‘સાયબરસફર’માં આપણે અવારનવાર વિવિધ પ્રકારની ટુડુ લિસ્ટ પ્રકારની એપની વાત કરી છે. આપણાં રોજેરોજનાં, અઠવાડિયાનાં અને આખા મહિનામાં કરવા જરૂરી વિવિધ કામનું લિસ્ટ આપણી નજર સામે રહે તો બધાં કામ હેન્ડલ કરવાં સહેલાં બની જતાં હોય છે. આ કામમાં સારી ટુડુ લિસ્ટ એપ આપણને ઘણી ઉપયોગી થાય.