આજે વાતની શરૂઆત આ અંકના સૌથી છેલ્લા પાનાથી કરીએ! ‘ટેક-IT-ઇઝી’ શીર્ષકના એ વિભાગમાં આપણે સામાન્ય રીતે ટેકનોલોજી કે ઇન્ટરનેટની હળવી બાજુની વાત કરતા હોઈએ છીએ, પણ આ વખતે વાત જુદી છે. એ વિભાગના શીર્ષક મુજબ, કામના દબાણને ઇઝી - ખરેખર હળવાશથી લેવાના મહત્ત્વની જ તેમાં વાત છે. આ...
આગળ શું વાંચશો? ચેટજીપીટીમાં એક મોટો ફેરફાર ગૂગલ પોડકાસ્ટ સર્વિસ બંધ થઈ રહી છે હવે એક્સમાં પણ ઓડિયો-વીડિયો કોલિંગ! ભારતના અંતરિયાળ વિસ્તારોમાં માટે નવી રીતે ઇન્ટરનેટ ચેટજીપીટીમાં એક મોટો ફેરફાર ના, શીર્ષક વાંચીને એમ ન માનશો કે આપણે ચેટજીપીટીની સર્જક કંપની ઓપનએઆઇના...
નવી ટેક્નોલોજીનાં નવાં સાધનોની યાદશક્તિ ગજબ છે, પણ અહીં કશું જ સાવ અમીટ કે અફર નથી. આપણી ભૂલો સુધારી શકાય છે. સ્માર્ટફોન અને કમ્પ્યૂટરમાં એ માટેની વિવિધ રીતો જાણીએ.
ઘણા લોકોને તેઓ નજીકના સમયમાં ટ્રાવેલ કરવાના હોય તો તેની વિગતો ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર શેર કરવાની આદત હોય છે. આવી આદત થોડા સમય પહેલાં મુંબઈના વિલે પાર્લેનાં એક મહિલાને બહુ મોંઘી પડી, અલબત્ત એમણે પોતાની મુસાફરીની વાતો ગાઇવગાડીને શેર નહોતી...
સગવડ અને સલામતી બંને દૃષ્ટિએ આપણા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેકશન સતત ઓન રહે તે જરૂરી છે. ઇન્ટરનેટ કનેકશન ઓન હોય તો જુદી જુદી એપ્સનું બેગ્રાઉન્ડમાં કનેકશન ચાલુ રહી શકે છે અને આ એપ્સ પોતાની રીતે પોતાનું કામ કરતી રહી શકે છે. આ સગવડની વાત થઈ. એ સિવાય ફોનમાં ઇન્ટરનેટ કનેકશન...
આપણા સ્માર્ટફોનના ‘બર્સ્ટ મોડ’માં ફોટોગ્રાફ લેવાની સગવડ હોય છે એ તમે કદાચ જાણતા હશો. કેમેરાના સેટિંગ્સમાં આ મોડ ઇનેબલ કર્યા પછી આપણે જ્યારે પણ કોઈ ફોટોગ્રાફ લઇએ ત્યારે જે તે સ્થિતિના એકથી વધુ ફોટોગ્રાફ ફટાફટ લેવા હોય ત્યારે આ મોડ કામ લાગે છે. આપણે ફોટોગ્રાફ ક્લિક કરવા...
હમણાં ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ સૂચન કર્યું કે ભારતના યુવા વર્ગે અઠવાડિયામાં ૭૦ કલાક કે વધુ કામ કરવું જોઈએ. ઘણાએ આ વાતને સમર્થન આપ્યું તો ઘણાએ કહ્યું કે વધુ કલાક નહીં, સ્માર્ટ રીતે કામ કરતાં શીખવાની જરૂર છે. કંઈક આવી જ ચર્ચા પાંચેક વર્ષ પહેલાં પણ ચાલી હતી. એ...
દિવાળીના દિવસોમાં આપણે બાલ્કની કે ઘરના આંગણમાં દીવો પ્રગટાવીએ ત્યારે ઘણી વાર પવનનો સામનો કરવો પડે. પ્રગટાવેલો દીવો પવન સામે ઝઝૂમતો હોય ત્યારે આપણે દીવાની બંને બાજુ બે હાથ રાખીને તેને સ્થિર કરવો પડે. દીવાની વાટ બરાબર પ્રજ્વલિત થઈ જાય એ પછી હાથ હટાવી લઇએ તો પછી દીવાને...
આગળ શું વાંચશો? સાઇટનું એડ્રેસ ટાઇપ કરવામાં ભૂલ થાય તો… એક્સ હવે બધા માટે પેઇડ થવામાં પ્લે સ્ટોરમાં ખોટી જગ્યાએ જાહેરાત! ગૂગલ પેમાં લોન સાઇટનું એડ્રેસ ટાઇપ કરવામાં ભૂલ થાય તો… ઇન્ટરનેટ પર આપણને છેતરવા માગતા લોકો મોટા ભાગે અલગ અલગ પ્રકારની માનવ સહજ નબળાઈઓનો લાભ લેતા...
આ દિવાળીએ નવી સ્માર્ટવૉચ ખરીદવાનું વિચારો છો? એક સમયે સાવ ભૂલાઈ ગયેલી રિસ્ટવૉચનું હવે સ્માર્ટવૉચ તરીકે પુનરાગમન થયું છે જોકે હવે તો વાત એક ડગલું આગળ વધીને સ્માર્ટ રિંગ પણ આવી ગઈ છે, પણ અત્યારે ફોકસ સ્માર્ટવૉચ પર રાખીએ. નામ મુજબ, આવી વૉચ સ્માર્ટ હોય છે, પણ બધી સરખી...
તમારું પર્સનલ લેપટોપ કે કમ્પ્યૂટર હોય અને તેમાં તમે જીમેઇલ, ફેસબુક જેવી સર્વિસમાંથી લોગ આઉટ ન થાઓ તો ચાલે, પણ હવે જેનો ઉપયોગ ન કરતા હો એવા કોઈ સ્માર્ટફોનમાં કે ઓફિસના કમ્પ્યૂટરમાં લોગ આઉટ કરવાનું ભૂલી જવામાં જોખમ છે. સદભાગ્યે, બધી જાણીતી સર્વિસમાં આપણે અન્ય કયા ડિવાઇસમાં હજી લોગ ઇન છીએ તે જાણી, લોગ આઉટ થઈ શકીએ છીએ.
આગળ શું વાંચશો? ઇન્સ્ટામાં એકથી વધુ એકાઉન્ટ : કેમ અને કઈ રીતે? એક ફોનમાં ચલાવો બે વોટ્સએપ એકાઉન્ટ ઇન્સ્ટામાં એકથી વધુ એકાઉન્ટ : કેમ અને કઈ રીતે? ઘણા લોકોને આ સવાલ હોય છે. ટૂંકો જવાબ એ કે ચોક્કસ ઉપયોગ કરી શકાય. હવે સવાલ એ થવો જોઇએ કે ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ...
આપણે ફેમિલી સાથે ટુર પર ગયા હોઇએ ત્યારે ફેમિલીની સેલ્ફી લઇને થાકીએ એટલે વિચાર આવે કે બીજી કોઈ વ્યક્તિને ફોન આપીને તેમને આપણો પ્રોપર ફેમિલી ફોટોગ્રાફ લેવાની વિનંતી કરીએ. આવે સમયે આપણને ફોટો લેવાનો એટલો ઉત્સાહ હોય કે આપણને પોતાનો ફોન બિલકુલ અજાણી વ્યક્તિના હાથમાં સોંપી...
આ દિવાળીએ તમે ઘરની સાફ સફાઈ હાથ ધરી હશે કે ત્યારે અચૂકપણે કબાટના કે ટેબલના કોઈ ખૂણેખાંચરે પડી રહેલા જૂના મોબાઇલ મળી આવશે. જૂના સાવ સાદા ફોન હોય કે હવે જૂના થયેલા સ્માર્ટફોન, આપણે નવો ફોન ખરીદીએ ત્યારે પણ જૂનાને સાવ ફેંકી દેતાં આપણો જીવ ચાલતો નથી તેનાં બે ત્રણ કારણ છે....
