હમણાં ગૂગલની મેપ્સ એપ સંબંધિત એક સરસ મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. આપણે મેપ્સ પર નેવિગેશન સર્વિસ ઓન કરી હોય અને પછી ખોટો વળાંક લઈએ ત્યારે મેપ્સ સર્વિસ એમ નથી કહેતી કે ‘‘તારે ડાબી બાજુએ વળવાનું હતું, મૂરખ!’ એને બદલે અકળાયા વિના, એ આપણો રસ્તો રીરૂટ કરે છે અને શાંતિથી એ નવા રસ્તે આપણું માર્ગદર્શન કરવાનું ચાલુ રાખે છે. મતલબ કે મેપ્સ સર્વિસનો પ્રાથમિક રસ, આપણને આપણા ધ્યેય સુધી પહોંચાડવામાં છે, આપણી ભૂલ બદલ આપણને ઉતારી પાડવામાં નહીં.