તમે ઓફિસમાં પીસીમાં બ્રાઉઝરમાં તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન થાઓ અને પછી તમારું કામ પતે ત્યારે ગૂગલ એકાઉન્ટમાંથી લોગ-આઉટ થવાને બદલે બેધ્યાનપણે સીધું બ્રાઉઝર જ બંધ કરી દો – આવું ક્યારેક ને ક્યારેક તમે કરતા હશો. પછી જ્યારે તમે ફરી બ્રાઉઝર ઓપન કરો ત્યારે તમે ગૂગલ એકાઉન્ટમાં લોગ્ડ-ઇન જ હો, પરંતુ એ તરફ પણ કદાચ તમારું ધ્યાન જતું નહીં હોય.