યંગ જનરેશનની ગુરુતાગ્રંથિ, ઓલ્ડ જનરેશનની લઘુતાગ્રંથિ
‘‘હિમાંશુભાઈ, આ સ્માર્ટફોનનો ઉપયોગ સ્ટેપ-બાય-સ્ટેપ શીખવે એવી કોઈ બુક લખો. મારા જ ઘરમાં નવી જનરેશન અમને આ બાબતે સાવ ઢ સમજે છે અને એ ક્યારેક બહુ એમ્બરેસિંગ લાગે છે…’’ દસેક વર્ષ પહેલાં એક બુકફેરમાં, લગભગ મારાં મમ્મીની ઉંમરનાં એક બહેને લગભગ આ જ શબ્દોમાં મારી આગળ એમનો ઉભરો...