ધીમી પણ મક્કમ ગતિએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આપણા જીવનમાં પગપેસારો કરી રહી છે. આમ તો છેલ્લાં કેટલાંય વર્ષોથી આપણે એઆઇની અસર તળે આવી ગયા છીએ અને તેનો ઘણી બધી રીતે તેનો લાભ પણ મળવા લાગ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આખરે બીજું કંઈ નથી, પરંતુ ઉપલબ્ધ ડેટાને સચોટ રીતે...
અલગ અલગ એપ્સમાં આપણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો વર્ષોથી લાભ મળવા જ લાગ્યો છે, પણ હવે વાત એકદમ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી વિવિધ કંપની પોતે આપણે માટે એઆઇનો ઉપયોગ કરતી હતી. હવે આપણે પોતાની મરજી મુજબ એઆઇનો ઉપયોગ કરી શકીએ તેવાં અનેક જાતનાં ટૂલ્સ આવી ગયાં છે.
આપણો ડેટા વધુ ને વધુ મહત્ત્વનો બની રહ્યો છે, તેથી આપણાં સાધનોમાં વધારાની સિક્યોરિટી જરૂરી છે, તેનો સહેલો રસ્તો છે સિક્યોર ફોલ્ડર. ધ્યાન આપશો કે સરકારી દસ્તાવેજો માટે ડિજિલોકર વધુ યોગ્ય છે.
આગળ શું વાંચશો? એક્સ (ટ્વીટર)માં આવે છે વોઇસ/વીડિયો કોલિંગ સાથે સર્વિસ પેઇડ થવાની શક્યતા ઇન્સ્ટાગ્રામ પર રીલની લંબાઈ વધવાની શક્યતા વોટ્સએપમાં અન્ય મેસેજિંંગ એપ્સનો ઉપયોગ! લિંક્ડઇન, એક્સમાં પાસકી સપોર્ટ આવે છે એક્સ (ટ્વીટર)માં આવે છે વોઇસ/વીડિયો કોલિંગ સાથે સર્વિસ પેઇડ...
સાવ સાદો જવાબ તો એટલો જ કે ગૂગલ ફોટોઝ એપમાં સર્ચ બોક્સમાં કંઈ પણ લખીને! પણ સવાલ ‘સાયબરસફર’ના વાચક તરફથી હોય તો તેમાં ઊંડાણ હોય જ. તમે લાંબા સમયથી ગૂગલ ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતા હશો તો તેના પાવરફુલ સર્ચ ફીચરથી ચોક્કસ પરિચિત હશો. આ સર્વિસમાં આપણા ફોટોગ્રાફ અપલોડ કરવા...
આજના સમયમાં આપણે કોઈ પણ અજાણી જગ્યાએ જવાનું હોય ત્યારે તેનું લોકેશન શોધવામાં તથા આપણા લોકેશનથી તે જગ્યા સુધી પહોંચવા માટેનો રસ્તો શોધવાનું કામ ડિજિટલ મેપ્સથી બહુ સહેલું થઈ જાય છે. આ માટે ગૂગલ મેપ્સ એપ વર્ષોથી આપણી ફેવરિટ એપ રહી છે. આ એપમાં હવે એક બહુ નાની લાગતી પરંતુ...
આજે આપણે સૌ બહુ સહેલાઈથી ગૂગલ મેપ્સ અને ગૂગલ અર્થ જેવી એપનો ઉપયોગ કરીને પલકવારમાં આખી દુનિયામાં આંટા મારી લઇએ છીએ. ગૂગલ અર્થમાં પંખીની આંખે દુનિયા જોવાની મજા જુદી જ છે, પરંતુ એવી જ રસપ્રદ વાત આ મજાના પ્રોગ્રામનો જન્મ કેવી રીતે થયો તેની છે. વર્ષ હતું ૨૦૦૩. અમેરિકા અને...
ગૂગલ - માંડ બે અઢી દાયકા પહેલાં આ શબ્દ આપણામાંથી કોઇએ સાંભળ્યો પણ નહોતો અને અત્યારે ગૂગલ આપણા જીવનમાં એકદમ ગાઢ રીતે વણાઈ ગયેલ છે. આજે એવી સ્થિતિ છે કે… મનમાં કોઈ પણ સવાલ જાગે તો આપણી આંગળી આપોઆપ ગૂગલ તરફ વળે. સવાર પડતાવેંત આપણે હાથમાં ગૂગલનો એન્ડ્રોઇડ ફોન લઇએ. દિવસ...
આગળ શું વાંચશો? ક્યૂઆર કોડ વધુ સહેલાઈથી સ્કેન કરી શકાશે તમારો આઇફોન તમને વળતર અપાવી શકે છે, જોકે… વિવિધ સર્વિસમાં આવેલા અવનવા ફેરફારો ક્યૂઆર કોડ વધુ સહેલાઈથી સ્કેન કરી શકાશે આપણા સ્માર્ટફોનના કેમેરાથી ક્યૂઆર કોડ સ્કેન કરવાનો હવે આપણને ઠીક ઠીક અનુભવ થઈ રહ્યો છે....
ગૂગલને આ મહિને ૨૫ વર્ષ થયાં! આ ૨૫ વર્ષમાં, આજના ઇન્ટરનેટને આકાર આપવામાં ગૂગલનો સિંહફાળો રહ્યો છે. આપણને આડકતરી રીતે અસર કરે તેવી એઆઇ જેવી ટેક્નોલોજી ઉપરાંત, ગૂગલે આપણા રોજિંદા જીવન પર જબરજસ્ત અસર કરી છે. ગૂગલનાં ૨૫ વર્ષ નિમિત્તે, આ એક કંપનીએ આપણા દૈનિક જીવનને કેટકેટલી રીતે બદલી નાખ્યું એની વાત કરીએ.
માઇક્રોસોફ્ટ ઓફિસ એપમાં, સ્માર્ટફોનના નાના સ્ક્રીન પર પણ, એક્સેલમાં ખાસ્સું સફાઇદાર રીતે કામ થઈ શકે છે, પણ કમ્પ્યૂટરના મોટા સ્ક્રીન પર મજા જુદી છે. ઉપરાંત, પ્રિન્ટ મેળવવાની હોય ત્યારે કમ્પ્યૂટર વધુ અનુકૂળ પડે, છતાં, એક સ્પ્રેડશીટમાં તમે ખાસ્સું એવું પહોળું અને ઊંડું...
કમ્પ્યૂટરની વાત નીકળે ત્યારે આપણા સૌના મનમાં સીપીયુ, મોનિટર, કીબોર્ડ, માઉસ વગેરેનું સેટઅપ ધરાવતી કમ્પ્યૂટર સિસ્ટમ અથવા તો આ બધું જ એકમાં હોય એવા લેપટોપની કલ્પના આવે. એ ઉપરાંત સીપીયુના મોટા ટાવરને બદલે હથેળીમાં સમાઈ જાય એવા મિનિ પીસી તથા મોનિટરમાં જ સીપીયુ સામેલ હોય...
તમે નવું લેપટોપ ખરીદવાનો વિચાર કરતા હો અને તેના માટે ઓનલાઇન વિવિધ સ્ટોરમાં ખાખાંખોળાં કરતા હો તો ક્યારેક ને ક્યારેક રિઝલ્ટના પેજ પર તમને મિનિ પીસી અથવા ઓલ-ઇન-વન પીસી જોવા મળ્યાં હશે. તમારું ફોકસ લેપટોપ ખરીદવા પર જ હોય તો આ બંને, થોડા અલગ પ્રકારના પીસી તરફ ખાસ ધ્યાન...
જો તમે હવે માઇક્રોસોફ્ટ વર્ડની જેમ ગૂગલ ડોક્સનો ઉપયોગ કરવા લાગ્યા હશો તો તમારો અનુભવ હશે કે ગૂગલ ડોક્સ પ્રોગ્રામ પણ ધીમે ધીમે વર્ડની હરીફાઈ કરી રહ્યો છે. ફીચર્સની રીતે જોઇએ તો વર્ડ પ્રોગ્રામ હજી ઘણો આગળ છે. તેમાં બેઝિકથી લઇને એડવાન્સ્ડ પ્રકારનાં પાર વગરનાં ફીચર છે....
