બધી વાતમાં જબરી ભેળસેળ – સારી કે ખરાબ?

By Himanshu Kikani

3

અત્યાર સુધી આપણે રોજિંદા જીવનમાં, ખાસ કરીને કરિયાણાની ચીજવસ્તુઓમાં ભેળસેળનો કામનો કરવાનો થતો હતો, પણ હવે તો એવો સમય આવ્યો છે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ જબરજસ્ત ભેળસેળ થવા લાગી છે. અનાજ-મસાલામાં તો એક-બે માણસ પોતાનું દિમાગ લડાવીને ભેળસેળ કરે, જ્યારે ઇન્ટરનેટની દુનિયામાં બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત હોય એટલે એ તો પાર વગરનાં કમ્પ્યૂટર્સ અને પાર વગરનો ડેટા  કામે લગાડીને ભેળસેળ કરે!

આ અંકમાં જે ત્રણ મેજર સ્ટોરી છે એ ત્રણેયમાં યોગાનુયોગ ભેળસેળની જ વાત છે – અલબત્ત, ત્રણમાંથી બે બાબતમાં એઆઇની ભૂમિકા છે અને આ ભેળસેળ મોટા ભાગે આપણે માટે લાભદાયી લાગી રહી છે, છતાં એને સારી ગણવી કે નહીં એ થોડું મુશ્કેલ છે!

ફોટોગ્રાફીની વાત કરીએ તો સ્માર્ટફોનના કેમેરામાં હવે એઆઇનો રોલ જબરો વધી રહ્યો છે. ફોટોગ્રાફી એક એવી કલા છે જેમાં આપણને જે દેખાતું હોય એને, આબેહૂબ એ જ સ્વરૂપે કેપ્ચર કરવામાં આવે, પણ એઆઇ ફીચર્સમાં હવે અસલી-નકલીની ભેદરેખા ભૂંસાઈ રહી છે. તેના પરિણામે આપણને ફોટોગ્રાફ સારા મળે છે – સારી ફોટોગ્રાફી આવડતી ન હોય તો પણ – પણ એવા ફોટોગ્રાફ જોઈને રાજી થવું કે એક મસ્ત કલા ધીમે ધીમે મરી રહી છે એ જોઈને દુઃખી થવું?

એ જ રીતે, ઓફિસના કામકાજમાં હવે ‘સ્માર્ટવર્ક’ની વ્યાખ્યા જ બદલાઈ જાય એવું દેખાઈ રહ્યું છે. માઇક્રોસોફ્ટના ઓફિસ પ્રોગ્રામ્સમાં એઆઇ ‘કોપાઇલટ’ આવી ગયા છે અને ગૂગલ પણ તેના વર્કપ્લેસ પ્રોગ્રામ્સ – જીમેઇલ, ગૂગલ મીટ, ડોક્સ, શીટ્સ, સ્લાઇડ્સ વગેરેમાં એઆઇનો ભરપૂર ઉપયોગ કરવાની પેરવીમાં છે.

અત્યાર સુધી આ બધામાં એઆઇની ભૂમિકા તો હતી, પણ એનો હેતુ આપણું કામ થોડું સહેલું અને થોડું ઝડપી બનાવવાનો હતો. હવે તો બધું જ કામ એઆઇ સંભાળી લે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

આને પરિણામે વધુ લોકોની જોબ્સ જોખમાશે એ નક્કી, પણ એ જ લોકો ‘સ્માર્ટ’ સાબિત થશે, જે આ બધાં ટૂલ્સનો સારી રીતે ઉપયોગ જાણતા હશે.

‘સાયબરસફર’માં આપણે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે કમ્પ્યૂટર, સ્માર્ટફોન, ઇન્ટરનેટ એ બધાં આખરે ફક્ત સાધનો છે. એનો ઉપયોગ કરતાં આવડે એ એક વાત છે અને તેનો આપણા લાભ માટે પૂરેપૂરો કસ કાઢી શકીએ એ બીજી વાત છે. આ સાધનોમાં હવે એઆઇ ટૂલ્સનો ઉમેરો થયો છે. અત્યારથી, શરૂઆતથી તેનાં વિવિધ પાસાં બરાબર સમજીશું તો દરેક પાસામાં આગળ રહી શકીશું.

હવે વાત ભેળસેળના ત્રીજા મુદ્દાની. આપણને જેનો ઉપયોગ બરાબર કોઠે પડી ગયો છે એ યુપીઆઇમાં હવે ક્રેડિટ કાર્ડ ભળ્યાં છે. યુપીઆઇ એપમાં આપણે બેન્ક ખાતા ઉપરાંત પોતાનું ક્રેડિટ કાર્ડ પણ ઉમેરી શકીએ છીએ. એના પણ લાભ-ગેરલાભ બંને છે. આ સગવડનો લાભ લેવો કે નહીં એ તમે લેખ વાંચીને નક્કી કરી શકશો!     

– હિમાંશુ

(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop