હવે વ્યક્તિગત ઉપયોગ માટે ડેસ્કટોપ ધીમે ધીમે ભૂલાવા લાગ્યાં છે. પર્ફોર્મન્સ અને પ્રાઇસ બંને રીતે લેપટોપ ડેસ્કટોપની નજીક આવી ગયાં છે એટલે દેખીતી રીતે લોકો લેપટોપ પસંદ કરવા લાગ્યા છે.
પહેલાં જ્યારે ડેસ્કટોપ ખરીદવાનું ચલણ હતું ત્યારે મોટા ભાગે આપણે કોઈ જાણીતા કમ્પ્યૂટર એન્જિનીયર કે નજીકની કમ્પ્યૂટર શોપમાં જઇને ત્યાંના જાણકારની મદદથી ડેસ્કટોપનું કન્ફિગરેશન નક્કી કરી, તે મુજબ કમ્પ્યૂટર એસેમ્બલ કરાવી લેતા હતા. એવે સમયે આપણા કમ્પ્યૂટરમાં ‘સી’ ડ્રાઇવ ઉપરાંત ‘ડી’ કે ‘એફ’ જેવી વધારાની ડ્રાઇવ પહેલેથી જોવા મળતી. કારણ કે કમ્પ્યૂટર એસેમ્બલ કરી આપનાર એન્જિનીયર પોતે ડેસ્કટોપની હાર્ડ ડિસ્કમાં પાર્ટિશન બનાવી આપતા હતા.