fbpx

ફ્રી કોર્સની મદદથી ફ્રી સમયમાં નોલેજ વધારો

By Himanshu Kikani

3
આખો લેખ લોગ-ઇન વિના વાંચો.

ખાસ ધ્યાનમાં લેશો…

આ લેખ કોર્સેરા સાઇટ પરના ફ્રી કોર્સ વિશેનો છે. આ ઓફર જૂન ૩૦, ૨૦૨૧ સુધી જ લાગુ છે. એ પણ ધ્યાને લેશો કે મોટા ભાગના કોર્સ ટેકનિકલ નોલેજ સંબંધિત છે. ખાસ કરીને આઇટી સંબંધિત કોર્સ સાવ બિગિનર માટે ન હોય તેવું બની શકે છે. આ પ્રકારના ફ્રી કોર્સનો લાભ લેવાથી ઓનલાઇન કોર્સિસ કેવી રીતે ચાલે છે તેનો જાત અનુભવ મેળવી શકાશે.


વિવિધ વિષયના ઓનલાઇન કોર્સ આપતી કોર્સેરા (www.coursera.org) સાઇટનું નામ હવે ‘સાયબરસફર’ના વાચકો માટે બિલકુલ અજાણ્યું નથી. ભારતમાં કોરોનાના હાહાકારથી સર્જાયેલી સ્થિતિ ધ્યાનમાં રાખીને, આ વેબસાઇટ પર ખાસ ભારતના લર્નર્સ માટે સંખ્યાબંધ કોર્સ બિલકુલ ફ્રી કરવામાં આવ્યા છે.

મહામારીને પગલે લોકડાઉન કે આંશિક લોકડાઉન જેવી સ્થિતિને કારણે તમારા કામકાજ પર અત્યંત વિપરિત અસર થઈ હોય તો તમે સમયનો સદુપયોગ કરીને આમાંથી કોઈ કોર્સ કરી શકો છો. આ કોર્સ પ્રમાણમાં નાના છે અને આશરે કુલ ૧૨થી ૨૦ કલાક જેટલો સમય ફાળવીને પૂરા કરી શકાય છે. બધા કોર્સ સંપૂર્ણપણે ઓનલાઇન છે અને આપણે આપણા સમય અનુસાર તેમાં આગળ વધી શકીએ છીએ.

કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યા પછી આપણને તેનું સર્ટિફિકેટ પણ મળે છે. આ કોર્સિસનો લાભ લેવા માટે આપણે કોર્સેરાની વેબસાઇટ પર જઇને ફ્રી એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. ત્યાર પછી ફ્રી ઓફરમાં સામેલ કોઈ પણ કોર્સમાં એનરોલ થવા માટે આગળ વધતાં, કોર્સની ફી દર્શાવવામાં આવશે પરંતુ આપણે ભારતમાંથી લોગઇન કર્યું હોવાથી ૧૦૦ ડિસ્કાઉન્ટ લાગુ થશે અને શૂન્ય ફી ચૂકવીને આપણે ચેકઆઉટ કરી શકીશું.

આ કોર્સ પ્રોજેક્ટ કેન્દ્રિત છે એટલે કે તેમાં આપણે એન્ડ્રોઇડ મોબાઇલ પ્લેટફોર્મ માટે આપણી પોતાની એપ્લિકેશન ડિઝાઇન બિલ્ડ અને ડિસ્ટ્રિબ્યુટ કરી શકીશું.

આ પ્રકારના કોર્સમાં ક્લાસરૂમ લેક્ચર કરતાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર વિશેષ ભાર હોય છે. અલબત્ત તેનો પૂરો લાભ લેવા માટે આપણને જાવામાં પ્રોગ્રામિંગની પ્રાથમિક જાણકારી હોવી જરૂરી છે. આ પ્રોગ્રામમાં એન્ડ્રોઇડ સ્ટુડિયો સોફ્ટવેરનો ઉપયોગ કરીને એપ ડેવલપમેન્ટ કરાવવામાં આવશે.

આ કોર્સ અંદાજે કુલ ૨૨ કલાકમાં પૂરો કરી શકાય છે.

આ કોર્સ ગૂગલ ક્લાઉડ દ્વારા ઓફર કરવામાં આવે છે. કોર્સ બિગિનર માટેનો હોવાનું કહેવામાં આવે છે પરંતુ તેનો પૂરો લાભ લેવા માટે ક્લાઉડ વર્કિંગની સામાન્ય સમજ હોવી જરૂરી છે. અત્યારે દુનિયાભરના અનેક બિઝનેસ પોતાનું કામકાજ ગૂગલ ક્લાઉડ, માઇક્રોસોફ્ટ એઝ્યોર કે એમેઝોન વેબ સર્વિસ (એડબલ્યુએસ) જેવી ક્લાઉડ સર્વિસ પર ટ્રાન્સફર કરે છે. નાના મોટા બધા બિઝનેસ માટે આ પ્રકારની સર્વિસ નવા સમયની જરૂરિયાત બની છે.

આ કોર્સનો લાભ લેવા માટે તમારી પાસે પોતાનું માલિકીનું ડોમેઇન હોવું જરૂરી છે. ઉપરાંત તમારે ૧૪ દિવસના ક્લાઉડ આઇડેન્ટિટીના ફ્રી ટ્રાયલ વર્ઝન માટે પણ સાઇનઅપ કરવાનું રહેશે. આ પછી તમે ગૂગલની ક્લાઉડ સર્વિસમાં પોતાની કંપની કે પર્સનલ ડોમેઇન માટે ક્લાઉડ આઇડેન્ટિટી ડોમેઇન કેવી રીતે સ્થાપી શકાય, તેમાં યૂઝર્સ કેવી રીતે ઉમેરી શકાય, વિવિધ યૂઝર માટે અલગ અલગ રાઇટ્સ કેવી રીતે સેટ કરી શકાય વગેરે શીખી શકશો.

આ કોર્સ અંદાજે ૧૧ કલાકમાં પૂરો કરી શકાય છે.

આ કોર્સ પણ ક્લાઉડ કમ્પ્યૂટિંગની પ્રાથમિક માહિતી ધરાવતા લોકો માટે છે. આજે લગભગ તમામ પ્રકારના બિઝનેસ પોતાનું કામકાજ ઓફિસમાંના કમ્પ્યૂટરમાંથી ચલાવવાને બદલે ક્લાઉડમાં શિફ્ટ કરી રહ્યા છે.

આ બંને પદ્ધતિનાં જમા-ઉધાર શું છે, તફાવત શું છે વગેરે આ કોર્સમાં સામેલ છે. ત્યાર પછી પોતાની ઓફિસનું કામકાજ ક્લાઉડ પર કેવી રીતે શિફ્ટ કરી શકાય, એ માટે વર્ચ્યુઅલ મશીન કેવી રીતે સેટ કરી શકાય, એમ કરવાનો ખર્ચ કેટલો થશે તથા આ ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય વગેરે બાબતો પણ કોર્સમાં આવરી લેવામાં આવે છે. સમગ્ર કોર્સ અંદાજે ૨૦ કલાકમાં પૂરો કરી શકાય છે.

આ કોર્સ પણ ગૂગલ ક્લાઉડ દ્વારા ઓફર કરવામાં આવે છે.

ટેકનોલોજીના ફિલ્ડમાં અત્યારે મશીન લર્નિંગ સૌથી વધુ ઝડપથી વિકસતા ફિલ્ડમાંનું એક છે.

મશીન લર્નિંગની સ્કિલ્સ કે અનુભવ ધરાવતી વ્યક્તિની જોબ માર્કેટમાં બહુ સારી ડિમાન્ડ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અંદાજ અનુસાર આવતાં થોડાં વર્ષમાં વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ફિલ્ડમાં લગભગ છ કરોડ નવી જોબ ઊભી થાય તેમ છે. તેની સામે હાલમાં માત્ર ૩ લાખ એઆઇ એન્જિનીયર્સ હોવાનો અંદાજ છે. તમે સમજી શકો છો કે આ ફિલ્ડમાં સારી જોબની નજીકના ભવિષ્યમાં કેટલી તક છે.

આ કોર્સ એમેઝોન વેબ સર્વિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. તેમાં એડબલ્યુએસ પર મશીન લર્નિંગ, કમ્પ્યૂટર વિઝન તથા નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગના કન્સેપ્ટ્સ સમજાવવામાં આવશે.

દેખીતું છે કે આ કોર્સ કરવા માટે તમારી પાસે આ વિષયની પ્રાથમિક જાણકારી હોવી જરૂરી છે.


અન્ય ફ્રી કોર્સ…

ઉપર જણાવેલા ચાર કોર્સ ઉપરાંત, ઇન્ફર્મેશન ટેકનોલોજી તથા અન્ય વિષયના બીજા ઘણા કોર્સનો પણ, અત્યારે કોર્સેરા સાઇટ પર મફતમાં લાભ લઈ શકાય છે.

તમામ કોર્સ માટે જુઓ આ પેજઃ
https://www.coursera.org/promo/free-certificate-courses-in

‘સાયબરસફર’ના અન્ય લેખ વાંચવા માટે લોગ-ઇન કરો.
Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!