કમનસીબે, ઓક્સિમીટરનો હવે લગભગ સૌને પરિચય થઈ ગયો છે. કપડાં સૂકવવાની જાડી ક્લિપ કે નાના સ્ટેપલર જેવા આ સાધનમાં બે પટ્ટી વચ્ચે આંગળી મૂકીએ એટલે થોડી ક્ષણમાં તેના સ્ક્રીન પર આપણા લોહીમાં ઓક્સિજનનું કેટલું પ્રમાણ છે તે જોવા મળે છે.
આ ‘ચમત્કાર’ એક મજાની ટ્રિકથી થાય છે.