ઘણી વાર એવું બને કે વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે આપણે કોઈ વાક્ય કે પેરેગ્રાફને હાઇલાઇટ કરવાનો હોય.
આ કામ આમ તો ઘણી જુદી જુદી રીતે થઈ શકે. આપણે તેને બોલ્ડ કરી શકીએ, અલગ કલર આપી શકીએ, જુદા કલરના હાઇલાઇટરથી હાઇલાઇટ કરી શકીએ કે એ ટેકસ્ટને બોક્સમાં મૂકી શકીએ.