fbpx

જાહેર વહીવટમાં પારદર્શિતા માટે ટેક્નોલોજીનો ઉપયોગ

By Himanshu Kikani

3

પેપરલેસ ગવર્નન્સ – આ વાત કહેવી જેટલી સહેલી છે એટલી જ અમલમાં મૂકવી મુશ્કેલ છે. તમે જ વિચારો, આપણા પોતાના ઘરને કે પોતાની ઓફિસને પેપરલેસ બનાવી શકતા નથી. કોઈ મહત્ત્વનો કાગળ કે વીમાનું કાગળીયું કે અન્ય કોઈ સર્ટિફિકેટ જ્યારે તેનું કામ પડે ત્યારે જ જડે નહીં!

એક ઘર કે નાની ઓફિસની આ સ્થિતિ હોય ત્યાં સવા અબજની વસતી ધરાવતા દેશના વહીવટને પેપરલેસ બનાવવો એ લગભર અશક્ય લાગતું કામ છે.

સરકારી ઓફિસોમાં આપણો વર્ષોથી ફાઇલ્સના ઢગ ખડકાયેલા જોયા છે. એવા ઢગ જોઈને ચોક્કસપણે વિચાર આવે કે ‘‘ભગવાન જેવું કંઈક છે! બાકી આવડો મોટો આ દેશ ચાલે કઈ રીતે?!’’

વહીવટને પેપરલેસ બનાવવાનો એક અર્થ પણ છે કે પ્રક્રિયા પારદર્શક બનાવવી અને નિશ્ચિત જવાબદારીઓ નક્કી કરવી. કેમ કે પેપરલેસ ગવર્નન્સ ફેસલેસ પણ હોય છે.

 સદનસીબે, આપણા દેશમાં છેલ્લાં થોડાં વર્ષોથી જાહેર વહીવટમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની જુદા-જુદા પક્ષોની રાજ્ય સરકાર ઇન્ફર્મેશન ટેકનોલોજીનો અલગ અલગ સ્વરૂપે લાભ લેતી થઈ છે.

આવી એક પહેલ એટલે ચેટબોટ્સનો ઉપયોગ.

આપણા દેશની અનેક પાયાની મુશ્કેલીઓ છે તેમાંની એક છે વિરાટ વસતી. કોઈ પણ બાબતનું આયોજન અને અમલ મોટા ભાગે સવા અબજ લોકોને ધ્યાનમાં રાખીને કરવું પડે. કોરોના સમયે સમગ્ર દેશમાં વિરાટ રસીકરણ અભિયાન ચાલ્યું ત્યારે લોકોને તેમના સર્ટિફિકેટ ફટાફટ પહોંચાડવા માટે ચેટબોટનો ઉપયોગ કરવામાં આવ્યો.

એ પહેલને લોકોમાં પહેલેથી બહુ લોકપ્રિય વોટ્સએપ સાથે સાંકળવામાં આવી અને હવે તેમાં વધુ ને વધુ સરકારી ડિજિટલ પહેલોને ઉમેરવામાં આવી રહી છે. આ અંકમાં આપણે ડિજિટલ લોકર અને વોટ્સએપના સંકલનની વાત વિગતવાર કરી છે.

આપણે આ બધું જેટલું વધુ સારી રીતે સમજીશું તેટલા વધુ લાભમાં રહીશું કારણ કે આગળ જતાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપણે આ રીતે જ લેવાનો થશે!

હવે બીજી વાત.

આ અંકથી, ‘સાયબરસફર’માં લેખોની રજૂઆત બદલાઈ હોવાનું તમારા ધ્યાનમાં આવ્યું હશે. મેગેઝિનમાં વિષય વૈવિધ્ય વિસ્તારવાનો અમારો સતત પ્રયાસ રહે છે અને તેની સાથોસાથ, નવા સમય અનુસાર, આપણા સૌનો ‘સ્પાન ઓફ એટેન્શન’ ઘટી રહ્યો છે ત્યારે ઓછા સમયમાં વધુ જાણકારી આપવાનો પણ અમારો પ્રયાસ છે.

આપના પ્રતિભાવ આપતા રહેશો.

– હિમાંશુ

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop