વીડિયો હવે આપણે રાતદિવસના સંગાથી થઈ ગયા છે, પણ વાત કરીએ જરા જુદા પ્રકારના વીડિયોની. માની લો કે, કોઈ પ્લેનમાંથી પેરાશૂટ જંપિંગ કરી રહેલા પેરાડાઇવર્સનો કોઈ વીડિયો તમે જોઈ રહ્યા છો. જો આ વીડિયો પ્લેનમાં હાજર કોઈ વ્યક્તિએ શૂટ કર્યો હોય તો પ્લેન પાછળના ખુલ્લા ભાગમાંથી ખુલ્લા આકાશમાં છલાંગ લગાવતા પેરાડાઇવર્સને આપણે જોઇ શકીએ. પણ આપણે પોતે કોઈ પેરાડાઇવર હોઈએ અને પ્લેનમાંથી ધરતી સુધી પહોંચતા સુધી આમ તેમ નજર દોડાવતાં જે કંઈ જોવા મળે તે બધું જ આપણે આ વીડિયોમાં જોવું હોય તો એ કેવી રીતે શક્ય બને?