fbpx

અંગ્રેજી શબ્દોમાં ઊંડા ઊતરતાં શીખીએ

By Himanshu Kikani

3

આ શબ્દ – Unbeknown – નો અર્થ તમે જાણો છો?

‘હું નથી જાણતો/જાણતી’ એવો તમારો જવાબ હોય તો જવાબ સાચો છે! તમે નિખાલસતાથી આ શબ્દથી અજાણ છો એવું કહ્યું હોય તોય તમે સાચા અને ‘અન’ તથા ‘નોન’ શબ્દનો તાળો મેળવીને ‘અજાણ હોવું’ એવો અર્થ તમે શોધી કાઢ્યો હોય તો પણ તમે સાચા! વાસ્તવમાં આ શબ્દ ઘણો જૂનો છે (કેટલો જૂનો એ જાણવાની રીત આપણે થોડી જ વારમાં જાણીશું).

અંગ્રેજી ભાષામાં આવા કેટલાય શબ્દો હશે જે બહુ વર્ષોથી ચલણમાં આવ્યા હોય પરંતુ આપણી રોજબરોજની ભાષામાં તેનો સામનો કે ઉપયોગ કરવાનો થતો ન હોય. કોઈ પણ ભાષા શીખવાની કે તેના પર પ્રભુત્વ કેળવવાની એક રીત એટલે તેના, આપણે માટે અજાણ્યા શબ્દોમાં થોડા વધુ ઊંડા ઊતરવું.

આજના સમયમાં આવું કરવામાં ગૂગલ આપણને બહુ મદદરૂપ થાય છે. અત્યારે જ સ્માર્ટફોનમાં સર્ચ એન્જિનમાં આ શબ્દ Unbeknown લખીને સર્ચ કરો.

ગૂગલ સર્ચ પેજ પરના રીઝલ્ટ પર જ ડિક્શનરી ઓપન કરી આપશે અને આ શબ્દનો અર્થ સમજાવશે. ગૂગલ ઓક્સફર્ડ ડિક્શનરીમાંથી આ શબ્દનો અર્થ તારવી આપે છે. આ શબ્દનાં મૂળ પણ આપણને તે જણાવે છે. શબ્દ કેવી રીતે બન્યો (‘અન’ એટલે ‘નોટ’ અને ‘બીનોન’ એટલે ‘નોન’ બંને શબ્દોનો સમન્વય) એ તથા ૧૭મી સદીના મધ્ય ભાગમાં આ શબ્દ ઉદભવ્યો હોવાનું પણ આપણને જાણવા મળે.

અહીંથી શબ્દનું ટ્રાન્સલેશન અન્ય કોઈ પણ ભાષામાં જાણી શકીએ. સાથોસાથ આ શબ્દનો ઉલ્લેખ વિવિધ લખાણોમાં સમય સાથે કેટલો વધી કે ઘટી ગયો છે તે દર્શાવતો ગ્રાફ પણ આપણે જોઈ શકીએ!

જો તમે ૧૧ કે ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓ હો અને અંગ્રેજીમાં નિબંધ લખતા હો ત્યારે Unbeknown જેવા કોઈ શબ્દનો સરસ રીતે વાક્યમાં ઉપયોગ કરો તો તમારા ટીચર પણ ખુશ થઈ ઊઠે (શરત એટલી કે એ પણ અંગ્રેજીના ફક્ત શિક્ષક નહીં ખરા વિદ્યાર્થી હોય)!

ઇન્ટરનેટ પર અંગ્રેજી ભાષા શીખવાની અને તેની બારીકીઓ સમજવાની આવી ઘણી તક આપણને મળે છે. તેને ઝડપી લેવાની આપણી તૈયારી હોવી જોઈએ!

(અન્ય લેખ વાંચવા માટે લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop