉપયોગ કરી શકશે. એ માટે ફુલ કેવાયસી વેરિફિકેશન જરૂરી છે. આ પ્રક્રિયામાં વીડિયોકોલથી પણ વેરિફિકેશન કરવામાં આવે છે. પરંતુ સમગ્ર વેરિફિકેશન એક-બે મિનિટના ટૂંકા સમયમાં પૂરું થઈ જાય છે.