એક ચુટકી સિંદૂર કી કિંમત આપ ક્યા જાનો, રમેશબાબુ… હિન્દી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો આ ડાયલોગ જબરો પોપ્યુલર થયો. તેનો જવાબ ‘રમેશબાબુ’ કે આપણને ભલે ખબર ન હોય, એક ઇમોજીની કિંમત કેટલી એ કેનેડાના એક ખેડૂતને બરાબર સમજાઈ ગયું. ફક્ત એક ઇમોજીને મામલે કોર્ટમાં પહોંચેલા એક કેસમાં...
આ સવાલ કોઈ પણ વ્યક્તિને પૂછીએ તો જવાબ આપવામાં એ બિલકુલ વાર ન લગાડે. ગણિત, ભૂગોળ, ઇતિહાસ, વિજ્ઞાન… ત્યાંથી આગળ વધો તો બાયોલોજી, એકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ… આપણે સૌ - કોઈ ભેદભાવ વગર - કોઈ ને કોઈ વિષયમાં કાચા હોઈએ જ છીએ. સ્કૂલના શરૂઆતના દિવસોમાં જ આપણને કોઈ વિષય તરફ...
આગળ શું વાંચશો? સ્માર્ટફોનમાં ફરી રિમૂવેબલ બેટરી આવે તેવી શક્યતા ડેટા પ્રાઇવસી માટે જાણીતી પ્રોટોન ડ્રાઇવની વિન્ડોઝ એપ આવી વધુ એક IIT દ્વારા ઓનલાઇન ડિગ્રી કોર્સ સ્માર્ટફોનમાં ફરી રિમૂવેબલ બેટરી આવે તેવી શક્યતા તમને યાદ હશે કે થોડાં વર્ષ પહેલાં આપણો સ્માર્ટફોન હેંગ થઈ...
આપણે મોબાઇલ કે કમ્પ્યૂટરમાં સર્ફિંગ કરતા હોઈએ ત્યારે અમુક લિંક ક્લિક કરીને આગળ વધવા જતાં, એરરનો સામનો કરવો પડે છે. આવી એરર કેમ થાય છે અને એના કેવા ઉપાય થઈ શકે?
નેટફ્લિક્સ પર કોઈ એક વ્યક્તિ સર્વિસ સબસ્ક્રિપ્શન ભરે અને પછી પાસવર્ડની લ્હાણી કરે, એકથી વધુ મિત્રો સબસ્ક્રિપ્શનનો ખર્ચ અરસપરસ વહેંચી લઇને ઓછા ખર્ચે ઓટીટીની મજા માણે... લાંબા સમયથી એવું લાગતું હતું કે આ મજા હવે લાંબું ટકશે નહીં! નેટફ્લિક્સે છેલ્લા કેટલાક સમયથી તેની...
આગળ શું વાંચશો? યુપીઆઇના ક્યૂઆર કોડ્સ પર ડિજિટલ રૂપી સ્ટેટ બેંકની યોનો એપમાં યુપીઆઇની સર્વિસ વધુ વિસ્તરી યુપીઆઇના ક્યૂઆર કોડ્સ પર ડિજિટલ રૂપી ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ રિટેઇલ યૂઝર્સ માટે પણ ડિજિટલ કરન્સીનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો એ વાતને લગભગ છ...
ગયા મહિને સોશિયલ મીડિયા પર ખાસ્સી હલચલ રહી - એક તરફ, મેટા કંપનીએ ટ્વીટરની સીધી હરીફાઈમાં, ઇન્સ્ટાગ્રામ એપ સાથે કનેક્ટેડ ‘થ્રેડ્સ’ નામની એક નવી સોશિયલ મીડિયા સર્વિસ લોન્ચ કરી. થ્રેડ્સના આગમન સાથે, એ ટ્વીટરને કેવી ભારે પડશે તેની ચારેતરફ ચર્ચા ચાલી, એ દરમિયાન, ટ્વીટરના...
કમ્પ્યૂટર જેવા સાધન સાથે આપણે ‘વાતચીત’ કરવી હોય ત્યારે આપણે કમ્પ્યૂટર સમજી શકે તેવી ભાષામાં તેની સાથે વાત કરવી પડે. એ માટે મુખ્યત્વે બે પદ્ધતિનો ઉપયોગ થાય છે ઃ એક, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ (સીએલઆઇ) અને બે, ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસ (જીયુઆઈ) આપણે સૌ સામાન્ય રીતે કમ્પ્યૂટરનો...
અખબારોમાં આપણે અવારનવાર વાંચીએ છીએ કે કોઈ સાયબર ક્રાઇમ માટે પોલીસમાં ફરિયાદ નોંધાયા પછી પોલીસે તપાસ શરૂ કરી અને ‘આઇપી’ એડ્રેસની મદદથી આરોપીના ઘર સુધી પહોંચીને તેને ઝડપી લીધો. આવા સમાચાર વાંચીને આપણા મનમાં સવાલો જાગે કે આઇપી એડ્રેસ એક્ઝેટલી શું છે? શું તેની મદદથી કોઈ...
લાંબા સમયથી ગૂગલ, ફેસબુક જેવાં પ્લેટફોર્મ પર ન્યૂઝ દર્શાવવાના મુદ્દે વિવિધ દેશોની સરકારો, પરંપરાગત અખબારી માધ્યમો તથા ગૂગલ અને ફેસબુક વચ્ચે કશ્મકશ ચાલી રહી છે. મુખ્ય મુદ્દો એટલો છે કે ગૂગલ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પરંપરાગત અખબારી માધ્યમોનું કન્ટેન્ટ પોતાના...
અગાઉ ‘સાયબરસફર’માં આપણે ‘ફોટોમેથ’ અને ‘માઇક્રોસોફ્ટ મેથ સોલ્વર’ નામની એપ્સ વિશે જાણી ગયા છીએ. આ એપ્સની મદદથી કેલ્ક્યુલેટરની મદદથી જેના જવાબ મુશ્કેલ હોય તેવા દાખલા ઉકેલી શકાય અને ખાસ તો ઉકેલનાં સ્ટેપ્સ બરાબર સમજી શકાય. આ જ પ્રકારનું કામ ગૂગલ લેન્સની મદદથી પણ થઈ શકે...
મોટા ભાગે હોલીવૂડની, કે હવે તો બોલીવૂડની મૂવીઝમાં પણ હેકર્સને એવી રીતે ગ્લોરીફાય કરવામાં આવતા હોય છે કે આપણે અંજાઈ જ જઈએ અને માની બેસીએ કે હેકર જેવું સ્માર્ટ તો કોઈ હોઈ જ ન શકે. એ ઘડીના છઠ્ઠા ભાગમાં ઇન્ટરનેટ પર ધારે ત્યારે, ગમે તેટલા સિક્યોર નેટવર્કમાં ઘૂસી શકે અને...
આપણા મોટા ગજાના સર્જક મધુ રાયે એક મજાની વાર્તા લખી હતી, શીર્ષક હતું ‘ઇંટોના સાત રંગ’. વાર્તાનો નાયક હરિયો બેરોજગાર. માના આગ્રહથી કામની શોધમાં એ અમદાવાદ આવે છે. કોઈ ઓળખીતા એને નોકરી અપાવે છે. ત્યારે હરિયાને એ એટલું જ પૂછે છે, ‘‘ગણતરી આવડે છે?’’ કામ હતું ઇંટો ગણવાનું. એ...
આગળ શું વાંચશો? સ્માર્ટફોનમાં ફરી આવે છે કોલ રેકોર્ડ કરવાની સુવિધા આપણું મોબાઇલ બિલ ભરશે એમેઝોન! ગૂગલની ઓથેન્ટિકેટર એપનો લોગો-ડિઝાઇન બદલાયાં સ્માર્ટફોનમાં ફરી આવે છે કોલ રેકોર્ડ કરવાની સુવિધા તમને કદાચ યાદ હશે કે ગયા વર્ષે ગૂગલે કોલ રેકોર્ડિંગ સંબંધિત તેની પોલિસીમાં...
ઉપરના મેપમાં પૃથ્વીના જે ભાગમાં ખાસ માનવવસતિ નથી એટલો ભાગ કોરો દેખાય છે, બાકીના લગભગ બધા ભાગના સ્ટ્રીટ વ્યૂ તૈયાર થઈ ગયા છે – આપણા ઘર સુધી જતા રસ્તા ને શેરી સહિત!
