આલેખમાં આગળ આપેલા ત્રણ કિસ્સાઓ તમે વાંચશો તો કદાચ તમને પણ નવાઈ લાગશે કે સારી જોબની ઇચ્છા કે સાઇડ, ઇઝી ઇન્કમની લાલચ એવી તે કેવી પ્રબળ હોતી હશે કે લોકો બે-પાંચ લાખથી માંડીને એકાદ કરોડ સુધીની રકમના ખાડામાં ઊતરી જાય? એક વાત સ્પષ્ટ છે કે જે લોકો પાસે નાખી દેવા માટે આટલી રકમ હોય એ લોકો નાણાભીડના નહીં પણ લાલચના જ શિકાર બનતા હશે.