સ્માર્ટફોન કે લેપટોપ જેવા ડિવાઇસનો સતત વધતો ઉપયોગ આરોગ્ય સંબંધી તકલીફો પણ ઊભી કરે છે. આપણી આંખો રાતદિવસ સ્માર્ટફોનના સ્ક્રીનમાં પરોવાયેલી રહેતી હોય ત્યારે તેનાં ડાર્ક થીમ આંખ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. અલબત્ત, આ બાબત દરેક વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી હોય છે, તમને શું વધુ અનુકૂળ આવશે એ તમારે જ નક્કી કરવું પડશે.