હવે આપણને ચારે તરફ ક્યૂઆર કોડનાં પાટિંયાં કે સ્ટીકર દેખાય છે. વિવિધ દુકાનોમાં દેખાતા ક્યૂઆર કોડ અને કોઈ અખબાર કે મેગેઝિનમાં જોવા મળતા ક્યૂઆર કોડનો હેતુ અલગ અલગ હોય છે.
તમે કોઈ ઓનલાઇન શોપિંગ સાઇટ પર શોપિંગ કરો, બસ, રેલવે, ફ્લાઇટ વગેરેની ટિકિટ ખરીદો, વીમાના પ્રીમિયમ ભરો કે મોબાઇલ-ઇલેક્ટ્રિસિટી વગેરેનાં બિલ માટે પેમેન્ટ કરો ત્યારે રકમની ચુકવણી કરો ત્યારે પેમેન્ટ કેવી રીતે કરો છો? આવી બધી જ સાઇટ ‘પેમેન્ટ ગેટવે’નો ઉપયોગ કરતી હોય છે, જે...
હજી હમણાં સુધી યુપીઆઇ વ્યવસ્થાનો લાભ લેવા માટે આપણી પાસે બેંકનું ડેબિટ કાર્ડ હોવું ફરજિયાત હતું. આપણે બેંકની અથવા અન્ય કોઈ પણ યુપીઆઇ એપમાં પોતાના બેંક એકાઉન્ટને કનેક્ટ કરતી વખતે બેંકના ડેબિટ કાર્ડની વિગતો આપવી અનિવાર્ય હતી. છેલ્લા થોડા સમયથી આ જરૂરિયાત હળવી બની છે અને...
કોઈ બેન્કમાં તમારું બે કે તેથી વધુ વર્ષ જૂનું બચત કે ચાલુ ખાતું હોય અને તમે તેને સાવ ભૂલી ગયા હો એવું બન્યું છે? અથવા તમે કોઈ ટર્મ ડિપોઝિટ ખોલાવી હોય અને તેની મુદ્દત પાકી ગયા પછી તે આપોઆપ રિન્યુ થાય તેવું સેટિંગ ન કર્યું હોય અને તમે તેને વટાવવાનું ભૂલી ગયા હો એવું...
ઇન્ટરનેટ પર આજકાલ બ્લૂ વેરિફિકેશન ટિકમાર્ક ખાસ્સો ચર્ચામાં છે. સૌથી પહેલાં ટ્વીટરે યૂઝર્સની ખરાઈ સાબિત કરવા માટે આવો ટિકમાર્ક આપવાનું શરૂ કર્યું. તેને પગલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ફોર બિઝનેસ, ગૂગલ મેસેજિસ ફોર બિઝનેસ વગેરે સર્વિસમાં પણ બ્લૂ કે ગ્રીન વેરિફિકેશન...
તમે હજી વિન્ડોઝ૧૦નો ઉપયોગ કરો છો? તેમાં તમે કોઈ એક ચોક્કસ ફોલ્ડર વારંવાર ઓપન કરો છો? જો આ બંને સવાલના જવાબ ‘હા’ હોય તો તમે કમ્પ્યૂટરમાં તમારું કામ વધુ સહેલું બનાવી શકો છો - ટાસ્કબારમાં નવું ટૂલબાર ઉમેરીને. સામાન્ય રીતે આપણે કમ્પ્યૂટરમાં કોઈ પણ ફોલ્ડર કે ફાઇલ ઓપન કરવી...
માઇક્રોસોફ્ટના દરેક પ્રોગ્રામની જેમ તેના વર્ડ પ્રોગ્રામમાં પણ અનેક ફીચર છે, પરંતુ એ શોધવાં મુશ્કેલ બની શકે છે. આમ તો લાંબા સમયથી માઇક્રોસોફ્ટ કંપનીએ તેના પ્રોગ્રામ્સમાં સાદા મેનૂને વિદાય આપીને ‘વિઝ્યુઅલ રિબન’ અપનાવી લીધી છે. રિબનમાં વિવિધ ફીચર અલગ અલગ ટેબમાં ગોઠવવામાં...
આગળ શું વાંચશો? ફેસબુકમાં શોર્ટકટ બાર તપાસી જુઓ વોટ્સએપમાં એચડી ઇમેજ શેરિંગ ફેસબુકમાં શોર્ટકટ બાર તપાસી જુઓ ફેસબુકમાં ઘણાં ફીચર એવાં હોઈ શકે છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો પણ, તેનો વધુ લાભ લઈ શકાય એ વાતનો આપણને અંદાજ ન હોય. જેમ કે ફેસબુકમાં શોર્ટકટ બાર છે તેની તમને...
તમે ગૂગલ ફોટોઝ જેવી સર્વિસમાં પોતાના ફોટોગ્રાફ સ્ટોર કરતા હશો અને દરેક ફોટોગ્રાફમાં થોડા ઊંડા ઉતરતા હશો તો એક વાતની તમને નવાઈ લાગતી હશે - ફોટોઝ એપ આપણા ફોટોગ્રાફ વિશે ઘણી બધી માહિતી કેવી રીતે જાણી લે છે? જેમ કે ગૂગલ ફોટોઝ એપમાં આપણે કોઈ ફોટોગ્રાફ ઓપન કરીએ તો ખબર પડે...
આપણે જ્યારે પણ વર્ડમાં કોઈ ફાઇલમાં કામ કરતા હોઈએ અને કોઈ કારણસર એ ફાઇલ કરપ્ટ થાય ત્યારે જ આપણને તેનું બેકઅપ લેવાનું મહત્ત્વ યાદ આવતું હોય છે. વર્ડમાં ફાઇલનો ઓટોમેટિક બેકઅપ લેવાની સુવિધા હોય છે, પણ આપણે તેનો લાભ લેવાનું ભૂલી જતા હોઈએ અથવા તેની બહુ જરૂર હોતી નથી એવું...
ગૂગલ સાઇટ્સ એ ગૂગલની અનેક સર્વિસમાંની એક સર્વિસ છે જેની મદદથી આપણે બિલકુલ મફતમાં પોતાની વેબસાઇટ બનાવી શકીએ છીએ - અલબત્ત કેટલીક મર્યાદાઓ સાથે. વેબસાઇટ બનાવવાનું કામ કેટલું અઘરું અને સરળ છે તેનો આધાર તમે કેવી વેબસાઇટ બનાવવા માગો છો અને તમે કેટલી ટેકનિકલ જાણકારી ધરાવો છો...
અત્યાર સુધીમાં તમે પણ કદાચ તમારા સ્માર્ટફોનમાં ડિજિલોકર એપ ઇન્સ્ટોલ કરી દીધી હશે. આપણાં મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ ડિજિટલ સ્વરૂપમાં સાચવવા માટે આ એક સારી સુવિધા છે. પોતાનું આધાર કાર્ડ, પાનકાર્ડ, સ્કૂલ કોલેજના સર્ટિફિકેટ, કોવિડ વેક્સિનનાં સર્ટિફિકેટ્સ અન્ય સરકારી...
આપણા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી કોઈ એપ વારંવાર ક્રેશ થતી હોય તો આપણે તેના વિશે ખાસ કંઈ કરી શકતા નથી. જોકે હવે ગૂગલે એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે કદાચ આપણને ઉપયોગી થઈ શકે છે. આ ફીચર મુજબ આપણે જેને ઓપન કરવાનો પ્રયાસ કરતા હોઇએ એવી કોઈ એપ વારંવાર ક્રેશ થતી હોય અને...
હમણાં આપણે ‘સાયબરસફર’માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ (ચેટજીપીટી, બિંગમાં ચેટપીટી અને ગૂગલ બાર્ડ) વિશે વિગતવાર વાત કરી હતી ત્યારે જ ચેતવણી આપી હતી કે આ ‘બુદ્ધિમાન’નો હજી બહુ ભરોસો કરવા જેવું નથી! આ ટેક્નોલોજી ચોક્કસ એક તરફ બહુ બુદ્ધિશાળી છે ને બીજી તરફ એ લોચા...
આગળ શું વાંચશો? ગૂગલની કોન્ફરન્સમાં એઆઇની જ ચર્ચા ખોવાયેલો ફોન શોધવાનું વધુ સહેલું બનશે મેડિકલ અને એન્જિનીયિંગનો સાથે અભ્યાસ! ભારતમાં ‘નવા’ પ્રકારની ટેલિકોમ સર્વિસ માટે લાઇસન્સ ગૂગલની કોન્ફરન્સમાં એઆઇની જ ચર્ચા ગયા મહિને, દર વર્ષની જેમ ડેવલપર્સ માટેની Google I/O...
