આપણા સ્માર્ટફોનમાં હવે તો આપણે ધડાધડ ગુજરાતી કે હિન્દીમાં ટાઇપ કરતા થઈ ગયા છે, પણ આ સગવડ ‘યુનિકોડ’ નામની વ્યવસ્થાને આભારી એ વાત તરફ આપણું ધ્યાન જતું નથી. યુનિકોડ આમ તો વિસ્તૃત વિષય છે, પણ આપણે કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં અંગ્રેજી સિવાયની ભાષાઓમાં ટાઇપિંગ કરવાના સંદર્ભે યુનિકોડ વિશે વાત કરીએ.
જો તમારે કમ્પ્યૂટરમાં અંગ્રેજી સિવાયની ભાષાઓ સાથે પણ પનારો પાડવાનો થતો હોય તો તમે ક્યારેક ને ક્યારેક આ ‘યુનિકોડ’ શબ્દ સાંભળ્યો હશે.