હવે મોટા ભાગનાં ઘરોમાં વાઇ-ફાઇની સુવિધા હોય છે. તમારા ઘરમાં પણ વાઇ-ફાઇ હોય તો તમારો અનુભવ હશે કે ઘરે આવતા મહેમાનો, ખાસ કરીને જેમના ઘરમાં હજી વાઇ-ફાઇની સુવિધા ન હોય એ આપણા વાઇ-ફાઇનો લાભ લેવા માગતા હોય છે! હેતુ માત્ર એટલો કે કોઈ મોટી એપ ડાઉનલોડ કરવાની હોય કે હેવી ફોટો-વીડિયો આલ્બમ તેમના ક્લાઉડ એકાઉન્ટમાં અપલોડ કરવાનાં હોય કે કોઈ સાથે શેર કરવાનાં હોય.