આજના સમયમાં કોઈ વિદ્યાર્થી માત્ર એક કોલેજમાં થતા અભ્યાસ પર બધો આધાર રાખી શકે તેમ નથી. સદનસીબે, હવે તેના માટે મૂળ કોલેજને સમાંતર ઓનલાઇન એજ્યુકેશનની અનેક તકો ખૂલી રહી છે.
ફિંગરપ્રિન્ટનો ઉપયોગ આપણે માટે બહુ સહેલો છે, પણ સવાલ એ થવો જોઈએ કે આપણી ફિંગરપ્રિન્ટનો ડેટા ફોનમાં કેવી રીતે સ્ટોર થાય છે અને ત્યાં તે સલામત રહે છે ખરો?
‘સાયબરસફર’માં સતત, જે કોઈ સર્વિસમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનની સગવડ મળતી હોય ત્યાં તેને ઇનેબલ કરવાની ભલામણ કરવામાં આવે છે. જુદી જુદી કંપની, જુદી જુદી રીતે આવા સેકન્ડ વેરિફિકેશનની સગવડ આપતી હોય છે, જેમ કે... ગૂગલમાં આપણા એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરીએ ત્યારે ફોનમાં...
આગળના લેખમાં, ફેસબુક ‘ઓથેન્ટિકેટર એપના ઉપયોગનો આગ્રહ રાખશે’ એવી વાત કરી, પણ તમે ઓથેન્ટિકેટર એપના ઉપયોગ બાબતે જ ગૂંચવણ અનુભવો છો? તેનો ઉપયોગ સ્ટેપ-બાય-સ્ટેપ જાણીએ. આપણે વિવિધ એકાઉન્ટ માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરીએ, પછી તે માટેનો ઓટીપી જુદી જુદી ઘણી રીતે મેળવી શકીએ...
આગળ શું વાંચશો? ગૂગલ કોન્ટેક્ટ્સને સોશિયલ બનાવવાની કોશિશ વોટ્સએપમાં મોબાઇલ નંબરને બદલે યૂઝરનેમ આવવાની શક્યતા ગૂગલ કોન્ટેક્ટ્સને સોશિયલ બનાવવાની કોશિશ ગૂગલની કોન્ટેક્ટ સર્વિસમાં બે મોટા ફેરફાર આવી રહ્યા છે. પહેલો ફેરફાર લોન્ચ થઈ ગયો છે. અને તમે આ વાંચતા હશો ત્યાં...
પિન્ટરેસ્ટમાં બોર્ડનો કનસેપ્ટ સમજતા પહેલાં આખે આખું પિન્ટરેસ્ટ શું છે તેની થોડી વાત કરી લઇએ (‘સાયબરસફર’ના માર્ચ ૨૦૧૨ અને જુલાઈ ૨૦૨૦ અંકમાં તેની વિગતવાર વાત કરી છે). પિન્ટરેસ્ટ લાંબા સમયથી એક અલગ પ્રકારના, મજાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે વિકસી રહ્યું છે. આ...
‘સાયબરસફર’માં આપણે અવારનવાર વિવિધ પ્રકારની ટુડુ લિસ્ટ પ્રકારની એપની વાત કરી છે. આપણાં રોજેરોજનાં, અઠવાડિયાનાં અને આખા મહિનામાં કરવા જરૂરી વિવિધ કામનું લિસ્ટ આપણી નજર સામે રહે તો બધાં કામ હેન્ડલ કરવાં સહેલાં બની જતાં હોય છે. આ કામમાં સારી ટુડુ લિસ્ટ એપ આપણને ઘણી ઉપયોગી...
આપણા સૌની ફરિયાદ હોય છે કે સમય સાથે આપણા કમ્પ્યૂટર (કે સ્માર્ટફોન)ની સ્પીડ ઘટતી જાય છે. આવું થવાનાં ઘણાં બધાં કારણો હોય છે. જેમાંનું એક આપણે પોતે હોઇએ છીએ! પીસી કે લેપટોપની વાત કરીએ તો આપણે ખરીદીએ ત્યારે એ કોરી પાટી જેવું હોય, પછી તેમાં આપણે જાતભાતનો ડેટા ઉમેરતા જઇએ....
અત્યારે તમે તમારા પીસી/લેપટોપ કે મોબાઈલના બ્રાઉઝરમાં ફક્ત cybersafar.com લખીને એન્ટર કી પ્રેસ કરો એટલે ‘સાયબરસફર’ની વેબસાઇટ ઓપન થઈ જાય છે. પરંતુ જો તમે યુઆરએલના એડ્રેસ બારમાં કર્સર મૂકીને cybersafar.com કોપી કરો અને પછી તેને ગમે ત્યાં પેસ્ટ કરો તો આખું એડ્રેસ આવું...
અત્યાર સુધી આપણે રોજિંદા જીવનમાં, ખાસ કરીને કરિયાણાની ચીજવસ્તુઓમાં ભેળસેળનો કામનો કરવાનો થતો હતો, પણ હવે તો એવો સમય આવ્યો છે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ જબરજસ્ત ભેળસેળ થવા લાગી છે. અનાજ-મસાલામાં તો એક-બે માણસ પોતાનું દિમાગ લડાવીને ભેળસેળ કરે, જ્યારે ઇન્ટરનેટની દુનિયામાં...
આગળ શું વાંચશો? લોન એપ્સ પર અંકુશ ફોન બંધ હશે તો પણ શોધી શકાશે ઓટીટીમાં એક નવી સગવડ ભારતમાં ક્વોન્ટમ ટેકનોલોજીના વિકાસ માટે નવા મિશનની રચના લોન એપ્સ પર અંકુશ ભારતમાં - મોટા ભાગે ચાઇનીઝ મૂળ ધરાવતી - પર્સનલ લોન એપ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને કોરોનાના...
સામાન્ય રીતે ઇન્ટરનેટ પર જે કોઈ બાબત ખાસ્સી પોપ્યુલર હોય તેનો ઉપયોગ કરવામાં જોખમ પણ વધુ હોય છે. સ્માર્ટફોનની રીતે જોઇએ તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન, વેબસાઇટની રીતે જોઇએ તો વર્ડપ્રેસ પ્લેટફોર્મ પર બનેલી વેબસાઇટ, સોશિયલ મીડિયાની રીતે જોઇએ તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ...
હમણાં હમણાં ચેટજીપીટીની જોરદાર ચર્ચા ચાલે છે અને આપણે ‘સાયબરસફર’માં તેના વિશે અવારનવાર, વિગતવાર વાત કરી છે. આ ચેટબોટને આપણે કંઈ પણ પૂછીએ તો તે પોતાની રીતે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ વિવિધ માહિતી ફંફોસી તેમાંથી અર્થ તારવીને પોતાની રીતે સારાંશ કાઢીને આપણને બતાવે છે. આપણે વાત...
આગળ શું વાંચશો? ટ્વીટરમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનમાં મોટો ફેરફાર થયો આપણે માટે ફેસબુક પોતે જ કન્ટેન્ટ જનરેટ કરી આપશે! વોટ્સએપનો એકથી વધુ મોબાઇલમાં ઉપયોગ ટ્વીટરમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનમાં મોટો ફેરફાર થયો ગયા મહિનાથી ટ્વીટરે ભારતીય સેલિબ્રિટિઝનાં વેરિફાઇડ બ્લુ ટિક બંધ કરી...
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, પિન્ટરેસ્ટ વગેરે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની એક ખાસિયત અથવા તકલીફ હોય છે - આવી કોઈ પણ સાઇટ કે એપ આપણે એક વાર ઓપન કરીએ એ પછી તેમાં વાંચવા જેવું, જોવા જેવું કે અન્ય લોકો સાથે ઇન્ટરેક્ટ કરવા જેવું એટલું બધું હોય કે તેમાં આપણો કેટલો બધો...
