તમે બ્રાઉઝરની હિસ્ટ્રી છેલ્લે ક્યારે ડિલીટ કરી હતી? લગભગ યાદ નહીં જ આવે. ઇન્ટરનેટ પર આ ખાસ કરીને બ્રાઉઝરમાં જઇને આપણે જે કંઈ કરીએ એ બધું જ એ બ્રાઉઝર પૂરેપૂરી ચોકસાઇથી યાદ રાખતું હોય છે. આપણો ફોન કે કમ્પ્યૂટર અનલોક્ડ સ્થિતિમાં અન્ય કોઈ વ્યક્તિના હાથમાં આવે તો તે બ્રાઉઝરમાં હિસ્ટ્રી પેજ ઓપન કરીને આપણે જે કંઈ બ્રાઉઝ કર્યું હોય તે બહુ સહેલાઈથી જાણી શકે.