દર વર્ષે ગૂગલ કંપની ‘ગૂગલ આઇ/ઓ (ઇનપૂટ/આઉટપૂટ) નામે એક ઇવેન્ટ યોજે છે. આમ તો આ ઇવેન્ટ વિવિધ એપ્સ અને સર્વિસ ડેવલપર કરનારા ડેવલપર્સ માટે હોય છે અને તેમાંથી ઘણી બાબતો ખાસ્સી ટેકનિકલ હોય છે, પણ સરેરાશ યૂઝરને મજા પડે એવું ઘણું બધું પણ આ ઇવેન્ટમાં સામેલ હોય છે.
ગયા વર્ષે કોરોનાના પ્રસારને કારણે ગૂગલે આ ઇવેન્ટ રદ કરી હતી. આ વર્ષે તે યોજાઇ ખરી, પણ વર્ચ્ચુઅલ સ્વરૂપે. ગૂગલના કેમ્પસમાં કંપની સીઇઓ અને અન્ય ટોપ એક્ઝિક્યુટિવ્સે કીનોટ પ્રેઝન્ટેશન્સ આપીને ગૂગલ આગામી સમયમાં કેવી નવી નવી સર્વિસ કે પ્રોડક્ટ વિક્સાવી રહી છે તેની જાણકારી આપી. આ વર્ષે આખી ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ થયું (દર વર્ષે તેમાં ભાગ લેવાની ફી હોય છે!)।
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૂગલે સંખ્યા નવી જાહેરાતો કરી છે. આપણે એના પર ફટાફટ નજર ફેરવી લઈએ.
આમાંની ઘણી બાબતો આપણા સુધી પહોંચતાં વાર લાગશે, કેટલીક સાવ ગપગોળા જેવી પણ લાગશે, પણ ગૂગલના આવા ઘણા ખરા તુક્કા આગળ જતાં નક્કર સ્વરૂપ લે છે. ટેક્નોલોજીની બાબતે ભવિષ્યમાં આપણને કેવી સગવડો મળશે એનો અંદાજ આમાંથી ચોક્કસ મળશે.
આગળ શું વાંચશો?
- એન્ડ્રોઇડનું નવું વર્ઝન – એન્ડ્રોઇડ 12
- ગૂગલ ડોક્સમાં @ ના નવા ઉપયોગ
- ડોક્સમાં મીટિંગ્સની સરળ નોટ્સ
- ગૂગલ ડોક, શીટ કે સ્લાઇડમાંથી જ મીટિંગ
- ડોક્સમાં પેજલેસ ફોર્મેટ
- બીજી વ્યક્તિના 3ડી મોડેલ સાથે વાતચીત
- ગૂગલ ફોટોઝમાં ઓટોમેટિક એનિમેશન
- ગૂગલ ફોટોઝમાં લોક્ડ ફોલ્ડર
- ગૂગલના પાસવર્ડ મેનેજર નવી સગવડ
- કાર અનલોક કરો એન્ડ્રોઇડથી
- સ્માર્ટફોન બનશે સ્કીન સ્પેશિયાલિસ્ટ
- વધુ સ્માર્ટ વર્ચ્ચુઅલ આસિસ્ટન્ટ
- વિરાટ કમ્પ્યૂટિંગ પાવર