ગયા મહિને, ગોર્ડન મૂરે નામના એક એન્જિનીયરનું ૯૪ વર્ષની વયે નિધન થયું. ‘ગોર્ડન મૂરે? એ વળી કોણ?’ એવો આપણને સવાલ થઈ શકે. અચ્છા, ‘ઇન્ટેલ ઇન્સાઇડ’ એમ કહેતાં, મનમાં કોઈ ઘંટડી વાગે છે? ઘર ઘરમાં કે પાર વગરની ઓફિસનાં લેપટોપ, કમ્પ્યૂટર પર જોવા મળતું ‘ઇન્ટેલ ઇન્સાઇડ’ સ્ટીકર એ આ...
વાત ફિંગરપ્રિન્ટના સ્કેનિંગની હોય ત્યારે આપણે કોઈને કોઈ સપાટી પર આંગળીથી સ્પર્શ કરવો જ પડે. એ વિના છૂટકો જ નહીં. સ્માર્ટફોન અનલોક કરવો હોય ત્યારે ફોનના મોડેલ અનુસાર ફોનના પાછળના ભાગમાં પાવર બટન પર કે પછી આગળના ભાગમાં સ્ક્રીન પર કે અન્ય જગ્યાએ આપણા અંગૂઠા કે અન્ય...
તમારે સ્માર્ટફોનથી કોઈ પણ વ્યક્તિને ફોન જોડવો હોય ત્યારે મોટા ભાગે આપણે ફોનની કોલ એપ ઓપન કરીએ અને તેમાં એ વ્યક્તિના નામથી તેને સર્ચ કરવાનો પ્રયાસ કરીએ. એ વ્યક્તિને નજીકના સમયમાં આપણે કોલ કર્યો હોય તો રિસન્ટ કોલ હિસ્ટ્રીમાં તેમનું નામ દેખાઈ જાય અને આપણે સહેલાઈથી નવો...
લાંબી રાહ જોવડાવ્યા પછી ગયા મહિને એપલ કંપનીએ ભારતમાં તેનો પહેલો ફિઝિકલ સ્ટોર મુંબઈમાં ઓપન કર્યો. ત્યાર પછી તરત જ દિલ્હીમાં પણ કંપનીનો સ્ટોર શરૂ થયો. અત્યાર સુધી એપલ કંપનીએ ભારતમાં ઓનલાઇન સ્ટોર તથા રીસેલર્સના ફિઝિકલ સ્ટોર દ્વારા પોતાની પ્રોડક્ટસનું વેચાણ કર્યું છે. આમ...
આપણા રોજબરોજના ઓફિસના કામકાજમાં ઘણી વાર બનતું હોય છે કે ઘણી બધી બાબતો આપણને પજવતી હોય, પરંતુ તેનું કોઈ સ્માર્ટ સોલ્યુશન હશે એવી આપણને જાણ પણ ન હોય! ક્યારેક ઇન્ટરનેટ પર અમસ્તાં જ સર્ફ કરતી વખતે આવું કોઈ સોલ્યુશન મળી આવે તો આપણું દિમાગ બાગબાગ થઈ જાય! આ વખતની કવર...
અમેરિકામાં રહેતા એક વૃદ્ધ દંપત્તિને તેમના દીકરા તરફથી ફોનકોલ આવ્યો. દીકરાના ગભરાયેલા અવાજ પરથી લાગતું હતું કે દીકરો કંઈક મોટી મુશ્કેલીમાં છે. વાતચીત પરથી ખ્યાલ આવ્યો કે તેનાથી કાર અકસ્માત થઈ ગયો હતો, હવે તે ગંભીર કાયદાકીય તકલીફમાં ફસાઈ ગયો હતો અને તેને તાબડતોબ નાણાની...
વિવિધ ટેકનોલોજી કંપની આગામી ટેક્નોલોજીની ડિઝાઇન માટે પેટન્ટ ફાઇલ કરે તેના પરથી અંદાજ આવતો હોય છે કે આપણને ભવિષ્યમાં કેવા પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા મળશે. હમણાં સેમસંગ કંપનીએ તેની આગામી સ્માર્ટવોચ માટે આવી રીતે એક પેટન્ટ ફાઇલ કરી. જે બતાવે છે કે આ સ્માર્ટવોચમાં...
ઇન્ટરનેટ પર આપણે કંઈ પણ બ્રાઉઝ કરવા માગતા હોઈએ અને આપણે શું સર્ચ કે સર્ફ કર્યું તેની જાસૂસી ન થાય તેવું ઇચ્છતા હોઇએ ત્યારે આપણે બ્રાઉઝરમાં ‘ઇનકોગ્નિટો’ મોડ પસંદ કરતા હોઇએ છીએ. આ મોડમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ તો તેની હિસ્ટ્રી જળવાતી નથી. તેમ જ તેના વિશે કૂકીઝની મદદથી...
આગળ શું વાંચશો? હવે વોટ્સએપમાં આવે છે ન્યૂઝલેટર્સ યુટ્યૂબમાં અપશબ્દો ધરાવતા વીડિયો પર હવે ઓછા અંકુશ ટ્વીટરમાં SMS દ્વારા 2FA બંધ થઈ ગયું ઇન્સ્ટાગ્રામના સહ-સ્થાપક ઇન્સ્ટા એપની હાલની સ્થિતિથી નારાજ! યુટ્યૂબમાં અમુક પ્રકારની જાહેરાત બંધ થશે વોટ્સએપમાં જૂનાં ગ્રૂપ સંબંધિત...
માની લો કે તમે તમારી ઓફિસમાં ડેસ્કટોપ પર કોઈ મોટા ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા છો. બાજુમાં તમારા સહ કર્મચારી એના લેપટોપમાં કંઈક એ જ પ્રકારનું કામ કરી રહ્યા છે. દરમિયાન અચાનક ઓફિસ બિલ્ડિંગના પાવર સપ્લાયમાં કંઈક ખામી સર્જાઈ અને પાવર સપ્લાય કટ થયો! એ સાથે જ તમારા...
વર્ષોથી ઇન્ટરનેટ સર્ફિંગ માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝર લોકોનું ફેવરિટ બ્રાઉઝર રહ્યું છે. કદાચ તમે પણ પીસી/લેપટોપ અને સ્માર્ટફોનમાં બ્રાઉઝર તરીકે ક્રોમનો જ ઉપયોગ કરતા હશો. આમ થવું સ્વાભાવિક પણ છે. આપણી ડિજિટલ લાઇફ માટે ઘણી બધી રીતે આપણે ગૂગલનું શરણું લઈ લીધું છે....
તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન પ્રમાણમાં જૂનો છે? તો એ તમને જુદી જુદી ઘણી રીતે ધીમો પડી ગયો હોય એવું લાગતું હશે. જેમ ફોનમાંની એપ્સમાં બિનજરૂરી ભારણ વધે તો ફોન ધીમો ચાલે, એ જ રીતે કોન્ટેક્ટ્સ અને ડાયલર એપમાં નકામી બાબતો વધે તો એ પણ સરવાળે ઘણી ધીમી ચાલે. આના ઉપાય તરીકે...
થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં ગૂગલની ફોટોઝ સર્વિસમાં ઉપલબ્ધ થયેલા ‘મેજિક ઇરેઝર’ નામના એક ફીચરની વાત કરી હતી. આ ફીચરની મદદથી આપણે આપણા ફોટોગ્રાફમાંના વણજોઇતા ભાગ એકદમ સહેલાઈથી, આંગળીના હળવા ઇશારે દૂર કરી શકીએ છીએ. અલબત્ત એ સમયે આ ફીચરનો ઉપયોગ કરવા માટે શરત એ હતી...
ગયા વર્ષના અંત ભાગથી નાની મોટી કેટકેટલી ટેક કંપનીઓમાં એમ્પ્લોઇને છૂટા કરવાનો દોર શરૂ થયો છે જે છેક અત્યાર સુધી વણથંભ્યો ચાલુ રહ્યો છે. અમેરિકન ટેકનોક્રેટ્સ ઇલોન મસ્કે ટ્વીટર કંપની હસ્તગત કરી પછી કંપનીનો ખર્ચ ઘટાડવા માટે તેમણે બહુ મોટા પાયે એમ્પ્લોઇને છૂટા કરવાનું શરૂ...
