જો તમે સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ હો તો એવી પૂરી શક્યતા છે કે તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પર એક્ટિવ હશો. એવું પણ બને કે તમે બંને પર લગભગ સરખું કન્ટેન્ટ પોસ્ટ કરતા હશો! ફેસબુકે ઇન્સ્ટાગ્રામ સર્વિસ ખરીદી લીધી ત્યારથી આ બંને પ્લેટફોર્મ સતત એકમેકની નજીક આવી રહ્યાં છે.