અત્યાર સુધી આપણે યુપીઆઇ એડ્રેસ તરીકે ઇમેઇલ જેવા યુપીઆઇ આઇડીનો ઉપયોગ કરતા આવ્યા છીએ. જેમ કે તમારે ‘સાયબરસફર’ના લવાજમ પેટે કોઈ રકમ મોકલવી હોય તો ‘સાયબરસફર‘ના યુપીઆઇ આઇડી cybersafar.com@upi પસંદ કરતાં તમારી યુપીઆઇ એપ આ એડ્રેસ વેલિડ યુપીઆઇ એડ્રેસ હોવાની ખાતરી કરે અને પછી આપણે પોતાનો યુપીઆઇ પિન આપીને રકમ મોકલી શકીએ.