યાદ છે? માંડ પાંચેક વર્ષ પહેલાં ૨૦૧૮માં વોટ્સએપ પર ફેલાયેલી અફવાને પરિણામે, ભારતમાં જુદી જુદી જગ્યાએ ટોળાએ ‘બાળકોને ચોરતી ટોળકી સભ્યો’ પર ત્રાટકી તેમને મારી નાખ્યા હતા? વોટ્સએપની એ અફવાને સાચી માની લેનારા લોકોને કારણે કુલ બે ડઝન જેટલા લોકોએ, સાવ વિના કારણ, જીવ...
અત્યારે આપણે ગૂગલ કે અન્ય કોઈ સર્ચ એન્જિનમાં કંઈ પણ સર્ચ કરીએ ત્યારે શું થાય છે? આપણે પ્રશ્ન લખીને એન્ટરથી પ્રેસ કરીએ એ સાથે સર્ચ એન્જિનની સિસ્ટમ દોડાદોડ કામે લાગી જાય છે અને આખા ઇન્ટરનેટ પરના અબજો વેબપેજિસ ફટાફટ ફેંદી નાખે છે. પછી એમાંથી આપણે પૂછેલા પ્રશ્નોનો જવાબ જે...
જો તમે યુપીઆઇ એપ તરીકે ભીમ એપનો ઉપયોગ કરતાં હશો તો તમે કદાચ જોયું હશે કે તેમાં ‘યુપીઆઇ લાઇટ’ સર્વિસ શરૂ થઈ ગઈ છે. આ ફીચરની મદદથી આપણે યુપીઆઇ એપનો મોબાઇલ વોલેટની જેમ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે નાની રકમ માટે આપણે યુપીઆઇ પિન આપવાની જરૂર રહેતી નથી. ભીમ એપમાં શરૂઆતમાં...
છેલ્લા થોડા સમયથી ભારતમાં ગૂગલ કંપની કાયદાકીય અવરોધોનો સામનો કરી રહી હતી. કંપનીને કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા તરફથી બે વાર આકરા દંડ (રૂ. ૧૩૩૮ કરોડ વત્તા રૂ. ૩૬ કરોડ) પણ ફટકારવામાં આવ્યા. ગૂગલે તેની સામે સર્વોચ્ચ અદાલતનું શરણું લીધું. પરંતુ ત્યાં પણ તેને કોઈ રાહત ન...
પીસી/લેપટોપ કે આઇફોન, એન્ડ્રોઇડ વગેરેમાં યુટ્યૂબ પર વીડિયો જોતી વખતે એ વીડિયો વારંવાર અટકી પડે છે? આવું સામાન્ય રીતે થાય નહીં, પણ જ્યારે થાય, વીડિયો પ્લે થવાનું અટકી પડે ત્યારે આપણું જાણે જીવન અટકી પડે! આમ થવાનું સૌથી સાદું કારણ આપણા ડિવાઇસના ઇન્ટરનેટ કનેકશનમાં...
નવા સમયમાં વિશ્વના જુદા જુદા ખૂણે રહેતા લોકો એક સાથે એક પ્રોજેક્ટ પર કામ કરતા હોય એવું હવે સામાન્ય થઈ ગયું છે ત્યારે આવી ગ્લોબલ ટીમ વચ્ચે કમ્યુનિકેશન અને કોલાબોરેશનની નવી નવી પદ્ધતિઓ પણ વિકસી રહી છે. હમણાં એપલે તેના આઇઓએસ ૧૬.૨ વર્ઝનમાં ફ્રીફોર્મ (Freeform) નામે એક નવી...
‘‘લે, તમે આ શું કરી નાખ્યું? ફોનમાં બધું ઊડી ગયું!’’ તમે પોતે કે પરિવારનાં બાળકોએ ક્યારેક ને ક્યારેક સ્માર્ટફોન વિશે ખાસ કશું ન જાણતા વડીલો સાથે આવી મજાક કરી હશે. પરંતુ વર્ષ ૨૦૧૧માં ૭૫ વર્ષનાં એક દાદીમાએ આવી ‘મજાક’ કરી, એ પણ પૂરા ૩૦ લાખ લોકો સાથે. બન્યું એવું કે...
આપણી આખી જિંદગી હવે ડેટાની આપલેમાં વીતવા લાગી છે. મોટા ભાગે પોતાના સ્માર્ટફોનમાં આપણે વ્યાપકપણે ડેટાનો ઉપયોગ કરીએ છીએ. આ ડેટા એટલે વોટ્સએપ પર આવતા મેસેજિસ, ફેસબુક પર ફ્રેન્ડઝની પોસ્ટ, યુટ્યૂબના વીડિયો, મનગમતી ગેમ્સ કે સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગ માટે ગંભીર હોઇએ તો...
યુપીઆઇથી કોઈ પણ રકમ મોકલવામાં ત્રણ પ્રકારની ભૂલ થવાની સંભાવના રહે છે ઃ ૧. આપણે યુપીઆઇ નંબર કે આઇડી લખવામાં ભૂલ કરીએ. આવી ભૂલ મોંઘી પડતી નથી કેમ કે તેમાં ટ્રાન્ઝેક્શન સફળ થતું નથી, એવો કોઈ યુપીઆઇ નંબર કે આઇડી હોય જ નહીં તો રકમ આપણા ખાતામાંથી જતી નથી. ૨. આપણે રકમ જેને...
તમે તમારાં મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ કેવી રીતે સાચવો છો? સૌથી સાદો રસ્તો તમામ ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ્સને એક ફિઝિકલ ફાઇલમાં સાચવી રાખવાનો છે. તેની સાથોસાથ ડોક્યુમેન્ટ્સની કોપી પણ સાચવી શકાય. પરંતુ આ જૂની રીત થઈ. હવેના ડિજિટલ સમયમાં આપણે સૌ આધારકાર્ડ, પાનકાર્ડ,...
હમણાં સમાચાર છે કે કેનેડાના એક દંપતિએ તેનાં બે બાળકોને ફોર્ટનાઇટ ગેમની લત લાગી એટલે વિશ્વવિખ્યાત એપિક ગેમ્સ સામે કેસ માંડ્યો છે. અદાલતે ત્રણ વર્ષ સુધી વિચાર કરી, આ કેસ વાહિયાત નહીં પણ અદાલતની કાર્યવાહી માટે યોગ્ય છે એવું ઠરાવ્યું છે! તમારા પરિવારમાં કોઈને આ નવા સમયની...
મેડિકલ સાયન્સમાં વર્ષોથી ટેકનોલોજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હવે તો એવો સમય આવી ગયો છે કે ઓપરેશન થિયેટરમાં સર્જનની સાથોસાથ સોફ્ટવેર એન્જિનીયર પણ હાજર હોય. આમ છતાં ડોકટરની ઓળખ સમા સ્ટેથોસ્કોપમાં વર્ષોથી કોઈ ફેરફાર થયો નથી. દર્દીના હૃદયના ધબકારામાં અનિયમિતતા તપાસવા...
આગળ શું વાંચશો? યુટ્યૂબ પર આવે છે પેઇડ કોર્સ વોટ્સએપ અન્ડુને પણ અન્ડુ કરવાની સગવડ! પ્રતિબંધ દરમિયાન વોટ્સએપનો ઉપયોગ શક્ય બનશે વોટ્સએપ સ્ટેટસને વાંધાજનક તરીકે રિપોર્ટ કરી શકાશે ઇન્સ્ટાગ્રામે શોપિંગને બદલે કન્ટેન્ટ ક્રિએશન પર ફોક્સ કર્યું ટ્વીટરને અન્ય સોશિયલ...
રેન્સમવેર માત્ર પીસી કે લેપટોપ પર ત્રાટકે છે એવું નથી. તમારો સ્માર્ટફોન પણ તેનો શિકાર બની શકે છે, ખાસ કરીને એન્ડ્રોઇડ સ્માર્ટફોન. એવું કહેવાય છે કે માત્ર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર જ રેન્સમવેર ટાર્ગેટ કરી શકે છે, પરંતુ લિનક્સ આધારિત એન્ડ્રોઇડ પણ રેન્સમવેરનો ટાર્ગેટ...
વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર ખાસ્સા એક્ટિવ રહેતા લોકોને એક વાતનો સતત ડર રહેતો હોય છે - પોતે પોતાના એકાઉન્ટની એક્સેસ ગુમાવી તો નહીં બેસે ને? આપણે પોતાના એકાઉન્ટને સલામત રાખવાની પૂરતી કાળજી ન લઇએ તો - કે લીધી હોય તો પણ - આપણું એકાઉન્ટ હેક થાય કે બીજા કોઈ કારણસર આપણે...
ઇન્ટરનેટ પરની આપણી સર્ચ યાત્રા મોબાઇલ કે પીસીમાં આપણા બ્રાઉઝરના એડ્રેસ બારથી શરૂ થતી હોય છે. એડ્રેસ બારમાં આપણે કંઈ પણ લખીને સર્ચ કરીએ એટલે ગૂગલનું સર્ચ રિઝલ્ટ પેજ ઓપન થાય, જેમાં આપણી સર્ચ ક્વેરી મુજબ માહિતી ધરાવતાં વેબપેજિસનું લિસ્ટ જોવા મળે. આપણે તેમાંથી કોઈ પણ લિંક...
મેપ્સ એપમાં લોકેશન કેવી રીતે શેર કરાય એ તમે જાણતા જ હશો. એ રીતે, કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનું લાઇવ લોકેશન શેર કરે તો બીજી વ્યક્તિ પોતાના મેપ પર, પહેલી વ્યક્તિ જે તે ક્ષણે ક્યાં છે તે જોઈ શકે. પરંતુ આ બે વ્યક્તિએ પરસ્પરને મળવા લોકેશન શેર કર્યુ હોય તો...
માની લો કે તમે, દુનિયાભરના વિશાળ જ્ઞાનકોષ જેવા વિકિપીડિયા પર કોઈ આર્ટિકલના પેજ પર પહોંચ્યા અને તેમાં તમે વાંચ્યું કે ‘‘ગીરનું જંગલ એશિયાઇ સિંહનું નિવાસસ્થાન છે.’’ આ વાક્ય તમને વાંધાજનક લાગે છે? ઉતાવળો જવાબ ન આપતા! આ નક્કર માહિતી છે એટલે વિકિપીડિયા પર તેની સામે વાંધો...
નવું વર્ષ હંમેશાં નવો ઉત્સાહ લઈને આવતું હોય છે - ખાસ કરીને પહેલા મહિને આપણા સૌના મનમાં, નવા વર્ષમાં કંઈકેટલીય વાતમાં કંઈક નવું કરી બતાવાવનું જોમ ચઢે - સવાલ ફક્ત આ ઉત્સાહ કે ઉજમને ટકાવી રાખવાનો હોય છે! આપણે એકવીસમી સદીના ત્રેવીસમાં વર્ષમાં પ્રવેશી ગયા છીએ ત્યારે...
આગળ શું વાંચશો? મેઘાલયમાં દવાઓની ડિલિવરી માટે ડ્રોનનો ઉપયોગ શરૂ આઇફોને વધુ એક વાર લોકોના જીવ બચાવ્યા સ્પામ કોલિંગ ઘટાડવા બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ થશે તમારો ડેટા રેન્સમવેર સામે સુરક્ષિત છે? નિયમિત બેકઅપ લો છો? મેઘાલયમાં દવાઓની ડિલિવરી માટે ડ્રોનનો ઉપયોગ શરૂ ભારતનાં...
અહીં આપેલો આ સિમ્બોલ તમે બરાબર ઓળખતા જ હશો - સ્માર્ટફોન, લેપટોપ, પીસીના સીપીયુ વગેરે બધામાં આપણને તેનો લગભગ રોજ ઉપયોગ કરીએ છીએ, પણ ‘પાવર’ બટનનો સિમ્બોલ આવો જ હોવા પાછળ એક ખાસ કારણ છે, એ તમે જાણો છો? આ સિમ્બોલ ધ્યાનથી જુઓ - એ બાઇનરી સિસ્ટમના 1 અને 0 ના કોમ્બિનેશનથી...
વીડિયો હવે આપણે રાતદિવસના સંગાથી થઈ ગયા છે, પણ વાત કરીએ જરા જુદા પ્રકારના વીડિયોની. માની લો કે, કોઈ પ્લેનમાંથી પેરાશૂટ જંપિંગ કરી રહેલા પેરાડાઇવર્સનો કોઈ વીડિયો તમે જોઈ રહ્યા છો. જો આ વીડિયો પ્લેનમાં હાજર કોઈ વ્યક્તિએ શૂટ કર્યો હોય તો પ્લેન પાછળના ખુલ્લા ભાગમાંથી...
ડિજિટલ માર્કેટિંગના જમાનામાં ડેસ્કટોપ પબ્લિશિંગનો મુદ્દો હવે પ્રોફેશનલ્સ ઉપરાંત અન્ય લોકો માટે મહત્ત્વનો બની ગયો છે. તમારે પણ જાણવા જોઈએ, નવા સમયનાં નવાં ટૂલ્સ!
આગલા લેખમાં આપણે ડેસ્કટોપ પબ્લિશિંગ (ડીટીપી)ની દુનિયામાં થયેલા મોટા ફેરફારોની વાત કરી. અત્યાર સુધી કંપનીના લોગો, લીફલેટ, બ્રોશર, ન્યૂઝલેટર વગેરે ડિઝાઇન કરવાનું કામ માત્ર પ્રોફેશનલ્સના હાથમાં હતું, જે ડીટીપી માટે વર્ષો પહેલાં ડિઝાઇન થયેલા સોફ્ટવેરનો ઉપયોગ કરતા રહ્યા...
ટ્વીટરની એક વાત લોકોને ખાસ આકર્ષતી હોય છે - ‘‘ટ્વીટરમાં ક્રિકેટ કે બોલિવૂડ સેલિબ્રિટીઝથી માંડીને મુખ્યમંત્રી કે વડાપ્રધાનને પણ ડાઇરેક્ટ મેસેજ મોકલી શકાય છે!’’ ટ્વીટર ચમરબંધીઓનો સીધો સંપર્ક કરવા માટે ઉપયોગી છે એ વાત સાચી, પણ તેમાં કેટલીક શરતો છે. અખબારોમાં આપણે વારંવાર...
જો તમારા કમ્પ્યૂટરમાં તમે દરેક યૂઝર માટે અલગ માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગ-ઇન થવાની સગવડ રાખી હોય અને દરેક યૂઝરની ફાઇલ તેમના વનડ્રાઇવ ફોલ્ડરમાં જ રહેતી હોય તો પછી તમારે તમારી મહત્ત્વની ફાઇલ્સને પાસવર્ડથી પ્રોટેક્શન આપવાની જરૂર નથી કેમ કે બીજા યૂઝર તેમના એકાઉન્ટથી લોગ-ઇન...
માઇક્રોસોફ્ટના લેટેસ્ટ ઓફિસ પ્રોગ્રામ્સમાં ઓટો-સેવની બહુ કામની સગવડ છે, આપણું કામ સતત, આપોઆપ સેવ થતું જ જાય, પણ એવો લાભ તમને ન મળતો હોય તો? ધારો કે તમે ખાસ્સી મહેનત કરીને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટમાં કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હોય, પરંતુ ધમાકેદાર પ્રેઝન્ટેશન તૈયાર...
જો તમે જીમેઇલ જેવી વેબબેઝ્ડ ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તેમાં કેટલાંક થર્ડ પાર્ટી ટૂલ્સની મદદથી સામેની પાર્ટીએ આપણો ઈ-મેઇલ જોયો કે નહીં તેનું કન્ફર્મેશન મેળવી શકીએ છીએ (એ વિશે આપણે ‘સાયબરસફર’માં વિગતે વાત કરી છે). જો તમે ઓફિસમાં કે અંગત ઉપયોગ માટે પણ...
આજકાલ ઇલોન મસ્કને કારણે ખાસ્સી ગાજી રહેલી ટ્વીટર સર્વિલ, જુલાઈ ૧૫, ૨૦૦૬ના દિવસે લોન્ચ થઈ હતી. તેના ત્રણેક વર્ષ પછી ગૂગલે ફેબ્રુઆરી ૨૬, ૨૦૦૯ના દિવસે ટ્વીટર પર ખાતું ખોલાવ્યું (બાય ધ વે, ‘સાયબરસફર’ના લેખક-સંપાદકે પણ એ જ મહિને અને વર્ષે ટ્વીટર પર ખાતું ખોલાવ્યું હતું!)....